મોદીને લઇને બોલીવુડમાં પડ્યા બે ફાટા, જાણો તમારો અભિનેતા કઇ બાજું!

Google Oneindia Gujarati News

મુંબઇ, 18 એપ્રિલ: બોલીવુડમાં પણ ચૂંટણીને લઇને પહેલીવાર હિલચાલ જોવા મળી રહી છે, બાકી અત્યાર સુધી આપને અભિનેતા અને અભિનેત્રીઓ માત્ર વોટિંગ કરવાની અપિલ કરે છે. પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે બોલીવુડ સ્ટાર્સ પણ ખુલીને કોઇ પક્ષ કે નેતાના પડખે દેખાયા છે. જેના કારણે અત્યારે સ્થિતિ એવી સર્જાઇ છે કે બોલીવુડ ઇન્ડસ્ટ્રી બે ફાટામાં વહેંચાઇ ગઇ છે.

ઇન્ડસ્ટ્રીની કેટલીક જાણીતી હસ્તીઓ દ્વારા લોકોને દેશના બિનસાંપ્રદાયિક માળખાને બચાવી રાખવા માટે સમજી-વિચારીને વોટ કરવાની અપિલ કરવામાં આવી જ્યારે કેટલાંક સીતારાઓએ તો સીધેસીધું નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપિલ કરી દીધી છે.

નરેન્દ્ર મોદીની વેબસાઇટના ઉર્દૂ સંસ્કરણને લોન્ચ કરતી વખતે જાણીતા લેખક સલીમ ખાને ખુલીને મોદીના સમર્થન આવ્યા હતા અને જણાવ્યું હતું કે ક્યાં સુધી ગુજરાતમાં થયેલા રમખાણો અંગે ચર્ચા કરીશું. હવે જૂની વાતોને ભૂલીને આગળ વધવાની જરૂર છે. મોદીના રાજમાં ગુજરાતમાં મુસ્લિમો સુરક્ષિત છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારસુધી હું કોંગ્રેસને મત આપતો આવ્યો છું, પરંતુ આ વખતે અનેક મુદ્દાઓને લઇને હું કોંગ્રેસથી નારાજ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણી એવી છે કે જેમાં બોલીવુડ સિતારાઓ સર્વાધીક જોવા મળી રહ્યા છે, માત્ર પ્રચારમાં જ નહીં પરંતુ તેઓ પોતે કોઇને કોઇ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેમાં પરેશ રાવલ, કિરણ ખેર, ગુલ પનાગ, હેમા માલિની, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, નગમા, મનોજ તિવારી, રવિ કિશન, રાખી સાવંત, જાવેદ ઝાફરી, મુનમુન સેન, રાજ બબ્બર, સ્મૃતિ ઇરાણી, બપ્પી લહેરી, મહેશ માંજરેકર, કમાલ ખાન, જયા પ્રદા, બાબુલ સુપ્રિયો જેવા દિગ્ગજ અભિનેતા-અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

પરંતુ મોટી બાબત એ છે જ્યારે નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવાની વાત આવે છે ત્યારે બોલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયું છે અને આવું બોલીવુડના ઇતિહાસમાં પહેલીવાર બન્યુ છે. આવો જોઇએ કે આપનો કયો અભિનેતા કયા નેતાની સાથે છે....

જાણો આપનો કયો અભિનેતા આપના કયા નેતાની સાથે છે...

અંજુમ રજાબલીએ ચલાવ્યું અભિયાન...

અંજુમ રજાબલીએ ચલાવ્યું અભિયાન...

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં તેમણે લોકોને અપિલ કરી છે કે ''આપણા દેશમાં સદીઓથી અલગ અલગ ધર્મના લોકો વચ્ચે ભાઇચારો રહ્યો છે, એવું એટલા માટે બન્યું છે કારણ કે ભારતીય સમાજ હંમેશા સાંપ્રદાયિક લોકોથી ઘૃણા કરતો રહ્યો છે. જે ભારતીય નાગરિકો તેમની માતૃભૂમિને પ્રેમ કરતા હોય તેઓ એવા બિનસાંપ્રદાયિક નેતાઓને જ વોટ કરે જેમની તેમના વિસ્તારમાં જીતવાની સંભાવના વધારે હોય'' જોકે તેમણે કોઇનું નામ લીધું નથી પરંતુ તેમનો ઇશારો મોદી અને ભાજપ તરફ જ છે. આ અપિલમાં જે બોલીવુડના લોકોનો સમાવેશ થાય છે તે આ પ્રમાણે છે.

ઇમ્તિયાજ અલી પણ અભિયાનમાં

ઇમ્તિયાજ અલી પણ અભિયાનમાં

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં ઇમ્તિયાજ અલીએ પણ સાથ આપ્યો.

