For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં સૌથી વધુ નકલી ચલણી નોટો ખાનગી બેંકો પાસેથી મળી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 ઓગસ્ટ : ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા નકલી ચલણી નોટો ઘૂસાડવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આ બદઇરાદાઓને પૂરા કરવા માટે દુશ્મનોએ ભારતની ખાનગી બેંકોને ટાર્ગેટ બનાવી છે. તાજેતરમાં બહાર આવેલા આંકડા અનુસાર અમદાવાદ શહેરની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો થઇને કુલ 56.70 લાખ નકલી નોટો ઝડપી લેવામાં આવી છે.

આ ચોંકાવનારા આંકડા જોઇને પોલીસ મુંઝવણમાં પડી ગઇ છે. પોલીસ બેંકોમાં નકલી ચલણ કેવી રીતે ઘૂસાડવામાં આવે છે તેનું રેકેટ પકડવા માટે પ્રયત્ન કરી રહી છે.

rupee

મહત્વની બાબત એ છે કે એનએસજી ટીમ દ્વારા વર્ષ 2014ના પ્રથમ ચાર મહિનામાં જ અમદાવાદની બેંકો માંથી રૂપિયા 56.70 લાખની નકલી ચલણી નોટો પકડી પાડી છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી પણ રૂપિયા 2.42 લાખની નકલી ચલણી નોટો પકડી પાડવામાં આવી છે.

એનએસજી દ્વારા દર મહિને અમદાવાદની 19 જેટલી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાંથી નકલી નોટોનો જથ્થો પકડી પાડવામાં આવે છે. આ વર્ષે નકલી ચલણનો સૌથી મોટો જથ્થો પકડાયો છે. કઇ બેંકોમાંથી કેટલી નકલી નોટો પકડાઇ તેની યાદી નીચે મુજબ છે.

  • ICICI બેંક - 22,99,400
  • HDFC બેંક - 16,15,150
  • Axis બેંક - 9,51,400
  • RBI બેંક - 2,42,150
  • Yes બેંક - 1,95,500
  • Kotak Manhindra બેંક - 1,00,450
English summary
Maximum fake currency seized from private bank in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X