અજબ મિથકઃ કોઇ પણ પક્ષને બીજી તક નથી આપતું સુરેન્દ્રનગર

Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014ની ચૂંટણી માટે મતદાન થવાને હવે બહુ સમય બાકી નથી. 17 દિવસ બાદ ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે. જ્યાંના મતદાતાઓ પોતાના વિસ્તારના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. વાત સુરેન્દ્રનગર બેઠકની કરવામાં આવે તો આ બેઠક પર એક અજબ મિથક જોડાયેલું છે. આ બેઠક પર દર ચૂંટણીએ લોકો પાર્ટીને જાકારો આપે છે, જ્યારે ઉમેદવારને રીપીટ કરે છે. જીહાં, સુરેન્દ્રનગરમાં એકવાર ભાજપ તો એકવાર કોંગ્રેસને ત્યાંની જનતા પસંદ કરે છે. પછી ભલેને ઉમેદવાર એનો એ જ હોય, અને જો આ મિથક જળવાઇ રહે તો આ વખતે સુરેન્દ્રનગરની બેઠક કોંગ્રેસના હાથમાંથી જઇ શકે છે અને ત્યાં ભાજપનું કમળ ખીલી શકે છે.

જો ઇતિહાસ પર નજર ફેરવવામાં આવે તો 1962થી લઇને 2009 સુધીમાં ભાગ્યે જ ક્યારેક કોઇ એક પક્ષ સતત બે ચૂંટણીમાં વિજયી થવામાં સફળ રહ્યું હશે. 1962માં કોંગ્રેસ તો 1967માં સ્વસંત્ર ઉમેદવાર વિજેતા થયો હતો. 1971માં કોંગ્રેસ તો 1977માં ફરી બીએલડીનો ઉમેદવાર વિજેતા થયો હતો, 1980-84માં કોંગ્રેસ આ બેઠક પર સળંગ વિજય મેળવવામાં સફળ રહી હતી તો 1989 અને 1991ની ચૂંટણીમાં ભાજપે આ કમાલ દેખાડ્યો હતો. પરંતુ 1996થી લઇને 2009 સુધી આ બેઠક એકવાર ભાજપ તો એકવાર કોંગ્રેસના હાથમાં રહી છે.

દેશભરમાં જે માહોલ જોવા મળી રહ્યો છે, તેના પરથી એ પણ કહી શકાય છે કે આ વખતે મોદીની લહેર આ બેઠક પર જોવા મળી શકે છે, પરંતુ બન્ને ઉમેદવારો કોળી સમાજના હોવાથી અહી ચૂંટણી રસાકસીભરી બની રહેશે. જોકે દેવજી ફતેપરા કરતા સોમા ગાંડા પટેલનું પલડું આ દિશામાં ભારે રહી શકે છે. સોમા ગાંડા પટેલ છેલ્લી બે ટર્મથી આ બેઠક પર વિજેતા છે, 2004માં તેઓ ભાજપ અને 2009માં તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર સોમા પટેલ પાંચ વખત ચૂંટણી લડ્યાં છે અને તેમાં માત્ર તેઓ એકવાર જ પરાજિત થયા છે, તેને જોતા આ બેઠક પર તેઓ હાવી રહી શકે છે, છતાં પણ મોદીની લહેરનો સામનો સોમા પટેલે કરવો પડશે. તસવીરો થકી આ બેઠક અંગે વધુ જાણીએ.

