For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આંતરરાષ્ટ્રીય અતિથિ ક્ઝી જિનપિંગ વિશે અથ: થી ઇતિ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : વિશ્વમાં ઝડપથી વિકાસ પામી રહેલી આર્થિક મહાસત્તા ચીનના રાષ્‍ટ્રપ્રમુખ ક્ઝી જિનપિંગ 17 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 65મા જન્મદિવસે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં માત્ર 5 કલાક વીતાવવા આવનારા આ આંતરરાષ્ટ્રીય અતિથી તેમના પત્ની પેંગ લિયુઆન સાથે આવી રહ્યા છે. આ કારણે અમદાવાદમાં પ્રથમવાર વિદેશી અતિથિનું સ્વાગત ખાસ પોલીસબેન્ડ દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવશે.

ગુજરાત તરફથી આટલું બધું માન સન્માન મેળવનારા ચીનના રાષ્ટ્રપતિ વિશે ઘણાને જાણવાની ઉત્સુકતા હશે. અહીં અમે તમને તેમના જીવનની કેટલીક મહત્વની બાબતો જણાવી રહ્યા છીએ. આ મહત્વની અને રસપ્રદ બાબતો જાણવા માટે આગળ ક્લિક કરો...

ક્ઝી જિનપિંગ છે કેમિકલ એન્જીનિયર

ક્ઝી જિનપિંગ છે કેમિકલ એન્જીનિયર


ચીનની કોમ્‍યુનિષ્‍ટ પાર્ટીના અદના કાર્યકર બનવાથી ચીનના રાષ્ટ્રપ્રમુખ બનનારા ક્ઝી જિનપિંગનો જન્‍મ 15 જૂન, 1953ના રોજ બિજિંગ ખાતે થયો હતો. બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા ક્ઝી જિનપિંગે બિજિંગની ટી શિન્‍હુઆ યુનિવર્સિટીમાંથી કેમીકલ એન્‍જીનિયરની ડીગ્રી મેળવી છે.

રાજકારણમાં રસ

રાજકારણમાં રસ


રાજકારણનો રંગ તો ક્ઝી જિનપિંગને વારસામાં જાણે મળ્‍યો હતો. તેમના પિતા ક્ઝી જોગશ્‍યુન ચીનની કોમ્‍યુનિસ્‍ટ પાર્ટીના અગ્રણી નેતા હતા. ચીનમાં થયેલી ક્રાંતિમાં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. દીકરા ક્ઝી જિનપિંગનો રાજકારણાં પ્રવેશ રાજકીય વારસદાર તરીકે નહિ પરંતુ પોતાની આવડતને જોરે થયો હતો.

રાજકીય પક્ષમાં જોડાવા પાપડ વણ્યા

રાજકીય પક્ષમાં જોડાવા પાપડ વણ્યા


આપણને આશ્ચર્ય થશે પરંતુ ક્ઝી જિનપિંગને પાર્ટીમાં જોડાવવા માટે એક કે બે નહીં પૂરા નવ વખત પ્રયત્‍ન કરવો પડયો હતો.આખરે 1974 ના વર્ષમાં ક્ઝી જિનપિંગને કોમ્‍યુનિસ્‍ટ પાર્ટીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મળી અને તેમણે હવાઈ પ્રાંતના સ્‍થાનિક સચિવ તરીકેનો સામાન્‍ય હોદ્દો સંભાળી રાજકીય કારકિર્દીની કરી શરૂઆત હતી.

2007માં પાર્ટીએ સોંપી કામગીરી

2007માં પાર્ટીએ સોંપી કામગીરી


ક્ઝી જિનપિંગ અંતરિયાળ ગામમાં રહેતા લોકોને યુવાનો સાથે મળી જાગૃત કરવાનુ કાર્ય કરતા હતા. સમયાંતરે કાર્યશૈલીને જોતા પક્ષે તેમને હબાઈ ઉપરાંત કુજીયન અને ઝેજીયાંગ પ્રાંતની વધારાની જવાબદારી પણ સોંપી હતી. ક્ઝી જિનપિંગે રાત - દિવસ એક કર્યા - અદ્દભૂત - નેતૃત્‍વ શકિત ધરાવતા સતત આગળ ધપતા વર્ષ 2007માં ક્ઝી જિનપિંગને શાંઘાઈના પાર્ટી ચીફ તરીકે નિમવામાં આવ્યા હતા.
વર્ષ 2008માં પાર્ટીની સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં વાઈસ પ્રેસિડેન્‍ટ તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. પ્રગતિના શિખરો સર કરતા શી જીનપીંગ રાષ્‍ટ્રપ્રમુખના હોદ્દા સુધી પહોંચ્‍યા છે.

પત્ની પેંગ લિયુઆન સાથે મુલાકાત

પત્ની પેંગ લિયુઆન સાથે મુલાકાત


વર્ષ 1986માં એક કોમન ફ્રેન્‍ડને ત્‍યાં જિનપિંગની મુલાકાત પેંગ લિયુઆન સાથે થઇ હતી. થોડા સમય બાદ તેઓ લગ્નગ્રંથિએ જોડાયા હતા. પેંગ લિયુઆન પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે 18 વર્ષની ઉંમરે તેમણે લશ્‍કરમાં પ્રવેશ મેળવ્‍યો હતો. તેમણે ફોક મ્‍યુઝિકમાં માસ્‍ટર ઓફ આર્ટસ ર્ક્‍યુ છે. પેંગ લિયુઆનને ચીનમાં 'બ્‍યુટીશ બ્‍યુટી' કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે તેઓ અતિ સુંદર છે.

પેંગ લિયુઆનનું પ્રભાવી વ્યક્તિત્વ

પેંગ લિયુઆનનું પ્રભાવી વ્યક્તિત્વ


ક્ઝી જિનપિંગના પત્ની પેંગ લિયુઆન 50થી વધુ દેશોમાં મ્‍યુઝિકના શો કરી ચૂક્યા છે. સામાન્‍ય રીતે કોઇપણ દેશના પ્રમુખની પત્‍ની લો પ્રોફાઇલ રહે છે. એવી જ રીતે ક્ઝી જિનપિંગના નામની પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ પેંગ લિયુઆને પણ પોતાની એક્‍ટિવીટિ ઓછી કરી દીધી છે.

બાસ્કેટ બોલ અને હોલીવુડ ફિલ્મોના શોખીન

બાસ્કેટ બોલ અને હોલીવુડ ફિલ્મોના શોખીન


સખત મહેનતુ અને પ્રમાણિક હોવાની છાપ ધરાવતા ક્ઝી જિનપિંગે બિઝનેસ અને મુડી રોકાણનાં હિસાયતી અને આખા બોલાની છાપ ધરાવે છે. જુના મિત્રોને હંમેશા યાદ રાખવામાં જિનપીંગ બાસ્‍કેટ બોલ રમવાના તેમજ હોલિવુડનાં વોર ફિલ્‍મ જોવાના શોખીન છે.

English summary
All you want to know about Gujarat's International Guest, Chinese President Xi Jinping.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X