For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર પટેલની ગુજરાત મેડ પ્રતિમા USની ઇન્ડિયા પરેડનું આકર્ષણ બનશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 જુલાઇ : આ વર્ષે અમેરિકામાં ગુજરાત છવાયેલું રહેશે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આ વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. જેના કારણે અત્યારથી જ ચર્ચામાં છે. બીજી ચર્ચા અમેરિકામાં યોજાનારી ઇન્ડિયા પરેડ છે. આ વર્ષની ઇન્ડિયા પરેડમાં અમદાવાદમાં બનેલી સરદાર પટેલની પ્રતિમા મુખ્ય આકર્ષણ રહેવાની છે.

નોંધનીય છે કે અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં 27 ઓગસ્ટ, 2014ના રોજ 34મી ઇન્ડિયા ડે પરેડ યોજાવાની છે. તેના મુખ્ય આકર્ષણોમાં સરદાર પટેલની 12 ફૂટ ઊંચી પ્રતિમા છે. મહત્વની બાબત એ છે કે આ પ્રતિમા અમદાવાદમાં તૈયાર કરવામાં આવી રહી છે.

sardar-patel-statue-of-unity-1

દેશના સૌપ્રથમ ગૃહપ્રધાનની વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સરદાર સરોવર ડેમથી અંદાજે 3 કિલોમીટર દૂર આવેલા સાધુબેટમાં ઊભી કરવાની છે ત્યારે નરેન્દ્ર મોદીના આ સપનાનું પ્રતિબિંબ અમેરિકામાં પણ જોવા મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે રૂપિયા 2063 કરોડની યોજના અમલમાં મૂકી હતી. તેના માટે દેશભરમાંથી લોખંડ પણ મંગાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિરૂપ પ્રતિમા અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં નિર્મિત કરવામાં આવી રહી છે.

વિશ્વમાં ભારતના સ્વાતંત્ર્ય દિવસની દેશબહારની સૌથી મોટી ઉજવણી અમેરિકાના મૅનહટનના મૅડિસન ઍવન્યુમાં કરવામાં આવે છે. એ ઉજવણીમાં આ વખતે સરદારની ઉપરોક્ત પ્રતિમાની પ્રતિકૃતિને પ્રદર્શિત કરવામાં આવશે અને લાખો લોકો એને નિહાળશે.

ગયા વર્ષે અમેરિકામાં ઇન્ડિયા ડે પરેડનું નેતૃત્વ સામાજિક કાર્યકર અણ્ણા હઝારે અને બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને કર્યું હતું. એ વખતે નવી દિલ્હીના લાલ કિલ્લાની વિશાળ પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી.

English summary
Gujarat made 12 foot statue of Sardar Patel will be attraction in US India parade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X