For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: સરક્રિકમાંથી બે બોટ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

|
Google Oneindia Gujarati News

sir creek
કચ્છ, 9 જાન્યુઆરી: વિવાદિત ભૂમિ સરક્રિક પાસે બીએસએફના જવાનોએ ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરનાર બે બોટોને જપ્ત કરી લીધી છે. ભારતીય જવાનોએ આ બે બોટની સાથે 14 પાકિસ્તાની માછીમારોને પણ કેદમાં લીધા છે.

બીએસએફના એક અધિકારીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે સરક્રીક પાસે આવેલ નલક્રિકમાં ભારતીય જળસીમામાં માછીમારી કરવાના ઉદ્દેશ્યથી આવી ચડેલા 14 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી લીધી અને તેમની બે બોટોને જપ્ત કરી લીધી હતી.

તેમણે જણાવ્યું કે માછીમારોને પોલીસના હવાલે કર્યા પહેલા તેમને કોટેર સ્થિત બીએસએફના યુનિટમાં મોકલવામાં આવશે. પોલીસ તેમને આગળની તપાસ માટે સંયુક્ત તપાસ કેન્દ્રના અધિકારીઓને સોપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરક્રિક એક એવો વિસ્તાર છે જે ભારત અને પાકિસ્તાનની સીમા પર એક વિવાદનો મુદ્દો બની ગયો છે. આ વિસ્તારને પાકિસ્તાનને સોંપી દેવા પર રાજકિય વિવાદો ઉઠ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે સવાલો ઉઠાવી કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા.

English summary
Fourteen Pakistani fishermen were apprehended and two fishing boats seized by the Border Security Force for trespassing into Indian waters near the disputed Sir Creek area, officials said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X