પોરબંદર</a>। <a href=ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" title="પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" />પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરાએ કહ્યું છેકે અગારિયા અહી ગરીબીમાં જીવી રહ્યાં છે અને કેન્દ્ર દ્વારા તેમને કોઇ સપોર્ટ કરવામાં આવતો નથી. ધોળકા અને ધંધૂકા વચ્ચે ગેજ કનવર્ઝેશનની યોજના છે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ પટેલે કહ્યું છેકે ગુજરાત સરકાર દ્વારા અગારિયાની અવગણના કરવામાં આવે છે. કેન્દ્રમાં અમારી સરકાર તેમના માટે પ્રોજેક્ટ હાથ ધરશે. રેલ લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેઠાભાઇ પટેલે કહ્યું છેકે તેમના માટે ખેડૂતોને વિજળી પાણી અને મારો સૌથી મોટો મુદ્દો છે. ખેડૂતો સુધી પાણીની યોજના પહોંચી રહી નથી.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ વિસ્તારમાં સૌથી વધુ કોળી મતદાતાઓ છે. તેઓ 18-20 ટકા છે. કોળી સમુદાય ઓબીસી હેઠળ આવે છે અને આ વિસ્તારમાં 60 ટકા મતો ઓબીસીના છે. 12-13 ટકા મતો અનુસુચિત જાતિ જનજાતિના છે અને એટલા જ ટકા મતો પટેલના છે.

પૂર્વ પરિણામ પર એક નજર

પૂર્વ પરિણામ પર એક નજર

1962
કોંગ્રેસઃ- ઘનશ્યામ ઓઝા- 123006
અપક્ષઃ- ભાનુમતીબેન પટેલ- 80955
તફાવતઃ- 42051

1967
સ્વતંત્રઃ- મેઘરજી- 169191
કોંગ્રેસઃ- વીજે ડગલી- 97190
તફાવતઃ- 72001

1971
કોંગ્રેસઃ- રસિકલાલ પરિખ- 136566
અપક્ષઃ- શ્રીરાજ મેઘરજી- 127875
તફાવતઃ- 8691

1977
બીએલડીઃ- રામદાસ અમિન- 139927
કોંગ્રેસઃ- મનુભાઇ શાહ- 134494
તફાવતઃ- 5433

પૂર્વ પરિણામ પર એક નજર

પૂર્વ પરિણામ પર એક નજર

1980
કોંગ્રેસઃ- દિગ્વિજયસિંહ ઝાલા- 193632
જનતા પાર્ટીઃ- જુવાનસિંહ પરમાર- 109116
તફાવતઃ- 84516

1984
કોંગ્રેસઃ- દિગ્વિજયસિંહ ઝાલા- 191632
ભાજપઃ- બાબુલાલ શાહ- 155254
તફાવતઃ- 36378

1989
ભાજપઃ- સોમા ગાંડા પટેલ(કોળી)- 257344
કોંગ્રેસઃ- દિગ્વિજયસિંહ ઝાલા- 129671
તફાવતઃ- 127673

પૂર્વ પરિણામ પર એક નજર

પૂર્વ પરિણામ પર એક નજર

1991
ભાજપઃ- સોમા ગાંડા પટેલ(કોળી)- 189389
કોંગ્રેસઃ- સનત મહેતા- 178503
તફાવતઃ- 10886

1996
કોંગ્રેસઃ- સનત મહેતા- 199593
ભાજપઃ- સોમા ગાંડા પટેલ(કોળી)- 134741
તફાવતઃ- 64852

1998
ભાજપઃ- ભાવનાબેન દવે- 268819
કોંગ્રેસઃ- સનત મહેતા- 259158
તફાવતઃ- 9661

પૂર્વ પરિણામ પર એક નજર

પૂર્વ પરિણામ પર એક નજર

1999
કોંગ્રેસઃ- સવશીભાઇ મકવાણા- 244368
ભાજપઃ- ભાવનાબેન દવે- 218463
તફાવતઃ- 25905

2004
ભાજપઃ- સોમા ગાંડા પટેલ- 219872
કોંગ્રેસઃ- સવશીભાઇ મકવાણા- 185928
તફાવતઃ- 33944

2009

કોંગ્રેસઃ- સોમા ગાંડા પટેલ(કોળી)- 247710
ભાજપઃ- લાલજીભાઇ મેર- 242879
તફાવતઃ- 4831

English summary
lok sabha election analysis surendranagar constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X