For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, ઉનાળુ પાકને નુકસાન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 21 એપ્રિલઃ રાજ્યમાં સખત ગરમી વચ્ચે અચાનક વાતવારણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગર, અમદાવાદ, ધારી, રાજકોટ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના પણ અહેવાલ છે. પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો અનેક વૃક્ષો ધરાસશાહી થયા હતા. રસ્તામાં પાણી ભરાઇ ગયા હતા, ધૂંધળા વાતાવરણના કારણે લોકોને ફરજિયાત પણે રસ્તાના કાંઠે ઉભુ રહેવું પડ્યું હતું.

એક તરફ ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, તો બીજી તરફ માવઠાના કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું હોવાની ભીતી સેવાઇ રહી છે. ધારી સહિતના વિસ્તારોમાં કેરીના મબલખ પાક થવાની શક્યતા હતી, પરંતુ આવેલા માવઠાના પગલે કેરીના પાકને ભારે નુકસાન થશે તેવાના અહેવાલ છે, સાથે કેટલાક વિસ્તારોમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયું છે.

આશરે એકાદ કલાક ભારે વાવાઝોડા સાથે પડેલા વરસાદે અનેક લોકોનો રવિવાર બગાડ્યો હતો. અમદાવાદના અણધડ રસ્તાઓ પર વરસાદના પાણી ભરાઇ ગયા હતા અને લોકોને ઘરે પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

રાજ્યમાં સખત ગરમી વચ્ચે અચાનક વાતવારણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગર, અમદાવાદ, ધારી, રાજકોટ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના પણ અહેવાલ છે. પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો અનેક વૃક્ષો ધરાસશાહી થયા હતા. રસ્તામાં પાણી ભરાઇ ગયા હતા, ધૂંધળા વાતાવરણના કારણે લોકોને ફરજિયાત પણે રસ્તાના કાંઠે ઉભુ રહેવું પડ્યું હતું.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

રાજ્યના પાટનગર ગાંધીનગર, અમદાવાદ, ધારી, રાજકોટ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના પણ અહેવાલ છે. પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો અનેક વૃક્ષો ધરાસશાહી થયા હતા

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

રસ્તામાં પાણી ભરાઇ ગયા હતા, ધૂંધળા વાતાવરણના કારણે લોકોને ફરજિયાત પણે રસ્તાના કાંઠે ઉભુ રહેવું પડ્યું હતું.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

આશરે એકાદ કલાક ભારે વાવાઝોડા સાથે પડેલા વરસાદે અનેક લોકોનો રવિવાર બગાડ્યો હતો. અમદાવાદના અણધડ રસ્તાઓ પર વરસાદના પાણી ભરાઇ ગયા હતા અને લોકોને ઘરે પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

English summary
unseasonal rain in many parts of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X