For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બર 25, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

પહેલા જ નોરતે વડોદરામાં કોમી તોફાન
આજથી હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રિનો આરંભ થયો છે. ત્યારે વડોદરામાં નવરાત્રિના નવ દિવસ ચિંતા અને તણાવમાં પસાર થાય તેમ લાગી રહ્યું છે. આજે ફેસબુક પરની એક પોસ્ટના મુદ્દે વડોદરાના ફતેપુરા વિસ્તારમાં મુસ્લિમ જુથે વિરોધ નોંધાવતા પથ્થરમારો કર્યો હતો. આ વિરોધ કુંભારવાડા સુધી પહોંચ્યો હતો. આ તોફાનમાં અંદાજે 10 વાહનો અને લારીઓને આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થિતિને કાબુમાં લેવા ટીયરગેસ શેલ છોડવામાં આવ્યો હતા.

નવરાત્રિ દરમિયાન પોલીસ ખેલૈયાના વેશમાં રાખશે વૉચ
આજથી શરૂ થયેલી નવરાત્રિમાં અનિચ્છનીય બનાવો ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસે શહેરમાં 10,000 પોલીસનો બંદોબસ્ત તૈનાત કર્યા છે. પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયા જોડે ગરબા રમી લવ જેહાદ અને મેંહદી હસનનાં નિવેદનને પગલે છમકલાં ના થાય તેનું ધ્યાન રાખશે. ગરબાના સ્થળે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઉપરાંત પોલીસે અંધારી અને એકાંત વાળી જગ્યાઓ પણ આઈડેન્ટીફાઈ કરી છે.

garba-1

રાજકોટ - 2 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ કાલરિયાનું નામ જાહેર
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાનમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજ્યપાલ બનતા આપેલા રાજીનામાને પગલે ખાલી પડેલી રાજકોટ પશ્ચિમ (રાજકોટ - 2) બેઠક માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે જયંતીભાઇ કાલરિયાનું નામ જાહેર કર્યું છે. જયંતીભાઇ કાલરિયા બીજા નોરતે એટલે કે 26 સપ્ટેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. નોંધનીય છે કે ભાજપના ઉમેદવાર વિજય રૂપાણીએ ભાજપના અગ્રણી નેતાઓ સાથે આજે ઉમેદવારી પત્ર ભરી દીધું છે

દક્ષિણભારતના પ્રવાસ માટે અમદાવાદથી ખાસ ટ્રેન
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લી.(આઇઆરસીટીસી) દ્વારા દક્ષિણ ભારતના દર્શન માટે સ્પેશ્યલ ટ્રેન એક્સ 22 નવેમ્બરથી શરૂ કરશે. પ્રથમ યાત્રા 30 નવેમ્બરે પૂરી થશે. પ્રવાસમાં યાત્રીઓને કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ,ગોવા, મદુરાઇ અને કોવાલમ સ્થળો પર લઇ જવામાં આવશે. આ ઉપરાંત તિરૂપતિ બાલાજી અને રામેશ્વરમ મંદિર જેવા ધાર્મિક યાત્રા સ્થળો પર પણ લઇ જવામાં આવશે. યાત્રીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે યાત્રીઓની રહેવાની, જમવાની અને યાત્રીઓની સુરક્ષાની, રોડ ટ્રાન્સપોર્ટેશન, સ્થળ દર્શનની વ્યવસ્થા પણ રેલવેએ ગોઠવી છે.

નવરાત્રિના ટીકાકાર ઇમામ મેંહદી હસનને કોર્ટ પરિસરમાં યુવકે થપ્પડ મારી
હિન્દુઓના તહેવાર નવરાત્રિ વિશે લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનાર ખેડાના રૂસ્તમપુરાના ઈમામ મહેંદી હસનની મંગળવારે ધરપકડ કર્યા બાદ પોલીસ આજે તેને ઠાસરા કોર્ટમાં હાજર કરવા લઈ જઈ રહી હતી ત્યારે રાકેશ પટેલ નામની વ્યક્તિએ ઈમામને લાફો ઝીંકી કોર્ટ-સંકુલની બહાર ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રાકેશની અટકાયત કર્યા બાદ પાછળથી જામીન પર છોડયો હતો. કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ પી.વી. ભટ્ટે મેંહદી હસનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

imam-mehdi-hasan-slapped

ગુજરાત હાઇકોર્ટના દરવાજે ચિદમ્બરમની કારને અટકાવવામાં આવી
આજે ગુજરાત હાઈકોર્ટમાં એક કંપનીનો કેસ લડવા આવેલા પૂર્વ નાણા મંત્રી અને પ્રેક્ટિસિંગ લૉયર ચિદમ્બરમે કોર્ટના દરવાજેથી કોર્ટના બિલ્ડિંગ સુધી ચાલીને જવુ પડ્યુ હતું. સવારે અગિયાર વાગે કોર્ટમાં આવેલા ચિદમ્બરમની કાર પર પણ સ્ટીકર ન હતું.
ચિદમ્બરની કાર પ્રવેશતી હતી એ વખતે જ તેમની પાછળ યતિન ઓઝાની કાર આવી રહી હતી. તેઓ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોશિએશનના પ્રમુખ છે. તેમણે જ સ્ટીકર વગરની અજાણી કાર સામે વાંધો લઈ તેને અંદર પ્રવેશતી અટકાવી હતી.

English summary
September 25, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X