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં વિશાલ ભારદ્વાજે પણ સાથ આપ્યો છે.

ગોવિંદ નિહલાની પણ અભિયાનમાં...

ગોવિંદ નિહલાની પણ અભિયાનમાં...

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં ગોવિંદ નિહલાનીએ પણ સાથ આપ્યો હતો.

જોયા અખ્તર પણ અભિયાનમાં..

જોયા અખ્તર પણ અભિયાનમાં..

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં જોયા અખ્તરે પણ સમર્થન આપ્યું છે.

નંદીતા દાસ

નંદીતા દાસ

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં નંદીતા દાસે પણ સમર્થન આપ્યું છે.

શુભા મુગદલ

શુભા મુગદલ

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં શુભા મુગદલે પણ સમર્થન આપ્યું છે.

કબીર ખાન

કબીર ખાન

મૂળ ગુજરાતના અંજુમ રજાબલી જાણીતા લેખક છે તેમણે એક એવું અભિયાન છેડ્યું છે જેમાં કબીર ખાને પણ સમર્થન આપ્યું છે.

મધુર ભંડારકર, અભિયાનની વિરુધ્ધ

મધુર ભંડારકર, અભિયાનની વિરુધ્ધ

ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરે તેનો વિરોધ કરતા જણાવ્યું છે કે આ પ્રકારનું અભિયાન અયોગ્ય છે. ઇન્ડસ્ટ્રી સેક્યુલર પ્લેસ છે. કોઇની વિરુધ્ધ અભિયાન ચલાવવું યોગ્ય નથી. આ નોન પોલિટિકલ છે. શું કોઇ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનું અભિયાન ચલાવવું યોગ્ય છે? ઇન્ડસ્ટ્રીને ડિવાઇડ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

સલીમ ખાન

સલીમ ખાન

નરેન્દ્ર મોદીની વેબસાઇટના ઉર્દૂ સંસ્કરણને લોન્ચ કરતી વખતે જાણીતા લેખક સલીમ ખાન મોદીના સમર્થનમાં આગળ આવ્યા હતા અને આઝમ ખાન દ્વારા સંજય ગાંધીએ મુસ્લિમોની કરાવેલી નસબંધીને લઇને રાજીવ ગાંધી પર નિવેદનો કર્યા હતા, જેને લઇને સલીમ ખાન નારાજ થયા હતા અને તેમણે કહ્યું હતું, એક નેતા ટીવી પર નસબંધીનો મુદ્દો અને મંદિરમાં તાળું ખોલવાનો મુદ્દો ઉઠાવીને રાજકારણ કરી રહ્યાં છે, પરંતુ દેશના મુસ્લિમોને શું જોઇએ છે, તેમની સમસ્યાઓ શું છે, તે અંગે કોઇ વાત કરી રહ્યાં નથી, જ્યારે તેમની સમસ્યાઓ અંગે વાત કરવી જોઇએ.

અનુપમ ખેર

અનુપમ ખેર

જ્યારે અનુપમ ખેર ખુલીને નરેન્દ્ર મોદીના સમર્થનમાં આગળ આવ્યા છે. અનુપમે ટ્વિટ કરીને શ્રેષ્ઠ ભારત માટે નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપિલ કરી છે. અત્રે નોંધનીય છે કે અનુપમ ખેરની પત્ની કિરણ ખેર ભાજપની ટિકિટ પર ચંદીગઢથી ચૂંટણી લડી રહી છે.

સલમાન પણ કરી ચૂક્યો છે, મોદીના વખાણ

સલમાન પણ કરી ચૂક્યો છે, મોદીના વખાણ

જાન્યુઆરી મહિનામાં સલમાન ખાન પોતાની ફિલ્મ ‘જય હો'ને પ્રમોટ કરવા આવ્યો હતો, ત્યારે તેણે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને મોદીને બેસ્ટ મેન ગણાવ્યા હતા. તેમજ ગુજરાતમાં થયેલા વિકાસ અંગે પણ ખુલીને વાત કરી હતી. ત્યારે હવે એવી ધારણા રાખવામાં આવી છેકે સલિમ ખાન દ્વારા મોદીની વેબસાઇટ લોન્ચ કરવામાં આવ્યા બાદ સલમાન પણ મોદીનું સમર્થન કરી શકે છે.

લતા મંગેશકર

લતા મંગેશકર

લતા મંગેશકર નરેન્દ્ર મોદી સાથે એક મંચ પર દેખાયા હતા અને તેમણે નરેન્દ્ર મોદીને આશિર્વાદ આપતા કહ્યું હતું કે તેઓ મોદીને પીએમ તરીકે જોવા માંગે છે.

English summary
Bollywood industry have two mind about Narendra Modi. First time it happens that Bollywood thinking seriously about any particular politician.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X