For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીને ‘જીવંત’ કરનાર દિગ્દર્શક એટનબરોનું નિધન : બૉલીવુડની શ્રદ્ધાંજલિ

|
Google Oneindia Gujarati News

લંડન, 25 ઑગસ્ટ : ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીપર ફિલ્મ બનાવનાર અને ઑસ્કારથી સન્માનિત બ્રિટિશ દિગ્દર્શક રિચર્ડ એટનબરોનું નિધન થઈ ગયું છે. ગઈકાલે બપોરે તેમનું નિધન થઈ ગયું. તેઓ 90 વર્ષના હતાં. મહાત્મા ગાંધીના જીવન પર નિર્મિત પોતાની ફિલ્મ ગાંધીને લઈને એટનબરોને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી.

રિચર્ડ એટનબરોના છહ દાયકા લાંબા કૅરિયરમાં તેમની સૌથી ચર્ચિત ફિલ્મ ગાંધી જ રહી હતી. ગાંધીએ સર્વશ્રેષ્ઠ ફિલ્મ સહિત આઠ ઑસ્કાર ઍવૉર્ડ્સ અંકે કર્યા હતાં. તેમના નિધનથી હૉલીવુડ અને બૉલીવુડમાં પણ શોક વ્યાપી ગયો છે. ગાંધી ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવનાર બેન કિંગસ્લેએ પણ રિચર્ડ એટનબરોના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.

ગાંધી ફિલ્મની સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી, તો દર્શકોનો પણ તેને બહુ પ્રેમ મળ્યો હતો. રિચર્ડ એટનબરોને શ્રદ્ધાંજલિ અર્પતાં બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કૅમરને ટ્વીટ કર્યું કે ફિલ્મ બ્રાઇટન રૉકમાં તેમનો અભિનય લાજવાબ હતો. ગાંધીમાં તેમનું દિગ્દર્શન અભૂતપૂર્વ હતું. રિચર્ડ એટનબરો સિનેમાની મહાન શખ્સિયતોમાંના એક હતાં.

રિચર્ડ એટનબરો સફળ ફિલ્મ દિગ્દર્શક ઉપરાંત પીઢ અભિનેતા પણ હતાં. પોતાના કૅરિયર દરમિયાન તેમણે બ્રાઇટન રૉક, બીજા વિશ્વ યુદ્ધના યુદ્ધ કેદીઓ પર બનેલી થ્રિલર ફિલ્મ ધ ગ્રેટ એસ્કેપ તથા ડાયનાસોર પર નિર્મિત જુરાસિક પાર્કમાં અભિનેતા તરીકે કામ કર્યુ હતું. તેમને મિરેકલ ઑન થર્ટી ફૉર્થ સ્ટ્રીટની રીમેકામાં ક્રિસ કિંગલના પાત્ર માટે પણ ઓળખવામાં આવે છે.

ચાલો તસવીરો સાથે જોઈએ વધુ વિગતો :

ગાંધીને જીવંત કરનું નિધન

ગાંધીને જીવંત કરનું નિધન

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીપર ફિલ્મ બનાવનાર અને ઑસ્કારથી સન્માનિત બ્રિટિશ દિગ્દર્શક રિચર્ડ એટનબરોનું નિધન થઈ ગયું છે. ગઈકાલે બપોરે તેમનું નિધન થઈ ગયું. તેઓ 90 વર્ષના હતાં. મહાત્મા ગાંધીના જીવન પર નિર્મિત પોતાની ફિલ્મ ગાંધીને લઈને એટનબરોને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી.

આઠ ઑસ્કાર ઍવૉર્ડ્સ

આઠ ઑસ્કાર ઍવૉર્ડ્સ

રિચર્ડ એટનબરોના છ દાયકા લાંબા કૅરિયરમાં તેમની સૌથી ચર્ચિત ફિલ્મ ગાંધી જ રહી હતી. ગાંધીએ સર્વશ્રેષ્ઠ ફિલ્મ સહિત આઠ ઑસ્કાર ઍવૉર્ડ્સ અંકે કર્યા હતાં.

