For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના સરકારી કર્મચારીઓને આનંદો, સરકારે ડીએમાં કર્યો વધારો

|
Google Oneindia Gujarati News

gujarat-government
ગાંધીનગર, 2 ઓક્ટોબરઃ ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાના માસિક દરમાં જુલાઇ 2014થી સાત ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજ્યના સરકારી કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઇ ગયો છે. સરકારી કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા અને એકબીજાને શુભેચ્છા પાઠવતા સંદેશાઓની આપલે પણ થવા લાગી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 4 લાખથી વધુ કર્મચારી અને અધિકારીઓને તથા 3 લાખથી વધુ પેન્શન ધારકોને ફાયદો થનારો છે. જેમના પીએફ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે, તેવા કર્મચારીઓ, શૈક્ષણિક અને પંચાયતી ખાતાના કર્મચારી વર્ગ તથા સનદી અધિકારીઓને પણ આ નિર્ણય લાગુ પડવાનો છે. આ અંગે નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છેકે, હવે સરકારી કર્મચારીઓથી લઇને સનદી અધિકારીઓને ચુકવવા પાત્ર મોંઘવારી ભથ્થાનો મૂળ દર પગારના 107 ટકા સુધી પહોંચી ગયો છે. જેના લીધે રાજ્ય સરકારની તિજોરી પર માસિક 78 કરોડ અને વાર્ષિક 945 કરોડ રૂપિયાનો બોજો પડશે.

અત્રે નોંધનીય છેકે એક તરફ રાજ્યના સરકારી કર્મચારીઓમાં હાલ મિની વેકેશન જેવો માહોલ છવાયો છે અને તેમાં આ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓના ડીએમાં સાત ટકા સુધીનો વધારો કરી દેવામાં આવતો તમામ સરકારી કર્મચારીઓ આનંદમાં આવી ગયા છે.

English summary
Gujarat government’s employees and pensioners have been granted benefit of 7pc rise in dearness allowance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X