For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાતી લોકગીતમાં પણ છવાયો રીમેકનો ટ્રેન્ડ!

|
Google Oneindia Gujarati News

આપણા કાને ઘણી વખત એવા જૂના ગીતો કંઇક નવા જ અંદાજમાં આવી જતા હોય જેને ખરેખર આપણે ઓળખી પણ નથી શકતા. અને જો ઓળખી જઇએ તો ક્યારેક આપણને એવું પણ થઇ આવે છે કે 'આના કરતા તો જૂનું ગીત મસ્ત હતું!'

મિત્રો આપણા ગુજરાતી લોકગીતના રીમિક્સ ખૂબ જવલ્લે જોવા કે સાંભળવા મળે છે. રીમિક્સ બન્યા હશે પરંતુ તે લોકોના દીલમાં ઘર નહીં કરી શક્યા હોય. એટલે સમયની સાથે તે વિસરાઇ જાય છે. પરંતુ હાલમાં જ યુટ્યૂબ પર ગુજરાતી ગાયક અને સંગીતકાર પીયુષ સોની દ્વારા રીમિક્સ કરવામાં આવેલ ગુજરાતી લોકગીતનો વીડિયો સોંગ ફરતો થયો છે, અને તે લોકોના ખૂબ પસંદ પણ પડી રહ્યો છે. કારણ કે તે મોટાભાગના રીમિક્સની જેમ પકાઉ નથી.

piyush soni
'મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે...' આ ગુજરાતી લોકગીત તમે ક્યારેક સાંભળ્યું હશે, જેને સૌથી પહેલા કોકીલકંઠી દિવાળીબેન ભીલે ગાયું હતું. આ લોકગીતને ગુજરાતી સંગીતકાર પીયુષ સોનીએ રીમિક્સ કર્યું છે અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયો સોંગ હાલમાં યૂટ્યુબ પર મૂકવામાં આવ્યો છે.

આ ગીત પીયુષ સોનીના નવા આલબમ 'મારે ટોડલે બેઠો રે મોર..'નું છે. પીયુષ સોનીએ આ ગીતને જાતે રીમેક કર્યું છે, તેને ગાયું પણ છે અને વીડિયો સોંગમાં અભિનય પણ કર્યો છે. આ ગીત સાંભળીને તમે પણ ગાઇ ઉઠશો કે મારે ટોડલે બેઠો રે મોર....

<center><iframe width="600" height="338" src="//www.youtube.com/embed/jSuyirXbR60" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
New trend in Gujarati Music: folk song remix. mare todle betho re more kya bole remix by piyush Soni.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X