For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીરુ માટે જાણીતા ઊંંઝામાં આવી રીતે બને છે નકલી જીરુ

|
Google Oneindia Gujarati News

ઉંઝા, 19 ઓગસ્ટ : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા જીરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશમાં ઉત્પાદિત કુલ જીરામાંથી 70 ટકા જીરુ ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. દેશમાં સરેરાશ 5 લાખ ટન જીરું પાકે છે. તેમાંથી અંદાજે 4 લાખ ટન જીરું ગુજરાતમાં પાકે છે. ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાનું જીરું ઊંઝામાં ઉત્પાદિત થાય છે.

આ બાબતનો જ ફાયદો ઉઠાવીને કેટલાક લોકોએ નકલી જીરું બનાવીને પૈસા કમાવવાનું સાધન બનાવી દીધું છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ કે ગુજરાતના ઊંઝામાં કેવી રીતે નકલી જીરું બનાવાય છે અને અસલી જીરુંમાં તેની ભેળસેળ કરીને કેવી રીતે પૈસા બનાવવામાં આવે છે...

ઊંઝામાં ક્યાં બને છે નકલી જીરું?

ઊંઝામાં ક્યાં બને છે નકલી જીરું?


સમગ્ર ઊંઝામાં જીરાનો પાક મોટા પ્રમાણમાં થતો હોવાથી ઊંઝા તાલુકાના ગામોમાં નાની ફેક્ટરીઓમાં નકલી જીરું ઉત્પાદિત થાય છે.

કેવી રીતે બને છે નકલી જીરું?

કેવી રીતે બને છે નકલી જીરું?


નકલી જીરુ બનાવવા માટે વરિયાળીને ચારણામાં ચાળીને તેમાં સિમેન્ટ અને ખાસ માટીનું મિશ્રણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાં જીરુનુ એસેન્સ અને કલર ઉમેરી નકલી જીરૂ તૈયાર કર્યા પછી તેને અસલી જીરૂમાં ભેળવી દેવાય છે. વરીયાળીમાંથી માત્ર ત્રણ જ દિવસમાં નકલી જીરૂ બનાવી દેવામાં આવે છે.

કેવી રીતે કરવામાં આવે છે ભેળસેળ?

કેવી રીતે કરવામાં આવે છે ભેળસેળ?


પ્રતિમણ એટલે કે 20 કિલો અસલી જીરુમાં 5 કિલો નકલી જીરુ ભેળવવામાં આવે છે. આ કારણે ભેળસેળ સરળતાથી પકડી શકાતી નથી. વળી, તેનું વેચાણ લેબોરેટરી ટેસ્ટ થતો ના હોય તેવા માર્કેટમાં જ થાય છે. વિદેશમાં નિકાસ થતા જીરુનો લેબોરેટરી ટેસ્ટ ફરજિયાત હોવાથી વિદેશમાં નકલી જીરુની નિકાસ થતી નથી. નકલી ભેળસેળિયું જીરુ સ્થાનિક છૂટક માર્કેટમાં વેચવામાં આવે છે.

સ્વાસ્થ્ય સાથે ચેડાં

સ્વાસ્થ્ય સાથે ચેડાં


આ નકલી જીરું દેખાવે અદ્દલ જીરૂ જેવુ જ હોવા છતાં તેનો ઉપયોગ કરનાર ગંભીર બિમારીનો શિકાર બની શકે છે. કારણ કે તેની બનાવટમાં સિમેન્ટ અને માટીનો ઉપયોગ કરવામાં આવેલો છે.

નકલી જીરુ કેવી રીતે કરાવે છે કમણી?

નકલી જીરુ કેવી રીતે કરાવે છે કમણી?


નકલી જીરુ તૈયાર થયા બાદ તેનો દેખાવ અસલી જેવો જ હોવાથી પ્રથમ નજરે તેને જુદું પાડવુ મુશ્કેલ છે. વરીયાળીમાંથી બનતા નકલી એક મણ જીરૂની પડતર કિંમત 200 રૂપિયા જેટલી જ થાય છે. તેની સામે અસલી જીરૂની બજાર કિંમત 4000 રૂપિયા પ્રતિમણ છે. આમ 200 રૂપિયાના ખર્ચમાં 4000 રૂપિયાનું જીરૂ તૈયાર કરી દેવામાં આવે છે. આ જીરુ અસલી જીરુમાં ભેળવી દેવાય છે. એક અંદાજ મુજબ ઉંઝામાં વાર્ષિક 100 કરોડનું નકલી જીરુ તૈયાર થાય છે. આ જીરુ સમગ્ર ગુજરાતના બજારમાં ઠલવાય છે.

કેવા પગલાં લેવાયા?

કેવા પગલાં લેવાયા?


ઉંઝામાં ચાલતા નકલી જીરાના કાળા કારોબારથી APMC પણ પરેશાન છે. આ ગોરખધંધાને ઝડપી લેવા માર્કેટ કમિટીએ એક સ્કવોડની રચના કરી છે. આ સ્કવૉડ રાત્રિ દરમિયાન વિવિધ સ્થળોએ ચેકિંગ કરે છે અને રેડ પાડે છે. આમ છતાં આ કાળા કારોબારમાં કોઈ ઓટ આવી નથી.

English summary
How fake cumin seed prepared in Gujarat's Unjha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X