For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં 13 વર્ષના તરૂણ કાર ચાલકે 6 લોકોને કચડ્યા, 3ના મોત

|
Google Oneindia Gujarati News

accident
અમદાવાદ, 23 જુલાઇ: ગુજરાતના અમદાવાદના દાણીલિમડા વિસ્તારમાં આવેલ પિરાણા-બહેરામપુરા રોડ પર એક તરૂણ કાર ડ્રાઇવરે ફુટપાથ પર ઊંઘી રહેલા 6 લોકોને અડફેટે લઇ લીધા. આ ઘટના ગઇકાલ રાત્રે લગભગ અઢી વાગ્યાની છે. જાણકારી અનુસાર પૂરપાટ આવેલી આઇ20 કાર બેકાબૂ બનીને ફુટપાથની પાસે બનેલી ઝોપડીમાં ઘુસી ગઇ.

આ ઘટનામાં 2 બાળકોના મોત થઇ ગયા જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. મોતને ભેંટેલા બાળકોની ઉંમર 12 અને 13 વર્ષ બતાવવામાં આવી રહી છે. પોલીસ અનુસાર તરૂણ કાર ચાલકની ઉંમર 13 વર્ષની છે. પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને કાલ પણ પોતાના કબ્જામાં લઇ લીધી છે.

હાલમાં પોલીસ આ ઘટના અંગેની તપાસ કરી રહી છે કે આ નાના બાળકને કાર ચલાવવા કેવી રીતે મળી ગઇ. કારમાં છોકરો એકલો હતો અથવા તેની સાથે અન્ય કોઇ હતું એ વાતની માહિતી હજી નથી મળી શકી.

એક તરૂણની ભૂલના પરિણામે બે લોકોના મોત નિપજવાની આ ગોઝારી ઘટના અમદાવાદના દાણીલીમડામાં બની છે. સ્થાનીકોનું કહેવું છેકે આ તરૂણ યુવક પણ ઘટના સ્થળેથી થોડાક જ અંતરે આવેલી સોસાયટીમાં રહે છે. જોકે એ જોવું રહ્યું કે પોલીસ અને ન્યાયતંત્રએ આની સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં જેથી ભવિષ્યમાં કોઇપણ વાલી પોતાના તરૂણ યુવક યુવતીને ભારે વાહન ચલાવવા આપે નહીં.

જુઓ વીડિયો...

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Ra-XqGgHsi4" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Ahmedabad car mishap: Three killed, five injured; minor driver arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X