For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યનું નામ આગળ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 સપ્ટેમ્બર : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ વિવિધ રાજ્યોના રાજ્યપાલોની બદલી કરવામાં આવી છે. તેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. વજુભાઇએ કર્ણાટકના રાજ્યપાલનો ચાર્જ લેવા માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે રાજીનામુ આપતા આ જવાબદારી ઉપાધ્યક્ષ મંગુભાઇ પટેલને સોંપવામાં આવી છે. આ દરમિયાન નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી બાદ મહિલા વિધાનસભા અધ્યક્ષ મળે એ દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે. આ કારણે ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં સંભવત વિધાનસભા અધ્યક્ષપદે રાજ્યના મહિલા ધારાસભ્યને આપવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

nimaben-acharya-vajubhai-vala

ભાજપ વર્તુળો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાલી પડેલા વિધાનસભા અધ્યક્ષ પદ પર મહિલા ધારાસભ્યને કામગીરી સોંપી ગુજરાતમાં મહિલા કલ્યાણની વાત સિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યનું નામ વિધાનસભા અધ્યક્ષપદની રેસમાં સોથી આગળ છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ડો.નિમાબેન આચાય ચાર ટર્મથી ધારાસભ્ય રહી ચૂકયા હોવા ઉપરાંત વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની પેનલ પર પણ રહી ચૂકયા છે. તેમજ ચાર દિવસ માટે કાર્યકારી અધ્યક્ષની કામગીરી બજાવી છે. આથી ડો. નિમાબેન આચાર્યના નામ પર વિધાનસભા અધ્યક્ષ પદની પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભાના નવા અધ્યક્ષની નિમણુક અત્યારે કરવામાં નહી આવે પરંતુ ફેબ્રુઆરી મહિનાના અંતમાં મળનારા અંદાજપત્ર સત્ર દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે. આ સત્રમાં વિધિવત રીતે વિધાનસભાના નવા અધ્યક્ષની નિમણુક કરી સત્ર તેમના માર્ગદર્શનમાં ચલાવવામાં આવશે.

English summary
Nimaben Acharya could be new speaker of Gujarat Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X