For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનાગઢ મનપામાં ભાજપની બહુમતી; કોંગ્રેસે વર્ચસ્વવાળી એક મનપા પણ ગુમાવી

|
Google Oneindia Gujarati News

જૂનાગઢ, 22 જુલાઇ : જૂનાગઢમાં રવિવાર, 20 જુલાઇ, 2014ના રોજ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલી રહી છે. મોટા ભાગના વોર્ડના પરિણામો આવી ગયા છે. આ પરિણામો અપેક્ષા મુજબના જ આવ્યા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે કોંગ્રેસે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં એક માત્ર વર્ચસ્વવાળી જૂનાગઢ મહાનગરપાલિકા પરથી હાથ ધોવા પડ્યા છે.

નોંધનીય છે કે જૂનાગઢ મહાનગર પાલિકાના 20 વોર્ડની 59 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 156 ઉમેદવારો ઉભા રહ્યા હતા. આ માટે 279 મતદાન મથકો પર વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 57.29 ટકા પુરૂષ મતદારો અને 50.82 ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.

junagadh-map-600

આજે સવારે આઠ વાગ્યાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કૃષિ એન્જીનીયરિંગ કોલેજ અને ટેકનોલોજી કોલેજ ખાતે તૈયાર કરાયેલાના સ્ટ્રોંગ રૂમમાં મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરીના પરિણામો દર્શાવે છે કે ભાજપે જૂનાગઢ મહાનગર પાલિકા કબ્જે કરી છે. રાજ્યમાં એક માત્ર કોંગ્રેસ શાસિત મનપામાં પણ ભાજપનો વિજય થયો છે. આ કારે હવે ખરા અર્થમાં કોંગ્રેસ મુક્ત ગુજરાતની સ્થિતિ સર્જાઇ છે.

એક પછી એક વોર્ડમાં પરિણામો જાહેર થતા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બહુમતી મળી હોવાની જાહેરાત થતા જ ભાજપના કાર્યકરોએ વિજય સરઘસ કાઢી ઉજવણીની શરૂઆત કરી હતી અને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. જૂનાગઢ મનપાના પરિણામ બાદ હવે ગુજરાતમાં 8 મહાનગર પાલિકા પર ભાજપનો કબ્જો થઇ ગયો છે.

જૂનાગઢ મનપાના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો વોર્ડ 5માં એક બેઠક અપક્ષે કબ્જે કરી છે. વોર્ડ 2માં 2 બેઠક બહુજન સમાજ પાર્ટી (બસપા)ને ફાળે ગઇ છે. જૂનાગઢ મનપામાં ભાજપે 59 બેઠકમાંથી 49 બેઠકો કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસે 60 બેઠકોમાંથી 17 બેઠકો કબ્જે કરી છે.

આ લખાય છે ત્યાં સુધીમાં કયા વોર્ડમાં કોની પેનલ બની તેની વાત કરીએ તો ભાજપ 12 વોર્ડમાં પેનલ બનાવી ચૂક્યું છે. જેમાં વોર્ડ નંબર 4, 6, 7, 10, 11, 12, 13, 14, 16, 17, 18નો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ 4 વોર્ડમાં પેનલ બનાવી શક્યું છે જેમાં 1, 8, 9, 15નો સમાવેશ થાય છે.

પરિણામો આવતા જ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો છે. આ ઉપરાંત ચૂંટણીમાં મારા મારી મુદ્દે ચૂંટણી પંચે વોર્ડ નંબર 14માં પોલીસ ફરિયાદને પગલે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

English summary
BJP won Junagadh Civic elections with majority; Congress eliminated in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X