For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા 100 કરોડની યોજના : આનંદીબેન પટેલ

|
Google Oneindia Gujarati News

હાલોલ, 21 ઓગસ્ટ : ગુજરાતના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે રાજયમાં નાના અને લઘુ ઉદ્યોગો MSMEને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ સાથે લઘુ ઊદ્યોગ પ્રોત્‍સાહન યોજના અમલી બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ પ્રતિબદ્ધતા તેમણે પંચમહાલ જિલ્લાના હાલોલમાં ટોટો ઇન્‍ડીયા ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાયવેટ લિમીટેડના સેનેટરી વેર પ્‍લાન્‍ટનું ઉદ્દઘાટન કરતાં સમયે વ્‍યકત કરી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે રાજયમાં આ પ્રોત્‍સાહન યોજના અન્‍વયે આગામી ત્રણ વર્ષમાં એક લાખ નવા એકમો ઊભા કરીને યુવાધનને રોજગાર અવસર પૂરા પાડવામાં આવશે.

નોંધનીય છે કે મિત્‍સુઇ એશિયા પેસિફિક અને મિત્‍સુઇ કંપની તથા ટોટો ઇન્‍ડસ્‍ટ્રીઝ જાપાનના સહયોગથી ગુજરાતના હાલોલ ઔદ્યોગિક વસાહતમાં રૂપિયા 350 કરોડના ખર્ચે સ્‍થાપિત આ પ્‍લાન્‍ટ માટેના સમજૂતિ કરાર વર્ષ 2011ના વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમિટમાં સંપન્‍ન થયા હતા. ટોટો ઇન્‍ડસ્‍ટ્રીઝના આ નવિન પ્‍લાન્‍ટમાં 300થી વધારે સ્‍થાનિક યુવાનોને રોજગારની તક પ્રાપ્ત થઇ છે.

toto-plant-inaugration-halol-gujarat

મુખ્યમંત્રી આનંદીબેને ગુજરાતમાં ઔદ્યોગિક નીતિ અને સિંગલ વિન્‍ડો પધ્‍ધતિ દ્વારા ઊદ્યોગ સ્‍થાપના માટેની મંજુરીઓ ઝડપથી પ્રાપ્ત થતી હોવાથી વિશ્‍વભરના ઊદ્યોગકારો માટે ગુજરાત શ્રેષ્‍ઠ પસંદગીનું સ્‍થળ બન્‍યું છે તેનો આનંદ વ્‍યકત કર્યો હતો.

આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે નાના-લધુ-મધ્‍યમ ઔદ્યોગિક એકમો માટે GIDC અને ખાનગી ડેવલપર્સ દ્વારા ઉભી કરાનારી વસાહત અને તેની સંલગ્ન સુવિધા માટે રાજય સરકાર સહાય આપશે. GIDCમાં હાલ ખાલી જમીનના પ્‍લોટની હરાજી ન કરતાં SME ઔદ્યોગિક એકમોને ઉદ્યોગ શરૂ કરવા માટે બહુમાળી બિલ્‍ડીંગ રાજય સરકાર તૈયાર કરી આપશે. આ ઉપરાંત GIDCના હયાત એસ્‍ટેટમાં જગ્‍યાની ઉપલબ્‍ધતાને ધ્‍યાનમાં લઇને નાના એકમો માટે અલાયદી જગ્‍યા પણ ફાળવવામાં આવશે.

મુખ્‍યમંત્રીએ જણાવ્યું કે રાજયમાં જરૂરિયાત અનુસાર માઇક્રો સ્‍મોલ એકમો માટે GIDCની 50 હેકટર સુધીની નવી ખાસ વસાહતો ઉભી કરવામાં આવશે તથા આવી યોજના અન્‍વયે માઇક્રો-સ્‍મોલ એકમોને GIDCમાં શેડ કે પ્‍લોટ વાજબી ભાવે મળે તે માટેની 50 ટકા રકમ રાજય સરકાર ભોગવશે.

માઇક્રો અને સ્‍મોલ ઔદ્યોગિક એકમો માટે એક/બે હેકટરની મર્યાદામાં આશરે 500 ચોરસ ફીટની જગ્‍યા ધરાવતા ગાળા જેવા શેડ જો ખાનગી ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવશે તો, આવા ડેવલપર્સને કેપિટલ કોસ્‍ટ (મૂડી કિંમત)માં 50 ટકા સુધીની સહાય પણ રાજય સરકાર આપશે.

MSME ઔઘોગિક એકમો તૈયાર શેડ ભાડા પર લે તો, ભાડાની રકમના 50 ટકા જેટલી સહાય ત્રણ વર્ષ માટે શહેરી ક્ષેત્રમાં વાર્ષિક રૂપિયા 50,000ની મર્યાદામાં અને ગ્રામીણ ક્ષેત્રમાં રૂપિયા 25,000ની મર્યાદામાં આપવાની વિસ્‍તૃત વિગતો આપતાં મુખ્‍યમંત્રીએ રાજયમાં આવેલા ઔદ્યોગિક વિસ્‍તારોમાં ક્રિટીકલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પૂરૂં પાડવા રાજયના વર્તમાન બજેટમાં રૂપિયા 244 કરોડ ફાળવવામાં આવ્‍યા હોવાનું જણાવ્યું હતું.

English summary
100 crore scheme to promote small industries in Gujarat: Anandiben Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X