For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બીની કંપની એબી કોર્પ કરી રહી છે ગુજરાતી ફિલ્મ 'સપ્તપદી'નું નિર્માણ

|
Google Oneindia Gujarati News

Swroop Sampat with kids
અમદાવાદ, 23 સપ્ટેમ્બર : બૉલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું પ્રોડક્શન હાઉસ એબી કોર્પ ગુજરાતી ફિલ્મ 'સપ્તપદી'નું નિર્માણ કરશે. 'સપ્તપદી'ની સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નવું બળ મળે એવી આશા સૌ રાખી રહ્યા છે.

આ ફિલ્મમાં ગુજરાતી એક્ટર પરેશ રાવલના પત્ની સ્વરૂપ સંપટ અને ટેલિવિઝન એક્ટર માનવ ગોહિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં આતંકવાદી હૂમલામાં પોતાના માતા-પિતા ગુમાવનાર એક બાળક અને એક દંપતિની વાત છે.

ગુજરાતી ફિલ્મ 'સપ્તપદી' ગુજરાતી કવિ અને લેખક ચંદ્રકાંત શાહ, કાજલ ઓઝા વૈદ્ય અને નિરંજન થડેએ સંયુક્ત રીતે લખી છે. આ ફિલ્મનું દિગ્દર્શન નરંજન થડે એ જ સંભાળ્યું છે. મોર્ડન ગુજરાતી ફિલ્મમાં પરંપરાગત પ્રકારના ગીતો કે ભજનો અને કોશ્ચ્યુમ નહીં હોય. ફિલ્મને આધુનિક લૂક આપવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ અંગે થડેએ જણાવ્યું હતું કે 'ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. એબી કોર્પ એક ગુજરાતી ફિલ્મ નિર્માણ કરે તેવું સૂચન જયા બચ્ચનજીનું હતું. ફિલ્મનું કેટલુંક શૂટિંગ ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં પણ કરવામાં આવ્યું છે.'

English summary
Bollywood mega star Amitabh Bachchan's production house AB Corp will produce a Gujarati film 'Saptapadi'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X