For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ગરબા આયોજકોએ ખેલૈયાઓની ઓળખ અને રહેઠાણની વિગતો રાખવી પડશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 22 સપ્ટેમ્બર : ગુજરાતમાં નવરાત્રિના આયોજનમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક તરફ રાસગરબા રમવા થનગનતા યુવાનો નવરાત્રિની તૈયારીમાં લાગી ગયા છે. બીજી તરફ નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુરક્ષામાં કચાશ રખાશે નહીં

સુરક્ષામાં કચાશ રખાશે નહીં


ગુજરાત પોલીસે આ વર્ષે ગરબાના આયોજકોને ગરબાના પ્રવેશ પાસ અનુક્રમ મુજબ નામ અને સરનામા ધરાવતા હોય તેવા લોકોને પાસનું વિતરણ કરીને તેનો રેકોર્ડ રાખવાનો આદેશ કર્યો છે. પોલીસતંત્રે નવરાત્રિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેલૈયા અને ગરબા આયોજકોને સતર્ક રહેવા આદેશ કર્યા છે.

ગરબા આયોજન સ્થળોનું ચેકિંગ

ગરબા આયોજન સ્થળોનું ચેકિંગ


આ ઉપરાંત ગરબા આયોજન સ્થળો પર આયોજકોને પ્રવેશદ્વાર પર ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર તથા સિક્યોરિટી સ્ટાફ રાખવા તથા શંકાસ્પદ વ્યક્તિની શારીરિક ચકાસણી કરવાની રહેશે. આકસ્મિક શોર્ટ સર્કિટનો બનાવ બને તો તે સંબંધે અગ્નિશામક સાધનો રાખવાના રહેશે.

ફોટો ઓળખ ધરાવતી વ્યક્તિ જ સ્ટાફમાં રહી શકે

ફોટો ઓળખ ધરાવતી વ્યક્તિ જ સ્ટાફમાં રહી શકે


આ ઉપરાંત મોટા સ્ટેજની નીચે શંકાસ્પદ વસ્તુઓ અંગે અવારનવાર ચેકીંગ કરવાનું રહેશે. ગરબા સ્થળો પર ફોટો ઓળખકાર્ડ ધરાવતી વ્યક્તિને સ્ટાફમાં રાખવાનો રહેશે. એટલું જ નહીં ગરબાના સ્થળની અંદર કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત સામાન્ય નાગરિકો અને રોડ ટ્રાન્સપોર્ટના કંડક્ટર અને ડ્રાઈવરને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

મહિલા સિક્યુરિટી ફરજિયાત

મહિલા સિક્યુરિટી ફરજિયાત


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ સાથેના ગુનાઓમાં વધારો થયો છે. આ ઉપરાંત નવરાત્રિમાં ગરબા સ્થળો ઉપર યુવતીઓની છેડતીના બનાવો બને છે. જેથી આવા બનાવો અટકાવવા માટે એન્ડી રોમિયો સ્કવોડની મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમ છતાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગરબા આયોજકોને મહિલા સુરક્ષા કર્મચારીને તૈનાત રાખવા આદેશ કરાયો છે.

English summary
Gujarat : Now Garba Organizers would kept garba players Identity and residential proof.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X