For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : ગાંધીનગર પાસેના ત્રિમંદિર ખાતે નરેન્દ્ર મોદીનું સંબોધન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી તથા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પાસે જ તેમણે ભાજપના કાર્યકરોને સંબોધન કર્યા બાદ તેઓ ગાંધીનગરના અડાલજ પાસે આવેલા ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા.

ત્રિમંદિર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તેમના અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની છે.

narendramodivisanarendramodivisa

નોંધનીય છે કે ત્રિમંદિર ખાતેના અભિવાદન કાર્યક્રમમાં ગુજરાતભરના ભાજપના કાર્યકરો આવ્યા છે. ધારણા કરતા પણ વધારે કાર્યકરો આવતા અહીં ખુરશીઓ ખુટી જતા બેઠક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી.

નરેન્દ્ર મોદી ત્રિમંદિર પહોંચ્યા બાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપના પ્રમુખ આર સી ફળદુએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડોદરા લોકસભા બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ગાંધીનગર પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી રાત્રિ વિરામ રાજભવન ખાતે કરવાના છે.

નરેન્દ્ર મોદીના ત્રિમંદિર ખાતેના ભાષણની હાઇલાઇટ્સ વાંચવા આગળ ક્લિક કરો..

પૂર્ણ બહુમતમાં ઘણી તાકાત છે

પૂર્ણ બહુમતમાં ઘણી તાકાત છે


ઘણીવાર પૂર્ણ બહુમતનો મુદ્દો રાજકારણમાં ચર્ચાનો વિષય બને છે. આ હાર્યાને પેલા જીતી ગયા. દેશમાં પૂર્ણ બહુમતની તાકાત ઘણી મોટી છે. સરકાર બનાવવામાં સરળતા રહે છે, નિર્ણયો લેવામાં સરળતા રહે છે. જેના કારણે સરકાર ચલાવવામાં સરળતા રહે છે.

વિશ્વ ભારતને પૂર્ણ બહુમતી મળે તેની રાહ જોતું હતું

વિશ્વ ભારતને પૂર્ણ બહુમતી મળે તેની રાહ જોતું હતું


વડાપ્રધાન બન્યા બાદ મારે દુનિયાના અનેક દેશોના નેતાઓને મળવાનું થયું. ત્યાં નરેન્દ્ર મોદીની ચર્ચા થઇ. તેનું કારણ દેશના સવાસો કરોડ નાગરિકોએ નરેન્દ્ર મોદીને આપેલો પૂર્ણ બહુમત છે. અંદાેજ 30 વર્ષના ગાળા બાદ સમગ્ર વિશ્વ જાણે રાહ જોતું હોય કે ભારતમાં પૂર્ણ બહુમતીની સરકાર બને તો આપણે આપણું કામ શરૂ કરી શકાય.

દેશ ટર્નિંગ પોઇન્ટ પર ઉભો છે

દેશ ટર્નિંગ પોઇન્ટ પર ઉભો છે


વિશ્વમાં આપણા મિત્ર દેશો હોય, ઔપચારિક મિત્રતા જાળવતા દેશ હોય ભારતની ચર્ચા થાય છે. હમણા એક સમિટમાં જવાનું થયું હતું. પૂર્ણ બહુમતએ ભારતના લોકતંત્રને મજબૂત કરે છે, સાથે દેશ ટર્નિંગ પોઇન્ટ પર ઉભો છે ત્યારે, છેલ્લા 10 વર્ષ બગડ્યાં તેનો ખાડો પૂરવાનો છે. તેવી જ રીતે સમગ્ર ભારતમાં ભાજપના પૂર્ણ બહુમત મેળવવાનો પ્રયાસ પાર્ટીના કાર્યકરોએ કરવો જોઇએ. સરકાર બનવી અને પૂર્ણ બહુમતવાળી સરકાર બનવી અને તેની વિશ્વમાનસ પર અસર જોઇને મને આનંદ થાય છે. તેનાથી આપણને સામર્થ્ય મળ્યું છે.

