For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બનેલી વિશ્વમાં સૌથી મોટી સાયફન કેનાલની 5 ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 15 ઓગસ્ટ : પાટણ જિલ્લામાં 68મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુરુવાર, 14 ઓગસ્ટ, 2014ના રોજ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટણના સાંતલપુર તાલુકાના ઝઝામ ખાતે રૂપિયા 386 કરોડના ખર્ચે નિર્મિત ઈજનેરી કૌશલ્યની અજાયબી સમાન 2550 મીટર એટલે કે 2.5 કિલોમીટરની સાયફન કેનાલ તથા કચ્છ શાખા નહેરની સાંકળતી 45થી 82 કિલોમીટરના કામોનું લોકાર્પણ કર્યું હતું.

સાયફન નહેરના નિર્માણથી 82 કિલોમીટરના વિસ્તારમાં આવતા કચ્છના 182 ગામોનો લાકો સુધી નર્મદાનું પીવાનું પાણી પહોંચશે. આ સાયફન કેનાલ તૈયાર કરનારા ઇજનેરોનો દાવો છે કે હવે વિશ્વની સૌથી મોટી સાયફન કેનાલ ગુજરાતમાં બની છે.

કોઇ પણ નહેર પર સૌથી મોટી સાયફન કેનાલનો રેકોર્ડ અત્યાર સુધી અમેરિકાના નામે હતો. અમેરિકામાં આ સાયફન કેનાલ દક્ષિણ કેલિફોર્નિયામાંથી વહેતી નદીની અંદર બનાવવામાં આવી છે. તેની લંબાઇ 2 કિલોમીટર છે. જ્યારે ગુજરાતમાં બનાવવામાં આવેલી સાયફન કેનાલ 2.5 કિલોમીટર લાંબી છે. આ કારણે વિશ્વની સૌથી મોટી સાયફન કેનાલનો રેકોર્ડ હવે ગુજરાતના નામે થયો છે.

ગુજરાતમાં સાયફન કેનાલના નિર્માણ પાછળના કારણે અને રેકોર્ડ બ્રેક કરતી રસપ્રદ વિગતો જાણવા આગળ ક્લિક કરો...

શા માટે બનાવવામાં આવી સાયફન કેનાલ?

શા માટે બનાવવામાં આવી સાયફન કેનાલ?


બનાસકાંઠાથી કચ્છ જતી નર્મદા કેનાલમાં સાંતલપુરના ઝાઝમથી ફાંગલી જવાના માર્ગમાં શેણી નદી આવે છે. શેણી નદી કચ્છના નાના રણ અને મોટા રણને જોડતી કડી છે. નદીની ઊંડાઈ લગભગ 18 મીટર જેટલી છે. આ નદી પર નર્મદાની કેનાલ બનાવવી હોય તો ઓછામાં ઓછી 50થી 55 લાખ ઘનમીટર સારી ગુણવત્તાવાળી માટીથી તેનું પૂરાણ કરવું પડે એમ હતું. આટલી માટી સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ન હોવાથી તે બહારથી લાવવી પડે તેમ હોવાથી નર્મદા વિભાગે આ શેણી નદીની નીચે સાયફન કેનાલ નહેરને આગળ લઈ જવા નિર્ણય કર્યો. આ માટે સાયફન બનાવવાનો ખર્ચ રૂપિયા 154.53 કરોડ થયો છે.

કેવી રીતે કરાયું સાયફન કેનાલનું બાંધકામ?

કેવી રીતે કરાયું સાયફન કેનાલનું બાંધકામ?


આ સાયફન કેનાલ આધુનિક ઈજનેરી કલા કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. ભૂગર્ભમાં 6.2 મીટરના ચાર બેરલ જોડીને સાયફનમાં 85 જેટલા બ્લોક રાખવામાં આવ્યા છે. 30-30 મીટરના અંતરે મૂકાયેલા આ RCC બ્લોકમાંથી નર્મદાનું પાણી નદી પાર કરીને આગળ વધશે. સાયફનના આગળના ભાગે રેડીયલ દરવાજા મુકાયા છે. જેને ઓપરેટ કરવા કેબિન મુકાયા છે.

ગુજરાતમાં સાયફન કેનાલથી શું ફાયદો?

ગુજરાતમાં સાયફન કેનાલથી શું ફાયદો?


સાયફન કેનાલનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં મોટો ખર્ચો અને માનવશ્રમની મોટી બચત થાય છે. તેમાં ખાસ એન્જીનિયરિંગની જરૂર રહેતી નથી. ગુજરાતમાં સાયફનથી બે ફાયદા થશે. એક તો નદીનું ખારૂ પાણી તેની ઉપરથી વહી જશે. જેથી ખારૂ પાણી નર્મદા કેનાલના પાણીમાં ભળશે નહીં. અને બીજું નદીનું વહેણ પણ આસાનીથી સાયફનની ઉપર વહેતુ રહેશે. જેથી આજુ બાજુના ગામડામાં કે નાલના અવરોધથી થતુ નુકસાન પણ અટકી જશે.

સાયફન કેવો અને કેવી રીતે બંધાયો?

સાયફન કેવો અને કેવી રીતે બંધાયો?


2.32 ઘનમીટર સિમેન્ટ ક્રોંકિટ
18,000 મેટ્રીક ટન લોખંડ વપરાયું
80,000 મેટ્રીક ટન સિમેન્ટ વપરાયો
30 મીટર પહોળાઇમાં ચાર બેરલ

કેનાલની મંજૂરી બાકી

કેનાલની મંજૂરી બાકી


આ કેનાલ અભ્યારણ્યમાંથી પસાર થતી હોવાથી કેન્દ્રની મંજૂરી મળતી ન હતી. જો કે આ કેનાલને મંજૂરી મળ્યા પછી હજુ સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીની મંજૂરી બાકી છે, તે મંજૂરી મળ્યા પછી કેનાલનું કામ અભ્યારણ્યમાં ચાલુ થઇ શકશે. આ સાથે પાલાર અભ્યારણ્યમાં પણ ફેરફાર કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. ઉપરાંત છ ખાનગી માઇનિંગને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

English summary
5 things to know about World largest Siphon canal built in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X