For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરમાં વરસાદ નોંધાયો : આવતા સપ્તાહે ભારે વરસાદની શક્યતા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 જુલાઇ : આજે પણ ગુજરાતમાં વરસાદની ઝરમર ચાલુ રહી હતી. જો કે આજે વરસાદનું જોર ઓછું થયું હતું. મધ્‍યપ્રદેશમાં છવાયેલા લો-પ્રેશરને પગલે રાજયભરના મોટાભાગના વિસ્‍તારને મેઘરાજાએ ગુજરાતમાં સૌને ભીંજવીને ખુશ કરી દીધા છે.

રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, મહિસાગર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે.

rain-1

હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય પ્રદેશમાં સર્જાયેલા ડિપ્રેશન હવે ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે. જે પાકિસ્‍તાન પહોંચી ગયું છે. જેથી હાલ એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા સિવાય કોઇ ભારે વરસાદની શકયતા હાલ નથી. બંગાળના ઉપસાગરમાં હાલ સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. જે 3.1 કિલોમીટરની ઉંચાઇએ છે. આ સિસ્‍ટમ મજબુત બને તો 31 જુલાઇની આસપાસ ફરી વરસાદ વરસવાના સંજોગો છે.

English summary
Rainfall across Gujarat; heavy rain forecast for next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X