For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રોમાં ફરી છબરડો થતા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાં હંગામો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 ઓગસ્ટ : ગુજરાત હાઉસિંગ બોર્ડે તૈયાર કરેલા સસ્તાં મકાનોની ફાળવણી માટે યોજવામાં આવેલા ડ્રોમાં ફરી છબરડો થતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મુદ્દે અનેક અરજદારોએ અમદાવાદમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાં પહોંચી જઇને હોબાળો મચાવ્યો હતો. લોકોનો ભારે આક્રોશ જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અરજદારોએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડના ડ્રોમાં ફરી એક વખત મોટો છબરડો બહાર આવ્યો છે. અગાઉના ડ્રોમાં માત્ર ઓનલાઈન અરજદારોને મકાન લાગ્યું હોવાના છબરડાને લઈ લોકોના આક્રોશને પગલે ડ્રો રદ કી ફરી કરવામાં આવ્યો હતો.

ghb-office

હવે બીજી વખતના ડ્રોમાં તો ગુજરાત હાઉસીંગ બોર્ડના અનેક છબરડા બહાર આવ્યા. જેમાં ચૈનપુરની સ્કીમ માટે ભરેલા ફોર્મના અરજદારને બરોડા મકાન લાગ્યું છે. જયારે મોબાઈલમાં મકાન લાગ્યુ હોવાનો SMS આવ્યા હોય તેવા અરજદારોના મકાનના લિસ્ટમા નામો પણ નથી.

આ ઉપરાંત એક જ મકાન બેથી ત્રણ લોકોને ફાળવ્યા હોવાના છબરડા બહાર આવ્યા છે. ગુજરાત હાઉસિંગ બો્ર્ડના આવા છબરડાથી અરજદારોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ કારણે આક્રોશ સાથે તેમણે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસે હોબાળો મચાવ્યો હતો.

ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસે મોટી સંખ્યમા લોકોએ હંગામો મચાવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો.પોલીસે અરજદારોને સમજાવવાનો પ્રયાસ કયો હતો. પરંતુ બીજી વખત પણ છબરડા બહાર આવતા લોકોનો રોષ વધ્યો છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડમા કોમ્યુટરાઈઝ્ડ ડ્રોમાં થયેલા છબરડાથી રોષે ભરાયેલા લોકોએ ફરી ડ્રોની માગંણી કરી છે. આ સાથે એવી પણ માંગણી કરી છે કે ડ્રો જૂની ચિઠ્ઠીની પધ્ધતિથી યોજવામાં આવે.

English summary
Ado at Gujarat Housing Board office in Ahmedabad for failed draw.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X