કૅમરનની શ્રદ્ધાંજલિ

કૅમરનની શ્રદ્ધાંજલિ

રિચર્ડ એટનબરોને શ્રદ્ધાંજલિ અર્પતાં બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કૅમરને ટ્વીટ કર્યું કે ફિલ્મ બ્રાઇટન રૉકમાં તેમનો અભિનય લાજવાબ હતો. ગાંધીમાં તેમનું દિગ્દર્શન અભૂતપૂર્વ હતું. રિચર્ડ એટનબરો સિનેમાની મહાન શખ્સિયતોમાંના એક હતાં.

મિયા ફેરો

મિયા ફેરો

અભિનેત્રી મિયા ફેરોએ ટ્વીટ કર્યું - મેં પોતાના કામની સફરમાં જેટલા લોકો સાથે કામ કર્યુ છે, તેમાં રિચર્ડ એટનબરો સૌથી શ્રેષ્ઠ હતાં. તેઓ રાજકુમાર હતાં. તેમને શ્રદ્ધાંજલિ અને આભાર.

આલોક નાથ

આલોક નાથ

ગાંધી ફિલ્મ સાથે અભિનય કૅરિયર શરૂ કરનાર આલોક નાથે જણાવ્યું - રિચર્ડ એટનબરોની ફિલ્મમાં મને એક મિનિટનો રોલ મળ્યો હતો, પણ તેમની સાથે મારી વાતચીત બહુ યાદગાર છે. નિર્માતા તરીકે તેઓ ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરતા હતાં. આપણા માટે એટનબરો તેવી વ્યક્તિ હતી કે જેમણે મહાત્મા ગાંધીની ફરીથી આપણી સામે ઊભો કર્યો હતો. આ અગાઉ કોઈ ભારતીયે એવુ નહોતુ કર્યું. રિચર્ડ એટનબરો અભિનેતા, દિગ્દર્શક અને મહાન વ્યક્તિ હતાં. આલોક નાથે ગાંધી ફિલ્મમાં તૈયબ મોહમ્મદનો નાનકડો રોલ કર્યો હતો.

અનિલ કપૂર

અનિલ કપૂર

મેં મહાત્મા વિશે સ્કૂલના ઇતિહાસના પુસ્તકો કરતા એટનબરોની ફિલ્મ ગાંધીમાંથી વધુ માહિતી મેળવી.

અનુપમ ખેર

અનુપમ ખેર

રિચર્ડ એટનબરો સર માટે ગાંધીની કાસ્ટિંગ વખતે જ મનમાં સન્માન છે. તેઓ અનોખા માણસ અને મહાન દિગ્દર્શક હતાં. શ્રદ્ધાંજલિ.

રાકેશ ઓમપ્રકાશ મહેરા

રાકેશ ઓમપ્રકાશ મહેરા

સિનેમાની મહાન હસ્તીઓમાંના એક લૉર્ડ એટનબરો ગુજરી ગયાં. તેઓ હંમેશા લોકોના દિલોમાં જીવતા રહેશે.

સુજીત સરકાર

સુજીત સરકાર

એકમાત્ર બાયોપિક ફિલ્મ કે જેની ઉપર અમને ગૌરવ છે, તે છે ગાંધી.

સંજય ગુપ્તા

સંજય ગુપ્તા

તેમણે મારી મનપસંદ ભારતીય ફિલ્મ ગાંધી બનાવી.

શોભા ડે

શોભા ડે

રિચર્ડ એટનબરોએ દુનિયાને બતાવ્યું કે એક મહાત્મા હકીકતમાં પૃથ્વી પર આવ્યા હતાં.

English summary
Richard Attenborough, an Oscar-winning British film director known for the monumental film 'Gandhi', died at the age of 90 Sunday, media reported Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X