For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીનો જાદુ : ચીન, જાપાન, અમેરિકાની કંપનીઓની ગુજરાતમાં રોકાણ કરવા પડાપડી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 સપ્ટેમ્બર : ભારત જ નહીં હવે તો અન્ય દેશોમાં પણ નેરેન્દ્ર મોદીનો મેજિક કરતબ બતાવી રહ્યો છે. મોદી મેજિકની જ અસર છે કે હવે ચીન, જાપાન અને અમેરિકાની કંપનીઓ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં રોકાણ કરવા પડપડી કરી રહી છે.

આ વાતનો લેટેસ્ટ પુરાવો જાપાનની કંપની હોન્ડા મોટર્સની ગુજરાતમાં ત્રીજો પ્લાન્ટ શરૂ કરવાની અને તેના માટે જમીન ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હોવાના અહેવાલ છે. જાપાનની જ સુઝુકી મોટર કોર્પોરેશને પણ ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે. અમેરિકાની અગ્રણી કાર મેન્યુફેક્ચરિંગ કંપની ફોર્ડે પણ ગુજરાતમાં પોતાનું એક યુનિટ શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ સંદર્ભમાં ગુજરાતના એક અગ્રણી અંગ્રેજી દૈનિક સાથેની વાતમાં ગુજરાતના અધિક મુખ્ય સચિવ જે. પ્રધાને જણાવ્યું કે હોન્ડાએ ગુજરાતના સાણંદમાં પોતાની કાર ફેક્ટરી ખોલવાનો નિર્ણય લીધો છે. ટાટા નેનો બાદ તે ગુજરાતમાં આવનારી ચોથી કંપની છે. અમેરિકાની ફોર્ડ કંપનીએ પહેલા જ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપનાની કાર્યવાહી હાથ ધરી છે. આવનારા સમયમાં તે પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થશે.

ગુજરાતમાં રોકાણ કરવા કઇ કંપનીઓ તત્પર છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

હોન્ડા મોટર્સ

હોન્ડા મોટર્સ


રૂપિયા 4,000 કરોડના ખર્ચે સાણંદ પાસે પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે.

ચીન મેન્યુફેક્ચરિંગ પાર્ક

ચીન મેન્યુફેક્ચરિંગ પાર્ક


ચીન ગુજરાતમાં સાણંદ પાસે 5 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલે એક મેન્યુફેક્ચરિંગ પાર્ક બનાવશે. આ પાર્કમાં મોટા ભાગે ચીનની કંપનીઓની મેન્યુફેક્ચરિંગ યુનિટ તૈયાર કરાશે. આ માટે અંદાજે 12 જેટલી કંપનીઓ 100 મિલિયન ડોલરનું રોકાણ કરશે.

ચીનની આ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા તત્પર

ચીનની આ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા તત્પર


ગ્રીન ફિલ્ડ મોટર, વોચ ગ્રુપ, યુએહુઆ કન્ટ્રોલ ગ્રુપ, ઝુજી યોંગચેંગ ઓટો, વેંઝાઉ જિનપી મશીનરી મેન્યુફેક્ચરિંગ, જેબીઓએન કન્ટ્રોલ ઇન્ડસ્ટ્રી વગેરે.

ચીન અને જાપાનની બેંકો ગુજરાતમાં

ચીન અને જાપાનની બેંકો ગુજરાતમાં


ચીન અને જાપાનની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા આવી રહી છે ત્યારે ચીનની ચાઇના ડેવલપમેન્ટ બેંક અને જાપાનની મિઝુહો બેંક ગુજરાતના અમદાવાદમાં પોતાનું કાર્યલય ખોલશે.

વાઇબ્રન્ટ સમિટમાં MoU કરાશે

વાઇબ્રન્ટ સમિટમાં MoU કરાશે


વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015માં ચીન અને જાપાનની અંદાજે 2 ડઝન જેટલી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટેના MoU સાઇન કરશે તેવી શક્યતા છે.

ગુજરાતમાં જાપાની કંપનીઓની સંખ્યા 100 થશે

ગુજરાતમાં જાપાની કંપનીઓની સંખ્યા 100 થશે


જાપાનના રાજદૂત તાકેશી યાગીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્તમાનમાં જાપાનની 60 કંપનીઓ કાર્યરત છે. આવનારા સમયમાં આ સંખ્યા 100 થવાની સંભાવના છે.

છેલ્લા 6 મહિનામાં કઇ કંપનીઓએ રોકાણ કર્યું

છેલ્લા 6 મહિનામાં કઇ કંપનીઓએ રોકાણ કર્યું


ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં ખાસ કરીને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ટીબીઇએ (TBEA)એ વડોદરા પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલ્યું. ઉર્જા ક્ષેત્રની બીટીબીઇ ઇલેક્ટ્રિક કંપનીએ પોતાની ફેક્ટરી શરૂ કરી છે. સેનેટરી સામાન બનાવતી ટોટોએ પણ હાલોલ પાસે રૂપિયા 350 કરોડના ખર્ચે પ્લાન્ટ શરૂ કર્યો છે.

English summary
Narendra Modi effect : Chinese, Japanese, US firms make beeline to invest in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X