For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : ફુલ્લી ફૅમિલી એંટરટેનમેંટ પૅકેજ છે ભૂતનાથ રિટર્ન્સ!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ભૂતનાથ રિટર્ન્સ
નિર્માતા : ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, રેણુ રવિ ચોપરા
દિગ્દર્શક : નીતેશ તિવારી
કલાકાર : અમિતાભ બચ્ચન, પાર્થ, બોમન ઈરાની, સંજય મિશ્રા, શાહરુખ ખાન (મહેમાન કલાકાર), રણબીર કપૂર (મહેમાન કલાકાર)
સંગીત : મીત બ્રધર્સ, રામ સમ્પત, યો યો હની સિંહ

બાળકોના ફૅવરિટ ભૂતનાથ પુનઃ આવી ગયાં છે. થોડાક વર્ષ અગાઉ જ રિલીઝ થયેલ ભૂતનાથે બાળકો સાથે મોટેરાઓને પણ બહુ એન્ટરટેન કરી હતી અને ફિલ્મની સફળતાએ નિર્માતાઓને તેની સિક્વલ ભૂતનાથ રિટર્ન્સ બનાવવાની યુક્તિ સુઝાડી. અમિતાભ બચ્ચનના ફૅન્સ માટે આ વીકેન્ડ ખૂબ જ શાનદાર રહેનાર છે. ભૂતનાથ આ વખતે પણ બહુ જોશમાં છે અને ભૂતનાથના સાથીઓ તરીકે બોમન ઈરાની, પાર્થ તથા સુધીર મિશ્રાએ ફિલ્મને વધુ મજાની બનાવી દીધી છે. અમિતાભ બચ્ચન દરેક વખતની જેમ જ પોતાની ફુલ સ્ટાઇલમાં નજરે પડે છે, તો તેમના સાથી તરીકે તેમના નાનકડા પાર્થ ભાલેરાવે પણ ગઝબની એક્ટિંગ કરી છે. અમિતાભ સામે પાર્થનો આત્મવિશ્વાસ તેમજ તેનું પરફૉર્મન્સ પણ જોરદાર છે.

વાર્તા : ભૂતનાથની વાર્તા ત્યાંથી શરૂ થાય છે કે જ્યારે ભૂતનાથ (અમિતાભ બચ્ચન) આ દુનિયામાંથી વિદાય લઈ સ્વર્ગે પહોંચે છે અને ત્યાં બાકીના ભૂતો તેમની મજાક ઉડાવે છે. સૌનું કહેવું છે કે ભૂતનાથ એક બાળકને ડરાવી ન શક્યાં અને તેમણે ભૂતોની મજાક બનાવી દીધી. તેથી ભૂતનાથ ભગવાનને કહે છે કે તેમને વધુ એક તક જોઇએ પોતાની જાતને સાબિત કરવા માટે. ભગવાન ફરીથી ભૂતનાથને ધરતી ઉપર મોકલે છે અને બાળકોને ડરાવવા કહે છે. આ વખતે ભૂતનાથની મુલાકાત અખરોટ (પાર્થ) સાથે થાય છે કે જે તેમને જોઈ શકે છે. ભૂતનાથ અખરોટાની મદદ કરતા-કરતા દેશને સુધારવાના પ્રયત્નોમાં પણ જોડાઈ જાય છે. આ કામમાં તેમનો સાથ આપે છે અખરોટ અને સંજય મિશ્રા. ફિલ્મમાં અનેક રસપ્રદ વળાંકો છે અને સાથે જ કૉમેડી સિક્વંસ છે કે જે આપને હસવા પર મજબૂર કરી દેશે. અમિતાભે બેસ્ટ કામ કર્યું છે. પોતાના ડાયલૉગ્સ, ઇમોશન્સમાં દરેક વખતની જેમ તેઓ ઓવર ધ ટૉપ છે. અમિતાભ જેવા સીનિયર સુપર સ્ટાર સામે મોટા-મોટા સ્ટાર્સ ફીકા પડી જાય છે, પરંતુ પાર્થે બહેતરીન અદાકારી દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. અનેક વખત પાર્થ અમિતાભને પણ ઓવરટેક કરતો જણાયો.