દિલ્હીમાં ટીમ વર્કથી કામ કરીશું

દિલ્હીમાં ટીમ વર્કથી કામ કરીશું


આપણે વિકાસની વાત લઇને આવ્યા છે ત્યારે ટીમ વર્ક મહત્વનું છે. દરેકે પોતાની સત્તાનો સદઉપયોગ કરવો જોઇએ. દિલ્હીના એક આંગળા પર હિન્દુસ્તાનના દરેક રાજ્ય કામ કરવું જોઇએ. રાજ્યમાં ભલે જેની સરકાર હોય, તે સરકારના સંબંધો ભલે જેવા હોય, તેના લેખા જોખા કર્યા વિના, સૌને સાથે લઇને, સંઘીય માળખાને મજબૂત કરીને ટીમ ઇન્ડિયાની ભાવના મજબૂત કરીને કામ કરવું જોઇએ.

હું નાના માણસનો વિચાર પહેલા કરું છું

હું નાના માણસનો વિચાર પહેલા કરું છું


હું નાનો માણસ છું. નાનાનો વિચાર પહેલા કરું છું. આ કારણે દેશમાં જનધન યોજના શરૂ કરી છે. નેપાળ આપણો પાડોશી દેશ છે. ત્યાં વિમાનમાં જતા દોઢ કલાકમાં પહોંચી જવાય છે. ત્યાં જતા પહેલાની સરકારને 17 વર્ષ લાગ્યા હતા. સંબંધો સુધારવા મક્કમ નિર્ધાર જોઇએ. સર્વજન હિતાય, સર્વજન સુખાય.

કાર્યકરો સાથે મારે PM નહીં નરેન્દ્રભાઇનો સંબંધ

કાર્યકરો સાથે મારે PM નહીં નરેન્દ્રભાઇનો સંબંધ


મારા ગુજરાતના કાર્યકર્તાઓના મગજમાં આપણા નરેન્દ્રભાઇ છે. તેમને વડાપ્રધાન બોલવું ગમતું નથી. આપણો એ સંબંધ જળવાઇ રહેવો જોઇએ. આપણે બધા જુના જોગીઓ છીએ. આપણી એક જ મંજિલ છે. જીંદગી જીવવાનો આનંદ આપણાપણામાં છે.

ગુજરાત ટીમ વર્કથી ચાલે છે

ગુજરાત ટીમ વર્કથી ચાલે છે


ગુજરાત નરેન્દ્ર મોદીના ભરોસે ચાલતું ન હતું અને આનંદીબેનના ભરોસે પણ ચાલશે નહીં. ગુજરાત તો ટીમવર્કથી ચાલે છે. આ ટીમવર્કથી જ ગુજરાત વિકાસની નવી સિધ્ધિ પ્રાપ્ત કરશે. ગુજરાતમાં એવું કામ કરો કે મારી છાતી ગજ ગજ ફૂલે.

અમિત શાહનું વક્તવ્ય

અમિત શાહનું વક્તવ્ય


નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. મેં નરેન્દ્રભાઇ સાથે સંગઠન અને સરકાર બંને જગ્યાએ કામ કર્યું છે. પીએમ મોદી ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે. કોંગ્રેસે પાંચ વર્ષમાં મોંઘવારી આસમાને પહોંચાડી હતી. નરેન્દ્ર મોદીના શાસનમાં હજી પાંચ મહિના પૂરા થયા નથી અને મોંઘવારી કાબૂમાં આવી છે. જેના કારણે દેશની જનતાનો વિશ્વાસ દ્રઢ થયો છે. નરેન્દ્ર મોદીની સરકારે દરેક ક્ષેત્રે વિકાસ સાધવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે પોતાની કાર્યશૈલીથી વિશ્વભરમાં નવી ઓળખ બનાવી છે.

English summary
Gujarat : PM Narendra Modi addressed at Tri Mandir near Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X