For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સેલ્ફ એસેસમેન્ટથી પ્રોપર્ટી ટેક્સની ભરપાઇના કેવા ફાયદા થશે?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 19 સપ્ટેમ્બર : ગુજરાતમાં સમયની સાથે ચાલવાની આદત છે. આ કારણે જ હવે પ્રોપર્ટી ટેક્સ પણ ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, વેટ વગેરેમાં કરવામાં આવે છે તેમ સેલ્ફ ડેકલેરેશનની જેમ સેલ્ફ એસેસમેન્ટ કરીને ભરવામાં આવશે.

આ માટે અમદાવાદ શહેરમાં આવેલ મિલકતોનો ટેક્સ લાગુ કરવા પ્રોપર્ટી ટેક્સ સેલ્ફ એસેસમેન્ટ/ડેકલેરેશન પદ્ધતિ લાગુ કરવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં 18 સપ્ટેમ્બરે મંજૂર કરવામાં આવી હતી.

આ દરખાસ્ત અંગે શહેરી વિકાસ ખાતા દ્વારા કાયદામાં સુધારા કરીને કોર્પોરેશનને જાણ કર્યા પછી આ નવી પદ્ધતિનો અમલ થશે. આ માટે જીપીએમસી એક્ટની કલમ 456 અન્વયે ટેક્ષની જોગવાઈઓ તથા ટેકસેસન રૂલ્સમાં ફેરફાર કરવા રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે.

ગુજરાતમાં પ્રોપર્ટી ટેક્સમાં સેલ્ફ એસેસમેન્ટના ફાયદા શું છે તે જાણવા આગળ ક્લિક કરો...

દેશના કયા શહેરોમાં સેલ્ફ એસેસમેન્ટ લાગુ?

દેશના કયા શહેરોમાં સેલ્ફ એસેસમેન્ટ લાગુ?


દેશના મહાનગરો - મોટા શહેર બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, નવી મુંબઈ, ચંદીગઢ, લખનૌ વિગેરેમાં પ્રોપર્ટી સેલ્ફ ડેકલેરેશન સિસ્ટમનો અમલ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં પ્રોપર્ટીની સ્થિતિ

અમદાવાદ શહેરમાં પ્રોપર્ટીની સ્થિતિ


અમદાવાદ શહેરમાં 18,14,619 મિલકતો છે. જેમાંથી 4,39,812 કોમર્શિયલ મિલકતો દ્વારા રૂપિયા 742.53 કરોડ અને રેસીડેન્શિયલ 13,74,807 મિલકતો દ્વારા રૂપિયા 150.38 કરોડની ટેક્સ ડિમાન્ડ છે.

ટેક્સ ભરવા માટે મ્યુનિસિપલ કર્મચારીઓ પર નિર્ભરતા ઘટશે

ટેક્સ ભરવા માટે મ્યુનિસિપલ કર્મચારીઓ પર નિર્ભરતા ઘટશે


નાગરિકો દ્વારા પ્રોપર્ટી ટેક્ષનું સેલ્ફ ડેકલેરેશન પ્રતિવર્ષ નિયમિતપણે કરવામાં આવશે તથા ટેક્ષની ચુકવણી કરવામાં આવશે. નાગરિકો પોતાની જાતે પ્રોપર્ટી ટેક્ષની ગણતરી કરી ટેક્ષ ભરી શકશે. પ્રોપર્ટી ટેક્ષ ડેકલેરેશન કરવા / ટેક્ષ ભરવા નાગરિકો મ્યુનિસિપલ કચેરી સુધી આવવાની અથવા કર્મચારીઓના સંપર્ક કરવાની જરૃરિયાત રહેશે નહીં.

પ્રોપર્ટી ટેક્સમાં ભૂલોની ફરિયાદ ઘટશે

પ્રોપર્ટી ટેક્સમાં ભૂલોની ફરિયાદ ઘટશે


નાગરિકો દ્વારા સેલ્ફ ડેકલેરેશન કરવામાં આવતું હોવાથી પ્રોપર્ટી ટેક્સની ભૂલોને લગતી ફરિયાદનું પ્રમાણ ઘટશે. ટેક્સ ભરપાઈ કરવા નાગરિકો ટેક્ષ બિલની રાહ જોયા સિવાય સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે.

પેપરલેસ કામગીરી શક્ય બનશે

પેપરલેસ કામગીરી શક્ય બનશે


પ્રતિવર્ષ પ્રોપર્ટી ટેક્સ બિલ છાપવા તથા તેનું વિતરણ કરવા જેવા વહીવટી ખર્ચમાં ઘટાડો થશે. ઓછામાં ઓછા સ્ટાફ મારફતે ટેક્ષ વસૂલાતની મહત્તમ કામગીરી લઈ શકાશે. જીઆઈએસ મેપિંગ, ઓનલાઈન ફેસેલિટી તથા આઈ.ટી.ની એડવાન્સ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પેપરલેસ કામગીરી બનાવી શકાશે.

English summary
Property tax collected thru self assessment in big cities of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X