For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 જુલાઇ, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહેવા માટે નીચે આપેલી સ્લાઇડર પર ક્લિક કરતા જાવ...

ગુજરાત 4000 મેગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતું થશે

ગુજરાત 4000 મેગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતું થશે


આજે રાજ્ય સભામાં પરમાણુ ઉર્જા ઉત્પાદન સંદર્ભના પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે વર્તમાન સમયમાં ગુજરાતના કાકરાપાર ખાતે 220 મેગાવોટના પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWRs)ના બે યુનિટ કાર્યરત છે. કાકરાપાર ખાતે જ 700 મેગાવોટના અન્ય બે PHWRs યુનિટ્સનું બાંધકામ ચાલું છે. હવે આગામી પંચવર્ષીય યોજનામાં ભાવનગરના છાયા અને મીઠીવીરડી બે સ્થળોએ એક એક 1100 મેગાવોટના લાઇટ વોટર રિએક્ટર્સ અમેરિકાના સહયોગથી સ્થાપવામાં આવશે. તમામ પ્રોજેક્ટ કાર્યરત બનતા ગુજરાતમાં અંદાજે 4000 મેગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પન્ન થશે.

બ્રિટન ગુજરાતમાં ડેપ્યુટી હાઇ કમિશનર ઓફિસ ખોલશે

બ્રિટન ગુજરાતમાં ડેપ્યુટી હાઇ કમિશનર ઓફિસ ખોલશે


આજે બ્રિટનના રાજ્ય કક્ષાના ઉર્જા અને ક્લાઇમેટ ચેન્જ સચિવ શ્રીમાન એડવર્ડ દેવેએ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે ગુજરાત અને બ્રિટન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે તેઓ અમદાવાદ ખાતે ડેપ્યુટી હાઇ કમિશનર ઓફિસ શરૂ કરશે. બીજી તરફ મુખ્યમંત્રીએ તેમને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

ગિફ્ટ સિટિએ સ્માર્ટ સિટીના પ્રથમ તબક્કા પર કામ શરૂ કર્યું

ગિફ્ટ સિટિએ સ્માર્ટ સિટીના પ્રથમ તબક્કા પર કામ શરૂ કર્યું


દેશમાં સ્માર્ટ સિટી બનાવવાની હજી વાતો ચાલી રહી છે. ત્યારે ગુજરાત તેમાં એક કદમ આગે છે. ગુજરાતમાં માઇક્રોસોફ્ટ દ્વારા સુરતમાં સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. બીજી તરફ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ એન્ડ ટેક સિટી (GIFT)એ તેની સ્માર્ટ સિટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. હવે તેમાં વીજળી, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓનું કામ શરૂ કરવામાં આવશે.

OMG! આળસુ બાબુઓએ ગુજરાતની બજેટ સામગ્રી કોપી-પેસ્ટ કરી તૈયાર કરી

OMG! આળસુ બાબુઓએ ગુજરાતની બજેટ સામગ્રી કોપી-પેસ્ટ કરી તૈયાર કરી


બુધવારે ગુજરાત વિધાનસભામાં અબડાસાના કૉન્ગ્રેસી વિધાનસભ્ય શક્તિસિંહ ગોહિલે સ્પીકર વજુભાઈ વાળાનું ધ્યાન દોર્યું હતું કે આ વર્ષની બજેટ સામગ્રી તો સરકારી અધિકારીઓએ ગયા વર્ષના બજેટની સામગ્રીમાંથી સીધું કોપી-પેસ્ટ કરીને આ વર્ષના પબ્લિકેશન તરીકે છપાવી દીધી છે. આ કારણે નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારનું નાક તો કપાયું જ હતું સાથે ગુજરાત સરકારને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. જેના પગલે રાજ્યસરકારે વિધાનસભામાં કબૂલાત કરી હતી કે હા, સંબંધિત મંત્રાલયના અધિકારીઓએ ગયા વર્ષના બજેટની સામગ્રીમાંથી કેટલાંક પાનાં કૉપી-પેસ્ટ કરીને આ વર્ષના પ્રકાશન તરીકે છાપવા મોકલી આપ્યાં હતાં એટલું જ નહીં, આ રીતે છપાયેલી સામગ્રીનું વિતરણ વિધાનસભ્યોને પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં શુક્રવાર સુધી ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં શુક્રવાર સુધી ભારે વરસાદની ચેતવણી


ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ-મધ્‍ય પ્રદેશ તથા તેની આસપાસના વિસ્‍તારમાં હવાનું હળવું દબાણ સર્જાવાને કારણે હવે ચોમાસુ હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જેના કારણે બુધવારથી 72 કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્રમાં ભારે વરસાદ બાદ હવાનું આ હળવું દબાણ નબળું પડી શકે છે.

