વાહ ભાઇ વાહ, ગુજરાતમાં 100થી વધુ ઉંમરવાળા કુલ 8143 મતદારો

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 18 એપ્રિલ : ગુજરાત રાજયમાં લોકસભા ચૂંટણી 2014માં મતદાન કરનારી મતદારોની કુલ સંખ્‍યા 4.05 કરોડ છે. જેમાં 8143 ‘શતાયુ મતદારો'નો પણ સમાવેશ થાય છે. આ મતદારોની ઉંમર 100 વર્ષથી વધુની છે.

આ મતદારોની વિશેષતા એ હોય છે કે તેમને તમામ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનું ગૌરવ મળ્‍યું છે. 100 વર્ષથી વધુની ઉંમરના સૌથી વધુ મતદારો સુરત જિલ્લામાં નોંધાયા હોવાનું ચૂંટણી પંચે જણાવ્‍યું છે.

voter-voting-11

રાજયના ચૂંટણી પંચે જણાવ્‍યું હતું કે ‘સુરત જિલ્લામાં 1239 મતદારો જીવનની સદી વટાવી ચૂક્‍યા છે. જયારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં પાંચ મતદારો 100થી વધુ વર્ષના છે. અમદાવાદમાં 820, ભાવનગરમાં 662, રાજકોટમાં 424, અમરેલીમાં 374, વડોદરામાં 327 એવા મતદારો છે જેમની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ હોય.'

અમદાવાદના અનેક મતવિસ્‍તારોમાં સદીવીર મતદારો નોંધવામાં આવ્‍યા છે. જેમાં જમાલપુર-ખાડિયા વોર્ડમાં 100થી વધુ મતદારો 100થી વધુ વર્ષની ઉંમરના નોંધવામાં આવ્‍યા છે.

રાજયમાં 80થી વધુ ઉંમરના પણ પાંચ લાખથી વધુ મતદારો ચૂંટણીપંચ દ્વારા નોંધવામાં આવ્‍યા છે. આ તમામ મતદારો છેલ્લાં સાતથી આઠ દાયકાથી મતદાન કરીને લોકશાહીને જીવંત રાખી રહ્યા છે. મતદાનના દિવસે પણ વૃદ્ધ મતદારોની વિશેષ હાજરી જોવા મળતી હોય છે.

English summary
Gujarat has 8143 voters who crossed 100 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X