For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાભિમાની રાષ્ટ્રનો પાયો સ્વાવલંબનમાં છે : PM નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર : આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ગુજરાત મુલાકાતના બીજા દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકારની 11 યોજનાઓનો શુભારંભ કરાવ્યો છે. આ તમામ 11 પ્રજાલક્ષી સ્વાવલંબન યોજના 'સ્વાવલંબન અભિયાન' હેઠળ રજૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે તેમણે આપેલા ભાષણનાં અંશો વાંચવા આગળ ક્લિક કરો...

સ્વાશ્રય, સ્વાવલંબન, સ્વાભિમાન ગુજરાતની ગળથૂંથીમાં

સ્વાશ્રય, સ્વાવલંબન, સ્વાભિમાન ગુજરાતની ગળથૂંથીમાં


વિશ્વકર્મા પૂજા દિવસ મનાવે છે. તેમની પૂજાના દિવસે ગુજરાત સરકારે કારીગરો માટેની સ્વાવલંબન યોજના શરૂ કરી તે માટે રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન. આ ધરતી મહાત્મા ગાંધીની ધરતી છે. જેમાં સ્વાશ્રય, સ્વાવલંબન, સ્વાભિમાન અહીંના લોકોની ગળથૂંથીમાં છે. આપણી રગોમાં એ ભાવ વ્યાપ્ત પડ્યો છે. તેને પ્રગટરૂપ આપવું, શાસન વ્યવસ્થાનું સમર્થન આપીને સમાજના મોટા વર્ગને મદદ કરવી મોટું કામ છે.

ઓશિયાળું જીનવ સોથી વધુ પીડાદાયક

ઓશિયાળું જીનવ સોથી વધુ પીડાદાયક


કોઇપણ વ્યક્તિ માટે ઓશિયાળું જીવન સોથી વધારે પીડાદાયક હોય છે. હાથ મદદ માટે આગળ કરવાને બદલે મદદ લેવા માટે આગળ આવે ત્યારે જીવન કષ્ટદાયક બને છે. કમનસીબે આપણે ત્યાં ગરીબ વ્યક્તિ સ્વાવલંબી બને, સામર્થવાન બને, સ્વાભિમાની બને તેના બદલે તેના બદલે તે વધુ ઓશિયાળો બને તેવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. સરકારનો કાર્યક્રમ ના આવે તો બિચારો ભૂખે મરે. આ સ્થિતિ બદલી ના શકાય?

આપણામાં સ્વાભિમાન આવે તો જ રાષ્ટ્રસ્વાભિમાની બને

આપણામાં સ્વાભિમાન આવે તો જ રાષ્ટ્રસ્વાભિમાની બને


ભગવાને ગરીબોને પણ આપણી જેમ બધું જ આપ્યું છે. તેમને અવસર નથી આપ્યો. તેમને અવસર આપવામાં આવે તો તેઓ પણ સ્વાભિમાનથી સ્વાવલંબી બનીને જીવન જીવી શકે. તેમની અંદર સ્વાભિમાન આવે તો જ રાષ્ટ્રસ્વાભિમાની બની શકે. સ્વાભિમાનના મૂળમાં સ્વાવલંબન પડ્યું છે. લોકોને સ્વાભિમાની બનાવવાની યોજના મુખ્યમંત્રીએ બનાવી તે માટે તેમને અભિનંદન.

ગુજરાતની બહેનોમાં આંત્રેપ્રિન્યોરશિપ

ગુજરાતની બહેનોમાં આંત્રેપ્રિન્યોરશિપ


ગુજરાતમાં દૂધમંડળી ચલાવતી બહેનોમાં ઉદ્યોગસાહસિકતા છે. તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમને આગળ લાવવાથી સમાજ આગળ આવશે.

દેશમાં બગડતા અનાજને બચાવવા ગોદામ જરૂરી

દેશમાં બગડતા અનાજને બચાવવા ગોદામ જરૂરી


ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન સુરક્ષિત સંગ્રહનો છે. આપણા દેશમાં પહેલા કોઠાર રહેતા હતા. દેશમાં બગડતા અનાજને બચાવવા ગોદામ જરૂરી છે. ગુજરાત સરકારની યોજના તેમાં મદદરૂપ બનશે.

સ્વાભિમાનનું બીજારોપણ

સ્વાભિમાનનું બીજારોપણ


આ બઘી યોજનાઓ સ્વાભિમાનનું બીજારોપણ છે. તેના પાયામાં સ્વાવલંબન છે. આજે મારા જન્મદિવસે આપે મને શુભકામના પાઠવી છે. આ શુભકામના મને 365 દિવસ મળવી જોઇએ. જો આ શુભેચ્છા મળશે તો મારે કોઇ ચિંતા નથી. તેમાંથી મને પ્રેરણા મળે છે.

English summary
Gujarat : PM Narendra Modi speech on 'Swavalamban Abhiyan' at Mahatma Mandir, Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X