For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 2014ના અંતમાં 108 બોટ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 ઓગસ્ટ : ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં EMRI 108 સેવામાં હવે બોટ એમ્બ્યુલન્સ સેવાનો આરંભ થવા જઇ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવાના 7 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં આ સેવા સાથે સંકળાયેલા અધિકારીઓએ બોટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે EMRI જે રાજ્યોમાં દરિયાકિનારો છે તેવા રાજ્યોમાં બોટ એમ્બ્યુલન્સ સેવા ચલાવી રહી છે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1,600 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે. આવા સમયે દરિયાકિનારે બનતા અકસ્માતોના કિસ્સામાં દર્દીને માર્ગ મારફતે હોસ્પિટલ પહોંચાડવાને બદલે પાણી માર્ગે હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો ઝડપી ઇલાજ શરૂ થઇ શકે છે.

boat-ambulance-service

આ અંગે EMRI 108ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ સેવા શરૂ કરવા માટે દરિયા કિનારે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું પડ છે. આ ઉપરાંત કુશળ બોટ ચાલકની જરૂર રહે છે. આ સંદર્ભમાં ગુજરાત સરકાર સાથે વાતચીત ચાલુ છે.

English summary
Gujarat will get 108 boat ambulance service in 2014 end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X