For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર 'લાઇવ વેબ સ્ટ્રીમિંગ'ની મદદથી વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની હાજરી નોંધશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 ઓગસ્ટ : ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા જઇ રહી છે. ગુજરાત શિક્ષણ વિભાગે સરકાર સંચાલિત શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની હાજરીની પણ ખાતરી કરવા માટે બાયોમેટ્રિક આધારિત હાજરી પદ્ધતિનું સ્થાન વધારે આધુનિક પદ્ધતિ એટલે કે 'લાઇવ વેબ સ્ટ્રિમિંગ' કે 'ફોટોગ્રાફ્સ'નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે ટેન્ડર બહાર પાડતા પહેલા તેની શક્યતા અને ટેકનિકલ બાબતો ચકાસવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે રસ ધરાવતી કંપનીઓ સાથે 5 સપ્ટેમ્બરના રોજ એક બેઠક યોજવાનું આયોજન કર્યું છે.

gujarat-map-8

આ અંગે વધારે વિગતો આપતા ગુજરાતમાં ચાલતા સર્વ શિક્ષણ અભિયાન (એસએસએ)ના પ્રોજેક્ટ ડાયરેક્ટર મુકેશ કુમારે જણાવ્યું કે 'આ સમગ્ર પ્રોજેક્ટનો હેતુ માત્ર વિદ્યાર્થીઓ કે શિક્ષકોની માત્ર હાજરી નહીં પરંતુ વર્ગખંડમાં તેમની વાસ્તવિક ઉપસ્થિતિ ચકાસવાનો છે. અમારા આ પ્રોજેક્ટના ટેકનિકલ પાસાં ચકાસવા માટે તમામ રસ ધરાવતા લોકો સાથે 5 સપ્ટેમ્બરના રોજ બેઠક યોજી છે.'

આ સિસ્ટમને લાઇવ મોનિટરિંગ સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ ઘણો મોટો હોવાથી પ્રારંભમાં 6 જિલ્લાઓની 1,000 શાળાઓમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે તેનો અમલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પ્રાપ્ત થતી સફળતાને આધારે રાજ્યની અન્ય શાળાઓ અને કોલેજોમાં તેનો અમલ કરવો કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ રાજ્યની 39,000 શાળાઓ ઉપરાંત 360 જેટલી કોલેજોમાં પણ અમલી બનાવવા માંગે છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આપેલી જાહેરાત અનુસાર રાજ્યમાં અંદાજે 33,000 પ્રાથમિક શાળાઓ, 6,000 માધ્યમિક શાળાઓ, 300 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ કોલેજો તથા 60 સરકારી એન્જીનીયરિંગ અને ડિપ્લોમા કોલેજોમાં તેનો અમલ કરવામાં આવશે.

English summary
Gujarat government to monitor teacher, student attendance via 'live web streaming'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X