For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ટવર્પ ડાયમંડ બેંક બંધ થતા, સુરતના હીરા ઉદ્યોગને માઠી અસર થશે

|
Google Oneindia Gujarati News

સુરત, 20 સપ્ટેમ્બર : વિશ્વ પ્રસિદ્ધ એન્‍ટવર્પની બેંકિંગ એન્‍ડ ઇન્‍શ્‍યોરન્‍સ ક્ષેત્રની કંપની કેબીસી ગ્રુપ દ્રારા સંચાલિત એન્‍ટવર્પ ડાયમંડ બેંક(એડીબી - ADB)ને બંધ કરવાની જાહેરાત થતાં સુરતના હીરા ઉદ્યોગમાં હાહાકાર મચી ગયો છે. સુરતના હીરા ઉદ્યોગ પર તેની કેવી અસર પડશે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

સુરત હીરા ઉદ્યોગમાંથી 10,000 કરોડ પાછા ખેંચાશે

સુરત હીરા ઉદ્યોગમાંથી 10,000 કરોડ પાછા ખેંચાશે


એડીબી બંધ થવાને કારણે સુરતના ઉદ્યોગમાંથી રૂપિયા 10,000 કરોડની રકમ ખેંચાઈ જવાની શક્‍યતા છે. એન્‍ટવર્પ ડાયમંડ બેંકને ચીનના યીનરેન ગ્રુપને વેચવાની યોજના ચાલી રહી હતી. પરંતુ સમયસર એક્‍બિઝિશન પૂરું નહીં થતાં બેંકને બંધ કરવાની ફરજ પડી હતી.

એડીબીએ બેલ્જિયમ સરકાર પાસેથી ધિરાણ લીધું હતું

એડીબીએ બેલ્જિયમ સરકાર પાસેથી ધિરાણ લીધું હતું


એન્‍ટવર્પ, હોંગકોંગ, સિંગાપોર, મુંબઈ વગેરે જગ્‍યાએ શાખાઓ ધરવાતી એન્‍ટવર્પની 80 વર્ષ જૂની અને હીરાઉદ્યોગ અને જવેલરી ક્ષેત્ર માટે જ ધિરાણ આપતી એન્‍ટવર્પ ડાયમંડ બેંકે બેલ્‍જિયમ સરકાર પાસેથી 9.5 બિલિયન ડોલરનું ધિરાણ લીધું હતું. આ ધિરાણને બેંકે વર્ષ 2012માં ચૂકવી દીધું હતું.

બેંકની રિવાઇવલ પ્રોસેસ બાકી હતી

બેંકની રિવાઇવલ પ્રોસેસ બાકી હતી


યુરોપિયન યુનિયનના કાયદા મુજબ બેંકે તેનું ધિરાણ તો ભરપાઇ કર્યું હતું. પરંતુ, રિવાઇવલ માટેની પ્રોસેસ પૂરી કરી નહોતી. બીજી તરફ ચીનના યીનરેન ગ્રુપ એડીબીને હસ્‍તગત કરવા માટેની તજવીજ કરી હતી, પણ સમયસર પ્રક્રિયા પૂરી ન થતાં આખરે કેબીસી ગ્રુપે બેંકિંગ સેગમેન્‍ટ બંધ કરવાની જાહેરાત કરી છે.

વિશ્વની 85 ટકા કંપનીઓને ADBનું ધિરાણ

વિશ્વની 85 ટકા કંપનીઓને ADBનું ધિરાણ


એડીબીની વિશ્વભરની શાખાઓને તાળાં મારી દેવાશે. હીરાઉદ્યોગમાંથી જાણવા મળેલી વિગત મુજબ એડીબી બેલ્‍જિયમની અગ્રણી બેંકોમાંની એક ગણવામાં આવે છે અને દુનિયાની ડાયમંડ કંપનીઓમાંથી 85 ટકા કંપનીઓ આ બેંક પાસેથી ધિરાણ મેળવે છે.

English summary
KBC Winding Down Antwerp Diamond Bank, Surat Diamond industry affected heavily.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X