વનબંધુ કલ્‍યાણ બીજા તબક્કા માટે 40,000 કરોડ

વનબંધુ કલ્‍યાણ બીજા તબક્કા માટે 40,000 કરોડ


દિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના 15 જિલ્લાના 47 જેટલા તાલુકામાં વસતા રાજ્‍યની કુલ વસ્‍તીના 15 ટકા એટલે કે 90 લાખ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના ચલાવે છે. નરેન્‍દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પાંચ વર્ષ માટે રૂપિયા 15,000 કરોડની વનબંધુ કલ્‍યાણ યોજના અમલમાં મુકી હતી. જો કે આ યોજના હેઠળ રૂપિયા 17,000 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. હવે આગામી પાંચ વર્ષમાં વનબંધુ કલ્‍યાણ યોજનાના બીજા તબક્કા માટે રૂપિયા 40,000 કરોડ ખર્ચ કરવાનું આયોજન કરાયું છે.

વિસ્મય શાહ કેસ : સાક્ષી મિતેશે નિવેદન નોંધાવ્યું

વિસ્મય શાહ કેસ : સાક્ષી મિતેશે નિવેદન નોંધાવ્યું


ગુજરાતના ચર્ચાસ્પદ રહેલા BMW હિટ એન્‍ડ રન કેસમાં સાક્ષી મિતેષ શાહે આરોપી વિસ્‍મય શાહ વિરૂદ્ધ નિવેદન નોંધાવતા કેસમાં નવો વળાંક આવ્‍યો છે. સાક્ષી મિતેષ શાહે આરોપી વિસ્‍મયને ઓળખી બતાવ્‍યો હતો. આ ઉપરાંત કોર્ટ સમક્ષ અકસ્‍માતના દિવસે બનેલી સમગ્ર ધટનાનું વર્ણન પણ કર્યું હતું. સાક્ષીએ વિસ્‍મય વિરૂદ્ધ જુબાની આપતા તેની સામેનો કેસ મજબુત બન્‍યો છે. અમદાવાદના જજીસ બંગલો વિસ્‍તારમાં 112 કિમી ઝડપે BMW કાર હંકારી બે યુવાનો રાહુલ પટેલ અને શિવમ દવેનો જીવ લેનાર આરોપી વિસ્‍મય શાહના કેસમાં ચાર સાક્ષીઓ હોસ્‍ટાઈલ (ફરી જનાર સાક્ષી) થયા હતા. ત્યાર બાદ સાક્ષી મિતેષભાઈ શાહે વિસ્‍મય શાહ વિરૂદ્ધ જુબાની આપી હતી.

ગુજરાતમાં 40 PSIની બદલી

ગુજરાતમાં 40 PSIની બદલી


ગુજરાતમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટરોની તાત્‍કાલિક અસરથી બદલી કરવાના આદેશ મંગળવારે જાહેર કરવામાં આવ્‍યા હતા. તાત્‍કાલિક અસરથી બદલીના આદેશ જારી કરવામાં આવ્‍યા બાદ પોલીસ બેડામાં બદલીઓને લઇને ચર્ચાનો દોર રહ્યો હતો.

કેનેડાના હાઇકમિશનર CM આનંદીબેન પટેલને મળ્યા

કેનેડાના હાઇકમિશનર CM આનંદીબેન પટેલને મળ્યા


બુધવારે ગુજરાતના મુખ્યમંત્રીને કેનેડાના હાઇકમિશ્નર મળ્યા હતા. ભારતસ્‍થિત હાઈકમિશ્‍નર સ્‍ટીવર્ટ બેકએ શુભેચ્‍છા મુલાકાત લઈને રાજ્‍યની વિકાસયાત્રાના મહિલા સુકાની તરીકેના અભિનંદન પાઠવ્‍યા હતા. કેનેડા વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ2015 પાર્ટનર કન્‍ટ્રી છે ત્‍યારે મુખ્‍યમંત્રીએ એક ઉચ્‍ચસ્‍તરીય ડેલીગેશન આ સમિટમાં ભાગ લઈ ટ્રેડ-કોમર્સ-ઈન્‍ડસ્‍ટ્રીયલ ઈનોવેશન, ટુરિઝમ, સ્‍કિલ ડેવલપમેન્‍ટના ક્ષેત્રોમાં ગુજરાત સાથેની પરસ્‍પર ભાગીદારીનું કરવા ઉપરાંત કુદરતી ગેસ, તેલ જેવા પ્રાકૃતિક સંસાધનોના વિકાસ અને એક્‍સપ્‍લોરેશન અંગે ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીએ નવરાત્રિ મહોત્‍સવમાં કેનેડામાં વસતા બિનનિવાસી ગુજારતીઓ ઉજવણીમાં સહભાગી થાય તેવી અપેક્ષા પણ મુખ્‍યમંત્રીએ વ્‍યક્‍ત કરી હતી.

