For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી અને ક્ઝી જિનપિંગના સ્વાગત માટે કેવા બદલાયા અમદાવાદના રંગરૂપ?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 સપ્ટેમ્બર : આગામી સપ્તાહ ગુજરાત માટે ઘણું મહત્વનું સાબિત થવાનું છે. કારણ કે આગામી સપ્તાહે સમગ્ર દુનિયાની નજર ગુજરાત પર સ્થિર થવાની છે. આગામી સપ્તાહે 16 અને 17 નવેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ અમદાવાદ આવવાના છે.

બંને નેતાઓના સ્વાગત માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ શહેરને સ્વચ્છ બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ શહેરને શણગારવાનું પણ કામ કરવામાં આવ્યું છે.

આ તૈયારીઓ કેવી છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

રિવરફ્રન્ટનો બંદોબસ્ત

રિવરફ્રન્ટનો બંદોબસ્ત


ચીનના પ્રમુખ વડાપ્રધાન મોદી સાથે રિવરફ્રન્ટ પર કરશે ડિનર કરવાના હોવાથી રિવરફ્રન્ટમાં પાંચ દિવસ પોલીસનું પેટ્રોલિંગ કરવામાં આવશે.

અમદાવાદ શહેરની સુરક્ષા

અમદાવાદ શહેરની સુરક્ષા


મોદી અને જિનપિંગના આગમનને પગલે શહેરમાં સઘન સુરક્ષાના ભાગરૂપે 9 આઈપીએસ,9 એસપી,5 એએસપી,25 ડીવાયએસપી,55 પીઆઈ,125 પીએસઆઈ તૈનાત કરાશે. આ માટે ચીફ સેક્રેટરીએ પોલીસ કમિશનર સહિત અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. હોટેલ હયાત પાસેનો આલ્ફાવન મોલ બુધવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વસ્ત્રાપુર તળાવ ઝગમગશે

વસ્ત્રાપુર તળાવ ઝગમગશે


ચીનના રાષ્ટ્રપતિ વસ્ત્રાપુર તળાવ પાસેની હોટેલ ગ્રાન્ડ હયાતમાં રોકાણ કરવાના છે. આ કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વસ્ત્રાપુર તળાવની ફરતેના ખાણી-પીણીના તમામ સ્ટોલ હંગામી ધોરણે દૂર કરાશે. આ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

હોટેલ ગ્રાન્ડ હયાતમાં કેવી તૈયારીઓ?

હોટેલ ગ્રાન્ડ હયાતમાં કેવી તૈયારીઓ?


ચીનના રાષ્ટ્રપ્રમુખ ક્ઝી જિનપિંગ હોટેલ હયાતમાં રાત્રિ રોકાણ કરવાના છે. હોટેલ હયાતમાં લાંબા સમયથી રહેલા લોકો ચેક-આઉટ નહીં કરી શકે. આ માટે હોટેલ ગ્રાન્ડ હયાતમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની સાથે ફાઇન હોસ્પિટાલિટી પૂરી પાડવા માટે પણ ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતી ભોજનનો રસથાળ પીરસાશે

ગુજરાતી ભોજનનો રસથાળ પીરસાશે


હોટલ હયાતમાં ઢોકળા સહિતની 150 વાનગીઓનો રસથાળ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં ખાંડવી, શીરો, જલેબી, લાડુ, દૂદીનો હલવો,શ્રીખંડ, પાતરા, થેપલા જેવી વાનગીઓ ક્ઝી જિનપિંગને ચખાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બે દિવસના કાર્યક્રમોની જવાબદારી ત્રણ પ્રધાનોના શિરે

બે દિવસના કાર્યક્રમોની જવાબદારી ત્રણ પ્રધાનોના શિરે


ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ક્ઝી જિનપિંગના કાર્યક્રમોની વ્યવસ્થાની સંભાળ રાખવાની જવાબદારી ત્રણ પ્રધાનોને વહેંચવામાં આવી છે. જેમાં હોટેલ હયાતના કાર્યક્રમોની જવાબદારી નાણાપ્રધાન સૌરભ પટેલને, વડાપ્રધાન મોદી અને જિનપિંગની સાબરમતી રિવફ્રન્ટની મુલાકાતની જવાબદારી આરોગ્યપ્રધાન નીતિન પટેલને અને વડાપ્રધાન મોદી-જિનપિંગની સાબરમતી આશ્રમની મુલાકાતની જવાબદારી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાઈ છે.

ક્યાં ક્યાં રોશની કરાશે?

ક્યાં ક્યાં રોશની કરાશે?


ચીનના રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે અમદાવાદ શણગારાશે, ટાગોર હોલ, ટાઉન હોલ,બીઆરટીએસ રૂટ પર રોશની કરાશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કચેરીઓ,ફ્લાયઓવર,બ્રિજ પર પણ રોશનીથી શણગારવામાં આવશે.

અન્ય તૈયારીઓ

અન્ય તૈયારીઓ


વસ્ત્રાપુર તળાવની સફાઇ અને નવા રંગરૂપ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વસ્ત્રાપુર તળાવમાં રૂપિયા 11.05 લાખના ખર્ચે હાઈજેટિંગ ફુવારા શરૂ કરાશે. શહેરમાં જ્યાં પણ ખામીવાળા રસ્તા છે ત્યાં રિસરફેસિંગનું કામ કરવામાં આવશે. આ માટે દોઢ કરોડનું બજેટ ફાળવાયું છે.

ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી

ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી


ચીનના રાષ્ટ્રપતિને ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે 17 સપ્ટેમ્બરે સાંજે રિવરફ્રન્ટ પાર્કના એમ્ફિથિયેટરમાં માં ગરબા સહિતની સાંક્રૃતિક કાર્યક્રમનું આયોજન ગોઠવાયું છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જિનપિંગને સ્મૃતિચિહ્ન તરીકે ગાંધી ચરખો ભેટમાં આપવાના છે.

English summary
Gujarat : Ahmedabad started preparation to welcome Narendra Modi and Xi Jinping.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X