For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ સપોર્ટ કમિટી શરૂ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 જુલાઇ : ગુજરાતમાં છેલ્લા 3 વર્ષોમાં બળાત્કારના 1440 કિસ્સાઓ નોંધાયા છે. આ ઉપરાંત મહિલાઓ સામે થતા અત્યાચારમાં પણ વધારો થયો છે. આવા સમયે ગુજરાતમાં એક નવી પહેલ મહિલાઓને શારિરીક શોષણ થતું અટકાવવામાં મદદરૂપ બની શકે છે. શુક્રવારે અમદાવાદમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ સપોર્ટ કમિટી લોન્ચ કરવામાં આવી છે.

આ અંતર્ગત હવે ગુજરાતમાં જ્‍યાં 10થી વધારે મહિલાઓ કર્મચારીઓ હોય તેવી સરકારી, અર્ધસરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, પ્રાઇવેટ સંસ્‍થાઓમાં મહિલાઓની જાતીય સતામણી થતી અટકાવવા માટે દરેક સંસ્‍થામાં ફરજીયાત ઇન્‍ટર્નલ કમ્‍પલેઇન કમિટીની રચના કરવી પડશે.

sexual-harassment-of-women

ગુજરાત ઇલેકટ્રોનિકસ એન્‍ડ સોફટવેર ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસીએશન (GESIA)એ ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવ ડો. એસ.કે.નંદાની હાજરીમાં તેનો શુભારંભ કર્યો છે. આ સમયે નંદાએ પત્રકારોને કહ્યું કે સરકારી કચેરીઓ અને અન્‍ય કામકાજનાં સ્‍થળોએ મહિલાઓની ફરીયાદના નિકાલ માટે આંતરિક ફરીયાદ સમિતિની રચના કરવી ફરજીયાત છે અને આ આંતરિક સમિતિના નિયમ મુજબ એક્‍સટર્નલ મેમ્‍બરની નિમણૂક કરવી જરૂરી હોય છે.

સેક્‍સ્‍યુઅલ હેરેસમેન્‍ટ ઓફ વુમન એટ વર્કપ્‍લેસ સપોર્ટ કમિટીનાં કન્‍વીનર રૂઝાન ખંભાતાએ કહ્યું કે આ નવા એકટનું અમલીકરણ એ સૌના માટે મોટો પડકાર છે. એકસટર્નલ કમિટીના મેમ્‍બર્સ મળતા નથી, જેના માટે અમે ગુજરાતની વિવિધ વ્‍યકિતઓની કમિટીમાં નિમણૂક કરીને પેનલ બનાવી છે. આ કમિટીના સભ્‍યો જ્‍યારે જરૂર પડે ત્‍યારે કોઇ પણ સંસ્‍થા ઇન્‍ટર્નલ કમ્‍પલેઇન કમિટીમાં બાહ્ય સભ્‍ય તરીકે નિમણૂંક થશે અને મહિલા દ્વારા કરવામાં આવેલી ફરીયાદોના નિકાલ માટે માનદ સેવા આપશે.

આ પ્રસંગે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્‍ડેર રિસોર્સ સેન્‍ટરના ડો. દિનેશ કાપડિયાએ કહ્યું કે કામકાજના સ્‍થળે મહિલાને જાતીય સતામણી અંગે બનાવ બન્‍યાના દિવસથી 90 દિવસ સુધીમાં કરી શકાય છે. ઇન્‍ટર્નલ કમિટિએ 90 દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે. તપાસ સામે અપીલમાં જવું હોય તો 90 દિવસમાં અપીલ થઇ શકે છે.

English summary
Sexual Harassment of Women at workplace Support Committee launched in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X