For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મતદાનના 5 દિવસ પહેલાં લશ્કરની 145 કંપનીઓ ઉતરી પડશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 18 એપ્રિલ : લોકસભાની ચૂંટણીમાં 9 તબકકે થનાર મતદાન અંતર્ગત છઠ્ઠા તબકકાનું મતદાન પૂર્ણ થયે ગુજરાતમાં યોજાનાર 30મી એપ્રિલના મતદાન અગાઉ 5 દિવસ પહેલાંથી જ લશ્‍કરી-અર્ધલશ્‍કરી દળોની 145 જેટલી કંપનીનાં 1450થી વધુ પોલીસ જવાનોના ધાડા રાજય પોલીસની મદદમાં ઉતરી પડશે.

એક એક સીટ માટે જોરદાર લડાઇ હોવાથી અને દરેક સીટ કબજે કરવા તમામ પક્ષો ગુજરાતમાં ભાજપ - કોંગ્રેસ મરણીયા બનેલ હોવાથી કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જોખમાય તેવા ચૂંટણી પંચના અહેવાલોના પગલે પગલે આ નિર્ણય થયો હોય તો નવાઇ જેવું નહિં ગણાય.

voter-voting-8

ગુજરાતનાં પોલીસ તંત્રએ 145 કંપનીઓથી પણ વધુ કંપનીઓની માંગણી કેન્‍દ્ર સમક્ષ કરી હતી અને કેન્‍દ્ર આ માટે સહમત પણ હતું આમ છતાં કેટલીક ચોકકસ પરિસ્‍થિતિઓ સંદર્ભે થોડો ઘટાડો કરવામાં આવ્‍યો છે.

ગુજરાતમાં બંદોબસ્‍તમાં આવનાર કંપનીઓમાં સેન્‍ટ્રલ રીઝર્વ ફોર્સ, બોર્ડર સિકયોરીટી ફોર્સ અને સી.આઇ.એસ.એફ. વિ.નો પણ સમાવેશ છે. ઉકત કંપનીની ગણત્રી મુજબ અંદાજે 1450 જેટલા જવાનો સ્‍થાનિક પોલીસની મદદે ખડે પગે રહેશે.

ગત ચૂંટણીની સરખામણીમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકોમાં વધારો થયો હોવાની બાબત તથા ભૂતકાળમાં કેન્‍દ્રીય દળો છતાં હિંસાની જે ઘટનાઓ ઘટી હતી તેનું પુનરાવર્તન થતું અટકાવવા માટે વધુ દળો ખડકી દેવાશે.

English summary
Gujarat going to vote on 30th April, 2014. Before this date around 145 armed force companies will be deployed for security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X