For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ડિજિટલ સેતુ દ્વારા ખેડબ્રહ્મા ભારતનો પ્રથમ WiFi તાલુકો બન્યો

|
Google Oneindia Gujarati News

ખેડબ્રહ્મા, 12 સપ્ટેમ્બર : દેશના પ્રથમ વાઇફાઇ સજ્જ ગામ તૈયાર કરવાનો ગર્વ ગુજરાતને મળ્યા બાદ દેશના પ્રથમ વાઇફાઇ સજ્જ આદિવાસી તાલુકા હોવાનું ગર્વ પણ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મા તાલુકાને મળ્યું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 'ડિજિટલ સેતુ' નામની લોકઉપયોગી યોજનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું. 'ડિજિટલ સેતુ'ની મદદથી હવે ખેડબ્રહ્મા તાલુકો દેશનો સૌપ્રથમ 100 ટકા વાઇફાઇ કનેક્ટિવિટી ધરાવતો આદિવાસી તાલુકો બન્યો છે.

'ડિજિટલ સેતુ'થી ખેડબ્રહ્મા તાલુકાના તમામ 32 ગામ વાઈફાઈ એનેબલ્ડ થયા છે. વાઈફાઈ એનેબિલિટી માટેની કામગીરી અને તેના અમલીકરણ અને જાળવણીની કામગીરી સખી મંડળોને સોંપવામાં આવી છે. આ પ્રસંગે આનંદીબેને જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'ડિજિટલ ઈન્ડિયા'ના સ્વપનને સાકાર કરવાની દિશામાં આ આપણું પહેલું પગલું છે. આ સાથે જ ડિજિટલ ખેડબ્રહ્માનો જન્મ થયો છે.

digital-setu-inaugration

તેમણે જણાવ્યું કે 'ડિજિટલ સેતુ' યોજનાની મદદથી ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસને નવી ઉંચાઈ પ્રાપ્ત થશે. સરકારના વહીવટને અસરકારક બનાવવા માટે ટેક્નોલોજીનો બહોળો ઉપયોગ અમારી પ્રાથમિકતા બની રહેશે.

આનંદીબેને ખેડબ્રહ્મામાં રૂપિયા 1884 લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવા સદન (પ્રાંત ઓફિસ)નો પણ શુભારંભ કરાવ્યો છે. જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આને લીધે જાહેર જનતાની સેવા વધારે અસરકારક રીતે બજાવી શકાશે.

આનંદીબેને આ પ્રસંગે કહ્યું કે, તાલુકાનો વહીવટ વધારે સારી રીતે થઈ શકે તેવું આ આધુનિક કાર્યાલય છે. આને લીધે વહીવટીતંત્ર વધારે જવાબદાર અને વધારે પારદર્શી બનશે. મારી અધિકારીઓને અપીલ છે કે તેઓ કાર્યાલયને સ્વચ્છ રાખે અને લોકોની સેવા બજાવવાના પ્રામાણિક પ્રયાસો કરે.

મુખ્યમંત્રી આનંદીબેન હિંમતનગરમાં સાબર ડેરીના સુવર્ણ જયંતિ સમારોહમાં પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે સહકારી ડેરી ઉધોગ અને સહકાર ક્ષેત્રને ઘર ઘર ટોઇલેટના નિર્માણની રાજ્ય સરકારની નેમમાં સક્રિય દાયિત્વ નિભાવવા અનુરોધ કર્યો હતો.

English summary
Gujarat : Khedbrahma becomes India's first WiFi tribal block with help of Digital Setu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X