For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારતઃ બાપુના ‘ગામ’થી ગુજરાતે શરૂ કરી મોદીની ઝુંબેશ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓક્ટોબરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધીનું એક અધુરુ સ્વપ્ન પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યાં છે. ગાંધીજીનું સ્વપ્ન હતું કે સ્વચ્છ ભારતની તસવીર વિશ્વ નિહાળે, જોકે તે હજુ સુધી પૂર્ણ થઇ શક્યું નથી. હવે મોદીએ ગાંધીજીના આ સ્વપ્નને પૂર્ણ કરવાનું બીડુ ઉપાડ્યું છે. જેની શરૂઆત તેમણે આજથી એટલે કે ગાંધીજીની જન્મજયંતી 2 ઓક્ટોબરથી સ્વંય ઝાડુ હાથમાં લઇને અને કચરો ઉપાડીને કર્યું છે. નરેન્દ્ર મોદીએ દેશભરને આહ્વાન કર્યું છેકે તેઓ આ સ્વચ્છ ભારતના અભિયાનમાં જોડાય. આ માટે તેમણે અનેક જાણીતી સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓને આમંત્રિત કર્યાં છે.

નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરવામાં આવતા ગુજરાતે તેને હાથોહાથ ઉપાડી લીધું છે. ગુજરાત પોતાના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધીનું સ્વપ્ન અને નરેન્દ્ર મોદીના અભિયાનને પૂર્ણ કરવા માટે તૈયાર થઇ ગયું છે. આ માટે આનંદીબહેન પટેલે ગઇ કાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય મંત્રીમંડળની એક બેઠક યોજી હતી. જેમાં 2જી ઓક્ટોબર(ગાંધી જંયતિ)થી 31 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાં અભિયાન વેગવંતુ બનાવવાનો નિર્ણય કર્યો છે. આજથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી થાય ત્યાં સુધીમાં રાજ્યમાં સતત તબક્કાવાર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ આજે સવારે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બાપુના ગામ પોરબંદર ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે તેમણે ઝાડુ હાથમાં લઇને રસ્તાની સફાઇ કરી હતી. તો બીજી તરફ ઉમરેઠ નગરપાલિકા અને રોટરી ક્લબના સભ્યોઓ પણ સફાઇમાં જોડાયા હતા. રાજકોટમાં પણ મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓ પાસે સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. તો ચાલો તસવીરો થકી એ નિહાળીએ.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં મેક ઇન ઇન્ડિયાના મંડાણ, હોન્ડાએ કરી 1100 કરોડની રોકાણની વર્ષા

બાપુને નમન

બાપુને નમન

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરતા પૂર્વે મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કર્યું હતું.

રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનની શરૂઆત

રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનની શરૂઆત

નરેન્દ્ર મોદીએ આજે સવારે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બાપુના ગામ પોરબંદર ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે તેમણે ઝાડુ હાથમાં લઇને રસ્તાની સફાઇ કરી હતી.

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠ નગરપાલિકા અને રોટરી ક્લબના સભ્યોઓ પણ સફાઇમાં જોડાયા હતા.

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠ નગરપાલિકા અને રોટરી ક્લબના સભ્યોઓ પણ સફાઇમાં જોડાયા હતા.

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠ નગરપાલિકા અને રોટરી ક્લબના સભ્યોઓ પણ સફાઇમાં જોડાયા હતા.

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન

ઉમરેઠ નગરપાલિકા અને રોટરી ક્લબના સભ્યોઓ પણ સફાઇમાં જોડાયા હતા.

ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલી ટ્વિટ

ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલી ટ્વિટ

ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલી ટ્વિટ

ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલી ટ્વિટ

આમઆદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરાઇ સફાઇ

આમઆદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરાઇ સફાઇ

આમઆદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે સફાઇ કરવામાં આવી હતી.

English summary
CM Anandiben Patel Launched statewide 'Swachhta Abhiyan' at Bapu's birth place, Porbandar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X