For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : ખિસ્સાની ખબર નહીં, પણ મોંમાં પાણી લાવી દેશે દાવત એ ઇશ્ક!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : દાવત એ ઇશ્ક
બૅનર : યશ રાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપરા
દિગ્દર્શક : હબીબ ફૈઝલ
કલાકાર : પરિણીતી ચોપરા, આદિત્ય રૉય કપૂર અને અનુપમ ખેર
સંગીત : હબીબ ફૈઝલ

પરિણીતી ચોપરા તથા આદિત્ય રૉય કપૂર અભિનીત દાવત એ ઇશ્કનો ઇંતેજાર લોકોને લાંબા વખતથી હતો અને અપેક્ષાઓ પણ અલગ-અલગ હતી. કેટલાકને લાગતુ હતું કે ફિલ્મમાં તેમને માસ્ટર શેફની જેમ સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો હુનર જોવા મળશે, તો કેટલાક એમ વિચારતા હતાં કે ફિલ્મમાં કેટલીક શાનદાર દાવતો જોવા મળશે. જોકે ફિલ્મમાં આમાંનું કંઈ નથી અને ફિલ્મ એક પ્રણય કથા છે કે જે લજ્જતદાર ભોજનથી શરૂ થાય છે.

દાવત એ ઇશ્કની વાર્તા કંઇક આમ શરૂ થાય છે કે ગુલરેજ ઉર્ફે ગુલ્લૂ (પરિણીતી ચોપરા) હૈદરાબાદ ખાતે રહેતી છોકરી છે અને તેના પિતા (અનુપમ ખેર) હાઈકોર્ટમાં ક્લાર્ક છે. ગુલ્લૂના પિતા ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે. પોતાની દીકરીના લગ્ન માટે તેઓ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે, પણ છોકરાવાળાઓની કરિયાવરની માંગ તેઓ પૂર્ણ કરવામાં અસમર્થ છે. તેથી અનેક વખત ગુલ્લૂ ઉર્ફે ગુલરેજના લગ્નની વાત બનતા-બનતા અટકી જાય છે. પછી ગુલ્લૂ ફેંસલો કરે છે કે તે કોઇક છોકરાને ઉલ્લૂ બનાવી તેની સાથે નિકાહ કરી તેની સામે કરિયાવર માંગવાનો કેસ કરશે અને પૈસા લઈ અમેરિકા જતી રહેશે.

પરંતુ આ બધુ આટલુ સરળ નથી. આ નિર્ણય ગુલ્લૂને લખનઉના જાણીતા બાવર્ચી તારિક (આદિત્ય રૉય કપૂર)ની નજીક લઈ આવે છે અને પછી આ વાર્તા કંઇક એવા રસપ્રદ વળાંગો લે છે કે જેથી ગુલ્લૂ પોતે પોતાના જાળમાં ફસાઈ જાય છે. શું ગુલ્લૂના સપના પૂરાં થઈ શકશે? શું તેના ઈમાનદાર પિતા પોતાની દીકરી માટે બેઈમાનીનો સાથ આપી શકશે? જાણવા માટે આપે હાજરી આપવી પડશે દાવત એ ઇશ્કમાં.

ચાલો હાલ તો તસવીરો સાથે કરીએ દાવત એ ઇશ્કની સમીક્ષા :

વાર્તા

વાર્તા

દાવત એ ઇશ્ક એક લવ સ્ટોરી છે, પણ ફિલ્મની વાર્તામાં એક સામાજિક સંદેશો પણ છે કે જે હૃદયસ્પર્શી છે. કરિયાર જેવી સામાજિક બીમારી ઉપર આ ફિલ્મ પ્રકાશ ફેંકે છે. વાર્તા સિમ્પલ અને હૃદયસ્પર્શી છે.

અભિનય

અભિનય

પરિણીતી ચોપરાએ પોતાના મસ્તીખોર અંદાજ અને સૌંદર્યનો સારો પ્રયોગ કર્યો છે. જોકે ઇશકઝાદે, હસી તો ફસી અને શુદ્ધ દેસી રોમાંસ જેવી ફિલ્મો બાદ લોકોની અપેક્ષાઓ વધુ હતી, પણ પરિણીતી આ અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. આદિત્ય રૉય કપૂર પોતાના રોલમાં શ્રેષ્ઠ છે. અભિનયની વાત કરીએ, તો આદિત્યે પોતાની ડાન્સિંગ સ્ટાઇલના ક્ષેત્રે વધુ મહેનત કરવાની જરૂર છે.

સંગીત

સંગીત

ફિલ્મનું સંગીત ખાસ નથી. મેરી મન્નત તૂ... આ એક જ ગીત સારૂ છે, પણ તેનું શૂટિંગ ખાસ નથી. બાકીના ગીતો સામાન્ય છે. સાજિદ-વાજિદે બહેતરીન સંગીત નથી આપ્યું.

દિગ્દર્શન

દિગ્દર્શન

હબીબ ફૈઝલે ફિલ્મના નામ મુજબ લખનઉ તથા હૈદરાબાદના લોકલ ફ્લેવરનો સારો તડકો લગાવ્યો છે. લખનઉની શેરીઓમાં ફરતાં હજરતગંજથી લઈ ઇમામબાડા સુધીના કબાબોનું શૂટિંગ ખૂબ જ સુંદર છે. હૈદરાબાદના ફ્લેવરને પણ સુંદર રીતે કૅમેરે કંડારાયું છે. જોકે ફિલ્મની જે થીમ છે, તેની ઉપર વધુ કામ કરી શકાયું હોત. ફિલ્મનો બીજો ભાગ થોડોક ઢીલો લાગે છે.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

પરિણીતીના ફૅન્સ માટે આ ફિલ્મ એવી છે કે જેમાં બહુ બધો પ્રેમ, બહુ બધુ જમવાનું અને સાથે મનોરંજન પણ છે. જોકે ફિલ્મમાં કરિયાવર જેવી બુરાઈ ઉમેરી તેને સીરિયસ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. ફિલ્મના પહેલા જ ભાગમાં તમામ દાવતો છે. આમ વીકેંડે આ ફિલ્મ જોવું ખોટું નહીં ગણાય. હા, ધ્યાન રાખજો કે થિયેટર જતા પહેલા જમીને જજો, નહિંતર ફિલ્મ જોતી વખતે વારંવાર મોંમાં પાણી આવશે.

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

તસવીરોમાં દાવત એ ઇશ્ક

આ પણ વાંચો

આ પણ વાંચો

Jhalak...Grand Finale : આશિષ-શક્તિ વચ્ચે થશે Final મુકાબલો?

English summary
Daawat-E-Ishq is love story that has so much food and a social cause attached. Parineeti Chopra and Aditya Roy Kapoor done a decent job in Daawat-E-Ishq.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X