સોમવારે દેશના મુખ્‍ય ચૂંટણી કમિશ્નર સંપત ગુજરાત આવશે

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 એપ્રિલ : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર વી એસ સંપત સોમવારે ગુજરાત આવશે. તેઓ ચૂંટણી તૈયારીની સમીક્ષા કરશે. તેઓ લોકસભાની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને એક એક બેઠક માટે જોરદાર લડત ચાલી રહી છે ત્‍યારે શાંત મનાતા ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડહોળાઇ નહિ તે માટે અત્‍યાર સુધીમાં લેવાયેલા પગલા અને હવે છેલ્લા દિવસો માટે લેવાનાર પગલાઓ સહિતની અગત્‍યની બાબતો માટે સમીક્ષા કરશે.

દેશના મુખ્‍ય ચૂંટણી કમિશ્નર વી એસ સંપથની સાથે વધારાના તમામ કમિશ્નરો સોમવારે ગાંધીનગર આવી રહ્યાનું ટોચનાં સૂત્રોમાંથી જાણવા મળે છે. સોમવારે ગાંધીનગર આવનારા મુખ્‍ય ચૂંટણી કમિશ્નર સંપથ દ્વારા ગુજરાતનાં પોલીસ કમિશ્નરો, રેન્‍જ આઇજીપીઓ પોલીસ સુપ્રિટેન્ડેન્સ અને કલેકટરોને ઉકત બેઠકમાં હાજર રહેવા માટે તાકીદના સંદેશાઓ પાઠવી દીધા છે.

v-s-sampath

સંપત સવારે 10.30થી સાંજના 5.30 સુધી સતત બેઠકોનો દોર ચાલશે, અને ગુજરાતભરની કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિની સમીક્ષા કરી જેને વિસ્‍તારોમાં કાયદો વ્‍યવસ્‍થા પ્રશ્ને બેદરકારી બહાર આવી છે ત્‍યાં સખ્‍ત તાકીદ આપવામાં આવનાર છે.

ચૂંટણી દરમિયાન સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્‍તારો માટે સ્‍થાનિક પોલીસ ઉપરાંત કેન્‍દ્રીય દળોની મદદ લેવાનાર છે તે માટે જે સ્‍ટ્રેન્‍થ નક્કી કરાઇ છે તેનું લેવલ પણ ચૂંટણીપંચ દ્વારા જાણી તેમાં ફેરફારો સૂચવાયા છે.

ઉક્‍ત બેઠકો પૂર્ણ થયે સાંજે છ વાગ્‍યા આસપાસ ચીફ સેક્રેટરી વરેશસિંહા અને રાજ્‍યનાં પોલીસ વડા પી.સી.ઠાકુર સાથે બંધ બારણે બેઠકો મુખ્‍ય ચૂંટણી કમિશ્નર દ્વારા યોજી કેન્‍દ્રીય ઇનપુટ - ગુજરાતની સરહદો પર તથા દરિયાઇ પટ્ટી ઉપર આવતાં ચિંતાજનક અહેવાલો સામેની કાર્યવાહી તથા ગુજરાતનાં ગુપ્‍તચર તંત્ર અને સ્‍પેશ્‍યલ બ્રાંચોને સક્રિય રાખવા માટે થયેલ કાર્યવાહીની સમીક્ષા કરશે.

English summary
Chief Election Commissioner of India shall visit Gujarat on Monday for review election preparation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X