મોદીના ગઢમાં ગર્જ્યા સોનિયા, મોદીને માત્ર ખુરશીની ચિંતા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વલસાડ, 24 એપ્રિલ: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે નરેન્દ્ર મોદી પર તેમના ગઢમાં હુમલો કર્યો અને તેમના ગુજરાતના વિકાસ મોડલ પર સવાલ કરતાં મતદારોને કહ્યું કે તે એવી તાકતોને ન જીતાડે જેની વિચારધારા કટ્ટર વિચારસણી ધૃણા પર આધારિત છે.

નરેન્દ્ર મોદી સામાન્ય લોકો માટે નહી પરંતુ ફક્ત પોતાની ખુરશી માટે ચિંતિત હોવાનો આરોપ લગાવતાં સોનિયા ગાંધીએ કહ્યું કે અધવચ્ચે અભ્યાસ છોડનાર બાળકોની ટકાવારી દેશમાં સૌથી વધુ ગુજરાતમાં છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં એવા પરિવારને ગરીબ ગણવામાં આવતા નથી જેમની આવક 11 રૂપિયાથી વધુ છે.

તેમણે કહ્યું કે એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે 'ચોંકાવનારી વાત એ છે કે જે લોકો 11 રૂપિયાથી વધુ કમાય છે, તેમને ગુજરાત સરકાર ગરીબ ગણતી નથી. મને જણાવો કે આ સ્વર્ગ છે કે બીજું કંઇ. તે ફક્ત પોતાની ખુરશી માટે ચિંતિત છે અને તેમનું ગરીબ લોકો સાથે કોઇ લેવાદેવા નથી.'

sonia-gandhi

સોનિયા ગાંધીએ કહ્યું કે આ વર્ષે ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચે લડવામાં આવી રહી છે. તેમણે મતદારોને અપીલ કરી કે ધૃણા, સંકીર્ણતા અને ભેદભાવ જેવી કટ્ટરપંથી વિચારોને પ્રોત્સાહન આપનાર તાકાતોને દૂર રાખે. તેમણે કહ્યું 'ભાજપ એવી જ એક વિચારધારા છે. આ એવા સંગઠનોના ઇશારા પર કામ કરે છે જે ગંગા જમુનાના માનમાં વિશ્વાસ ધરાવતી નથી, જે ધૃણા, સંકીર્ણતા અને કટ્ટરપંથી વિચારસણીના માધ્યમથી સમાજમાં ભેદભાવ પેદા કરે છે.

સોનિયાએ કહ્યું કે કોંગ્રેસની વિચારધારામાં દેશને એકજૂટ કરવા અને વિભિન્ન ધર્મો તથા પંથો વચ્ચે સૌદાદ્ર પર ભાર મુકવામાં આવે છે જ્યારે તેનાથી વિપરીત ભાજપની વિચારધારા એવી છે જે દેશ માટે નુકસાન કારક છે. તેમણે કહ્યું કે 'આવી વિચારધારા દેશના સિદ્ધાંતો અને પરંપરાઓને તોડે છે જેને આપણે સદીઓથી સાચવી છે. જે એકતાના નામ પર નિર્મમતાને થોપવા માંગે છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે તેમની પાર્ટી મજબૂત લોકતાંત્રિક ઢાંચામાં વિશ્વાસ ધરાવે છે જ્યાં સમાજમાં દરેકની સાથે સમાન વ્યવહાર થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો આવી વિભાજનકારી તાકાતોથી દિગ્ભ્રમિત નહી થાય અને તેમણે પરાજિત કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમાજના બધા જ વર્ગ માટે લડી રહી છે અને તેનાથી 2014ના ચૂંટણી ઘોષણાપત્રમાં તેમના કલ્યાણ માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમોનો વાયદો કર્યો છે.

English summary
Congress president Sonia gandhi replies over controversial on BJP's PM candidate Narendra modi. Sonia says NO drinking water in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X