For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 જુલાઇ, 2014 : ગુજરાતના સમાચારોની હાઇલાઇટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહેવા માટે નીચે આપેલી સ્લાઇડર પર ક્લિક કરતા જાવ...

પાકિસ્તાનને ગુજરાતના વિકાસ મોડેલમાં પણ રસ

પાકિસ્તાનને ગુજરાતના વિકાસ મોડેલમાં પણ રસ


આજે પાકિસ્તાનના ચાર અધિકારીઓએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો હતો. તેઓ આ અભ્યાસ બાદ તેનું અમલીકરણ પાકિસ્તાનમાં રાવી નદીના વિકાસમાં કરશે. આ અંગે લાહોરના કમિશનર રશિદ મહેમૂડ લાંગ્રીયલે જણાવ્યું કે અત્યારે તો અમે સાબરમતી રિવરફ્રન્ટનો જ અભ્યાસ કરવા આવ્યા છીએ. જો કે પાકિસ્તાનને ગુજરાતના વિકાસ મોડેલમાં રસ છે. આ માટે અલગ ટીમ મુલાકાત લેશે અને ગુજરાતના અધિકારીઓને પાકિસ્તાન પણ આમંત્રિત કરાશે.

ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટના સાઇટ ક્લીયરન્સને સરકારની મંજૂરી

ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટના સાઇટ ક્લીયરન્સને સરકારની મંજૂરી


ગુજરાતના અમદાવાદ પાસેના ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટના સાઇટ ક્લીયરન્સ માટેની મંજુરી આજે સરકારે આપી દીધી છે. સોમવારે લોકસભામાં રાજ્ય કક્ષાના ઉડ્ડયન પ્રધાન જી એમ સિદ્ધેશ્વરાએ અમદાવાદમાં ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટને મંજુરી આપી દેવામાં આવી હોવાની માહિતી આપી હતી. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા વર્ષ 2014માં તેને વિકસાવાશે.

સરકાર શાળા પ્રવેશોત્સવને બદલે ભરતી ઉત્સવ યોજે : શક્તિસિંહ

સરકાર શાળા પ્રવેશોત્સવને બદલે ભરતી ઉત્સવ યોજે : શક્તિસિંહ


આજે વિધાનસભામાં શિક્ષણ, નાગરિક પુરવઠો, બંદર અને વાહન વ્‍યવહાર વિભાગના બજેટની માંગણી પરની ચર્ચાનો પ્રારંભ કરતા કોંગ્રેસના ધારાસભ્‍ય શકિતસિંહ ગોહિલે રાજયની શાળાઓમાં શિક્ષકો અંગેની સરકારની નીતિની ટીકા કરતા જણાવ્‍યુ હતું કે રાજય સરકારે શાળા પ્રવેશોત્‍સવને બદલે ખરેખર તો ભરતી ઉત્‍સવ યોજવાની જરૂર છે. કારણ કે આજે ખેતમજુરના દૈનિક વેતન કરતા પણ ઓછુ વેતન વિદ્યા સહાયકો અપાય છે.

ગુજરાતમાં 3 નવા બંદર વિકસાવાશે

ગુજરાતમાં 3 નવા બંદર વિકસાવાશે


આજે વિધાનસભામાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે રાજ્યમાં વર્તમાન સમયમાં ચાર ખાનગી પોર્ટ (બંદર) પીપાવાવ, મુંદ્રા, દહેજ અને હજીરા આવેલા છે. હવે રાજ્યમાં બીજા ત્રણ નવા ખાનગી બંદરો બનવા જઇ રહ્યા છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છારા, ભરૂચ જિલ્લામાં આવેલા દહેજમાં અને વલસાડ જિલ્લામાં આવેલા નાગરોલમાં નવા પોર્ટ બનાવાશે. અત્યાર સુધીમાં પોર્ટ પાછળ રાજ્યમાં રૂપિયા 30,000 કરોડનું રોકાણ આવ્યું છે.

જૂનાગઢ મનપાનું ચૂંટણી પરિણામ

જૂનાગઢ મનપાનું ચૂંટણી પરિણામ


જૂનાગઢ મનપાની રવિવાર, 20 જુલાઇએ યોજયેલી ચુંટણીનું પરિણામ 22 જુલાઇ, મંગળવારે બપોર સુધીમાં આવી જશે. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 20 વોર્ડની 59 બેઠકો માટે 40 રાઉન્‍ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં કયા ઉમેદવારનું ભાવિ ચમક્યું છે તે મંગળવારે બપોર સુધીમાં ખબર પડી જશે. નોંધનીય છે કે વર્ષ 2009માં યોજાયેલી ચૂંટણીમાં 56.28 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વર્ષે મતદાનની ટકાવારીમાં 2011 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઇ કાલે 54.17 ટકા મત પડયા હતા. બે નાના બનાવોને બાદ કરતા મતદાન શાંતિથી સંપન્ન થયું હતું.

વડોદરામાં PSIની રિવોલ્વરથી મિત્રનું મરણ

વડોદરામાં PSIની રિવોલ્વરથી મિત્રનું મરણ


અમદાવાદના રહેવાસી અને કરજણ વિસ્તારમાં સેકન્ડ પીએસઆઇ ટી એન સિંહની રિવોલ્વરમાંથી થયેલા અચાનક ફાયરિંગને પગલે મિત્ર અશોક તૈલાના માથાની આરપાર નીકળી હઈ હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પીએસઆઇના મિત્ર અમદાવાદથી પત્ની સાથે સવારે જ તેમના ઘરે આવેલા હતા. પીએસઆઇ ન્હાવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

English summary
21 July, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X