ચાલો જોઇએ ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મના કલાકારોનું પરફૉર્મન્સ, ગીતો અને કેટલાંક પાસાઓ :

બોમન ઈરાની બહેતરીન રાજકારણી

બોમન ઈરાની બહેતરીન રાજકારણી

બોમન ઈરાનીએ પણ ખૂબ જ બહેતરીન કૉમેડી સીન્સ આપ્યાં છે. એક રુશ્વતખોર અને બેઈમાન રાજકારણી તરીકે બોમને બહુ બહેતરીન અભિનય કર્યો છે. બોમન ઉપરાંત વકીલના રોલમાં સંજય મિશ્રાએ પણ શ્રેષ્ઠ પરફૉર્મ કરી મનોરંજન આપ્યું છે.

ભૂતનાથ રિટર્ન્સના ગીતો બહેતરીન

ભૂતનાથ રિટર્ન્સના ગીતો બહેતરીન

ભૂતનાથ રિટર્ન્સના ગીતો બહુ બહેતરીન છે. પાર્ટી તો બનતી હૈ... ગીત સૌથી વધુ હિટ અને જીભે ચઢે તેવું છે. આ ગીતના લોકેશન તથા શૂટ પણ સુંદર રીતે થયાં છે. ઉપરાંત ફિલ્મમાં હની સિંહ સાથે અમિતાભનું ગીત પાર્ટી વિથ ભૂતનાથ... ખાસ હિટ નથી થયું. હર હર ગંગે... ધારાવી રૅપ... તથા સાહિબ... ગીતો પણ સારાં છે.

શાહરુખ-રણબીર મહેમાન કલાકાર

શાહરુખ-રણબીર મહેમાન કલાકાર

સરવાળે ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મ બહુ સારી અને સુંદર ફિલ્મ છે. બાળકોને ફરી વાર પોતાના વહાલા ભૂતનાથને મળવાની તક મળશે. સાથે જ ફિલ્મમાં શાહરુખ ખાન અને રણબીર કપૂરના કેટલાંક સીન્સ પણ છે કે જે આ સ્ટાર્સના બાળ પ્રશંસકોને પણ ફિલ્મ જોવા મજબૂર કરશે.

અંતિમ પળો થોડાક બોરિંગ

અંતિમ પળો થોડાક બોરિંગ

ભૂતનાથ રિટર્ન્સની શરુઆત સારી છે. જોકે ફિલ્મની આખરની કેટલીક મિનિટો થોડીક લાંબી અને બોરિંગ લાગશે, પણ આ ઉપરાંત ફિલ્મ ખૂબ જ મનોરંજક તથા અમિતાભના ફન્સ માટે કોઇક એંટરટેનમેંટ પૅકેજ કરતા ઓછી નથી.

ચૂંટણીનો પણ તડકો

ચૂંટણીનો પણ તડકો

ભૂતનાથ રિટર્ન્સમાં કૉમેડી સાથે જ ઇમોશન્સનો પણ તડકો છે કે જેવું ભૂતનાથમાં હતું. લોકોને ક્યાંયથી પણ આ ફિલ્મ માત્ર બાળકો માટેની ફિલ્મ નહીં લાગે. આ એક પારિવારિક ફિલ્મ છે કે જે દરેક વયના લોકોને ગમશે. સાથે જ સમાજમાં વ્યાપ્ત નરસાઇઓ તથા મુશ્કેલીઓ વિરુદ્ધ લડવા અને દેશ માટે એક બહેતરીન સરકાર ચૂંટવા અંગે પણ આ ફિલ્મ લોકોનું માર્ગદર્શન કરશે.

ભૂતનાથ રિટર્ન્સ પ્રિવ્યૂ

ભૂતનાથ રિટર્ન્સ પ્રિવ્યૂ

ભૂતનાથ રિટર્ન્સ જોવાનાં પાંચ કારણો જાણવા ક્લિક કરો.

English summary
Bhootnath Returns is a complete entertainment package for Amitabh Bachchan fans. Bhootnath Returns is a sequel of 2008 release Bhootnath movie. Amitabh Bachchan, Boman Irani, Parth and Sanjay Mishra are playing the lead roles in Bhootnath Returns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X