સ્વીસ રાજદૂત સાથે મુખ્યમંત્રીની મુલાકાત

સ્વીસ રાજદૂત સાથે મુખ્યમંત્રીની મુલાકાત


બુધવારે ગાંધીનગરમાં ખ્‍યમંત્રી આનંદીબેન પટેલની આજે સ્‍વીત્‍ઝરલેન્‍ડના ભારતસ્‍થિત એલચી (એમ્‍બેસેડરે) લિનસ વોન કેત્‍સલમૂરે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. કેત્‍સલમૂર વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ-2011માં ગુજરાત સાથે થયેલા રોકાણ કરારની ફલશ્રુતિએ ભરૂચમાં ઝધડીયા નજીક પ્‍લાન્‍ટના ઉદધાટન અવસરે આવ્‍યા છે અને આજે મુખ્‍યમંત્રીને મળીને તેમણે ગુજરાતની સફળ વિકાસયાત્રાનું સુકાન સંભાળવા અંગે અભિનંદન પાઠવ્‍યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આગામી વાયબ્રન્‍ટ ગુજરાત-2015માં ભાગ લેવા આવવાનું નિમંત્રણ શ્રી કેત્‍સલમુરને પાઠવ્‍યું હતું.

વિદ્યાર્થી - શિક્ષકોનો રેશિયો નહીં જાળવનારી કોલેજોની મંજુરી રદ થશે

વિદ્યાર્થી - શિક્ષકોનો રેશિયો નહીં જાળવનારી કોલેજોની મંજુરી રદ થશે


ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટીએ દ્યાર્થીઓની સંખ્‍યાના આધારે શૈક્ષણિક સ્‍ટાફ હોવો જોઈએ તેવી સ્‍પષ્ટ જોગવાઈ હોવા છતાં રાજ્‍યની અનેક એન્‍જીનીયરીંગ કોલેજોમાં વિદ્યાર્થી અને શૈક્ષણિક સ્‍ટાફનો રેશિયો જળવાતો નથી એવી કોલેજોની મંજુરી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાં લેવાશે તો વર્ષે રાજ્‍યમાં 5000 બેઠકનો ધટાડો થવાની સંભાવના છે.

ઉત્‍પાદકો માટે બીજ નોંધણી કાર્યક્રમ જાહેર

ઉત્‍પાદકો માટે બીજ નોંધણી કાર્યક્રમ જાહેર


જરાત રાજ્‍ય બીજ - માણન એજન્‍સી, અમદાવાદ દ્વારા બીજ ઉત્‍પન્‍્ના કરતી સંસ્‍થાઓ અને બીજ ઉત્‍પાદકો માટે જુદા જુદા પાકોની નોટીફાઈડ જાતના બીજ માણન કાર્યક્રમ માટે નોંધણી કરવામાં આવે છે. નોંધણીની અંતિમ તારીખો જાણવા માટે જરાત રાજ્‍ય બીજ - માણન એજન્‍સીની કચેરીનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં ડોક્ટર્સની ઘટ 31 ટકા કેમ?

ગુજરાતમાં ડોક્ટર્સની ઘટ 31 ટકા કેમ?


ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અની સિધ્‍ધપુરના ધારાસભ્‍ય બલવંતસિંહ રાજપુતે વિધાનસભામાં જણાવ્યું છે કે કર્ણાટક જેવા રાજયમાં 10 ટકા ડોકટરોની ઘટ છે. જયારે ગુજરાતમાં 31 ટકા ડોકટરોની ઘટ છે. અને દેશમાં 12 ટકા ડોકટરોની ઘટ છે. ગુજરાતમાં 94 ટકા ગ્રામીણ આરોગ્‍ય કેન્‍દ્રમાં રોગોના નિષ્‍ણાંત ડોકટરો નથી. અમદાવાદ જેવા શહેરમાં 54 ટકા ડોકટરોની ઘટ છે. રાજય સરકારે આ તમામ ગ્રામીણ આરોગ્‍યની સુવિધા માટે બજેટના અંદાજો મોટા મુકવામાં આવે છે પરંતુ રાજય સરકાર ખર્ચ કરતા નથી જેના કારણે આવી પરિસ્‍થિતિ ઉભી થઇ છે.

English summary
24 July, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X