For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા જિલ્લાઓની સફર - ગાંધીનગરથી મહીસાગર સુધી

|
Google Oneindia Gujarati News

Gujarat Map
અમદાવાદ, 24 સપ્ટેમ્બર : દ્વારકા અને મહીસાગર બનશે ગુજરાતના 31મા અને 32મા જિલ્લા. ગાંધીનગરથી શરુઆત થઈ નવા જિલ્લાઓ બનવાની અને હવે મહીસાગર સુધી ગુજરાતમાં કુલ 32 જિલ્લા થઈ જશે. જોકે આ તમામ જિલ્લાઓ જો મોદી સરકાર સત્તા પરત ફરે, તો 26મી જાન્યુઆરી, 2013ના રોજથી અમલમાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાટણ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન બોટાદને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી. એ પછી તેમણે દ્વારકા અને મહીસાગર જિલ્લાઓની જાહેરાત કરીહતી. આ અગાઉ મોદી ત્રણ નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી ચુક્યાં છે.

ગુજરાતમાં હાલમાં કુલ 26 જિલ્લા છે અને મોદીની જાહેરાતો પછી જિલ્લાઓની સંખ્યા વધીને 30 થવાની છે. નવા ચાર જિલ્લાઓ 26મી જાન્યુઆરીએ, 2012ના રોજ કાર્યરત્ થશે.

શરુઆત 17થી થઈ હતી ગુજરાતની
બૃહદ મુંબઈમાંથી પૃથક ગુજરાતની સ્થાપના 1લી મે, 1960ના રોજ થઈ હતી. 17 જિલ્લાઓની સાથે ગુજરાત સ્થાપિત થયુ હતું. 1લી મે, 1960ના રોજ ગુજરાતના જિલ્લાઓની સંખ્યા 17 હતી. આ જિલ્લાઓ હતાં અમદાવાદ, ભરૂચ, અમરેલી, બનાસકાંઠા, ડાંગ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, સુરેન્દ્રનગર અને સૂરત.

ગાંધીનગર પ્રથમ નવો જિલ્લો
ગુજરાતમાં નવા જિલ્લાની રચનાની શરુઆત સૌપ્રથમ ગાંધીનગર સાથે થઈ. એટલે કે ગાંધીનગર ગુજરાતમાં નવો બનનાર પ્રથમ જિલ્લો હતો. સને 1964માં મહેસાણા અને અમદાવાદના કેટલાંક ભાગોને મેળવીને ગુજરાતના 18મા ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી. ત્યાર બાદ 1966માં સૂરતમાંથી વલસાડ નામના 19મા જિલ્લાની રચના કરવામાં આવી.

વાઘેલાએ કર્યાં મોટા ફેરફાર
સને 1997માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જિલ્લાઓની પુનર્રચના બાબતે મોટા ફેરફાર કર્યા હતાં. વાઘેલા એક સાથે છ જિલ્લાઓની રચના કરી હતી. તેમાં આણંદ, દાહોદ, પાટણ, નવસારી, પોરબંદર અને નર્મદાનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતના જિલ્લાઓની સંખ્યા વધીને 25 થઈ ગઈ હતી.

મોદીએ 14 વર્ષ બાદ ફરી કરી શરુઆત
વાઘેલા પછી ચૌદ વર્ષ બાદ એટલે કે 2010માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી જિલ્લાઓની પુનર્રચના શરૂ કરી. મોદીએ બે વર્ષ અગાઉ નવા તાપી જિલ્લાની રચના કરી હતી. તાપી ગુજરાતનો 26મો જિલ્લો બન્યો હતો. બે વર્ષ પછી એટલે કે 1લી મે, 2012ના રોજ જૂનાગઢમાં યોજાયેલ રાજ્ય સ્થાપના દિવસ સમારંભમાં મુખ્યમંત્રીએ 27મા જિલ્લા તરીકે ગીર-સોમનાથની જાહેરાત કરી હતી. તે પછી વિવેકાનંદ યાત્રા દરમિયાન મોદીએ તાજેતરમાં જ છોટા ઉદેપુર, અરાવલી, બોટાદ, દ્વારકા, મહીસાગર જિલ્લાઓની રચનાની જાહેરાત કરી છે. આ સાથે જ 17 જિલ્લાઓથી શરૂ થયેલું ગુજરાત 32 જિલ્લાઓ સુધી પહોંચી જવાનું છે.

English summary
In 1960, Gujarat state come into existence from the 17 northern districts. Botad will 30th ditrict of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X