ગુજરાતમાં માત્ર 14 મહિલા ઉમેદવારો મેદાનમાં

By Kumardushyant
Google Oneindia Gujarati News

કર્નલ.કુમારદુષ્યંત.એમ (ગાંધીનગર)લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાય ગયું છે ત્‍યારે મહિલા ઉમેદવારોને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિત મોટાભાગના પક્ષો ઉદાસીન રહ્યા છે. રાજકીય પક્ષો મહિલા શક્તિકરણ અને પુરૂષ સમોવડી સ્ત્રીને લઇને મસમોટા બણગા ફૂંકે છે. તો બીજી તરફ મહિલાઓ માટે 33 ટકા અનામતને લઇને વાતોના વડા કરતાં હોય છે. પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની યાદી જોતાં સ્પષ્ટપણે દેખાઇ છે કે ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષો મહિલાઓના મુદ્દે કેટલા નિરસ છે. મહિલાઓના મતો મેળવવા માટે રાજકીય પક્ષો ભાત ભાતના તુક્કાઓ લડાવી રહ્યાં છે. પરંતુ જો મહિલા ઉમેદવારને ટિકીટ આપવાની વાત આવે તો કોઠીમાં મોઢું સંતાડી દેતા હોય એમ લાગી રહ્યું છે..

2014ની લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદારોનું વર્ચસ્વ મહત્ત્વપૂર્ણ બની રહે તેવી શક્યતાઓ વચ્ચે ભાજપે માત્ર 4 મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે માત્ર એક મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. બીજી તરફ અન્ય પક્ષો તરફ નજર કરીએ તો આમ આદમી પાર્ટીએ 1 મહિલાને, સીપીઆઇએ 1 મહિલા, તથા બસપાએ 2 મહિલાને ટિકીટ આપી છે. ત્યારે અપક્ષ તરીકે 5 મહિલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી છે.

જો કે મહિલા ઉમેદવારો જીતવાના મામલે પણ ખૂબ પાછળ રહ્યાં છે. 2009ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 26 બેઠકો ઉપર 26 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી જે પૈકી માત્ર ચાર મહિલા ઉમેદવારોની જીત થઈ હતી જ્‍યારે 21 મહિલા ઉમેદવારોએ તેમની ડિપોઝીટ પણ ગુમાવી હતી. રાજ્‍યના રાજકારણમાં મહિલાઓ ખૂબ પાછળ રહી છે.

10 ટકા પણ મહિલા ઉમેદવારો નથી

10 ટકા પણ મહિલા ઉમેદવારો નથી

ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં આ બન્ને પક્ષોના મહિલા ઉમેદવારો ૧૦ ટકા પણ નથી. ભાજપે જયશ્રીબેન પટેલને મહેસાણાથી, પૂનમ માડમને જામનગરથી, ભારતીબેન શિયાળને ભાવનગરથી અને દર્શનાબેન જરદોશને સુરતથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. જ્યારે કોંગ્રેસે દાહોદની બેઠક પર પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે.

સંસદમાં મહિલાઓના મુદ્દાઓને આપશે વાચા

સંસદમાં મહિલાઓના મુદ્દાઓને આપશે વાચા

ભાજપ જીતે તો ચાર મહિલા ઉમેદવારો અને કોંગ્રેસ જીતે તો માત્ર એક મહિલા ઉમેદવાર રાજ્યની મહિલાઓનું પ્રતિનિધિત્વ દેશની સંસદમાં કરશે. તેઓ રાજ્યની મહિલાઓના મુદ્દા, પ્રશ્નો, સમસ્યાઓ અને જરૂરિયાતોને સંસદમાં વાચા આપશે.

મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં ખચકાટ

મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં ખચકાટ

હાલ ચૂંટણીઓમાં મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષાની ચિંતામાં દરેક પક્ષ અને તેના સ્ટાર નેતાઓ વ્યસ્ત છે. પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં અને નેતાઓ ભાષણો અને ચર્ચાઓમાં મહિલાઓના મુદ્દા કદાચ સૌથી વધુ હોય છે, તેમ છતાંય મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં પક્ષોમાં ખચકાટ હોય તેવું આંકડા જોતાં સ્પષ્ટ થઈ જાય છે.

ભાજપે 4 અને કોંગ્રેસે 1 મહિલા ઉમેદવારને આપી ટિકીટ

ભાજપે 4 અને કોંગ્રેસે 1 મહિલા ઉમેદવારને આપી ટિકીટ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ ઉમેદવારોને બેઠકો ફાળવવામાં કોંગ્રેસ કરતાં આગળ છે. પરંતુ ૨૬ બેઠકોમાંથી ભાજપની ચાર મહિલા ઉમેદવાર કુલ બેઠકના ૨૫ ટકા પણ થતી નથી...! તેની સામે કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર કુલ ઉમેદવારોની તુલનાએ પાંચ ટકા પણ નથી.

કોંગ્રેસ

કોંગ્રેસ

કોંગ્રેસે દાહોદની બેઠક પર પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે.

ભાજપ

ભાજપ

ભાજપે જયશ્રીબેન પટેલને મહેસાણાથી ટિકિટ આપી છે.

ભાજપ

ભાજપ

ભાજપે પૂનમ માડમને જામનગરથી ટિકિટ આપી છે.

ભાજપ

ભાજપ

ભાજપે ભારતીબેન શિયાળને ભાવનગરથી ટિકિટ આપી છે.

ભાજપ

ભાજપ

ભાજપે દર્શનાબેન જરદોશને સુરતથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે.

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીએ મહેસાણાથી વંદનાબેન પટેલને ટિકીટ આપી છે.

English summary
Only Gujarat 14 Women candidate in lok sabha election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X