For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોટો : સાબરમતી નદીની આરતી, સાબરમતીને સ્વચ્છ અને પૂજ્ય રાખવા CMની અપીલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 જુલાઇ : ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીને સ્વચ્છ અને પૂજ્ય, પવિત્ર રાખવાની અપીલ સાથે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાબરમતી મૈયાની આરતી ઉતારી હતી.

શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે 29 જુલાઇ, 2014ના રોજ ભારે વરસાદ છતાં પણ સાંજે કરવામાં આવેલી 151 દીવડાંની આરતીને કારણે સાબરમતી નદી દીપી ઉઠી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે ઉતારવામાં આવેલી આરતીનું સમગ્ર આયોજન શહેરના પ્રાચીન જગન્નાથ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં શહેરના ઉત્સાહીજનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે 'પવિત્ર શ્રાવણ માસમાં નદી પૂજનનો આ અવસર સુભગ છે. ભક્તિ માસ ગણાતા શ્રાવણ મહિનામાં તેમણે શિવભક્તોને અનુરોધ કર્યો કે તેઓ જે દૂધ ભગવાનને ચડાવે છે તેમાંથી થોડો ભાગ કૂપોષિત બાળકો માટે પણ આપીને શિવ-સેવા સાથે સમાજ-સેવાની જવાબદારી પણ અદા કરી શકાય છે.'

સાબરમતી નદીની મહાઆરતી પ્રસંગે અમદાવાદનાં મેયર મીનાક્ષીબહેન પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્‍યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્‍ટી મહેન્‍દ્રભાઇ જ્‍હા, શહેરના અગ્રણીઓ સુરેશભાઇ પટેલ, સોમાભાઇ મોદી સહિત ઉત્સાહી નાગરિકો પણ આરતીમાં જોડાયા હતા.

મહાઆરતીની ઝાંખી નિહાળવા આગળ ક્લિક કરો...

1

1

સાબરમતી મૈયાની મહાઆરતી ઉતારવામાં આવી હતી

2

2

151 દીવડાંની આરતી ઉતારવામાં આવી

3

3

આરતીમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,અમદાવાદનાં મેયર મીનાક્ષીબહેન પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્‍યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્‍ટી મહેન્‍દ્રભાઇ જ્‍હા, શહેરીજનોએ લીધો ભાગ

4

4

વરસતા વરસાદમાં આરતી ઉતારાતા વાતાવરણ ભક્તિમાં તરબોળ

5

5

પવિત્ર શ્રાવણમાંશિવ-સેવા સાથે સમાજ-સેવાની જવાબદારી અદા કરવા મુખ્યમંત્રીની અપીલ

6

6

શહેરની શાનસાબરમતી નદીને સ્વચ્છ અને પૂજ્ય, પવિત્ર રાખવાની અપીલ

English summary
Photo : Sabarmati river aarti, CM Anandiben Patel appeals to keep Sabarmati clean and sacred.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X