For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hilights: મોદી સરકારના 100 Days, 100 Action!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસ પુરા થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે મોદી સરકારના 100 કામોની યાદી. 100 દિવસ અને 100 પગલાં. જેમાં સરકારના આર્થિક, રાજનીતિક, સામાજિક, વિદેશ નીતિને લઇને કરવામાં આવેલા કાર્યોના લેખા-જોખા છે.

1

1

પડોશી દેશો સાથે સંબંધ સુધારવાની પહેલ. સાર્ક દેશોના તમામ મુખિયા શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હીમાં હાજર હતા. પાક સેનાની મનાઇ છતાં નવાજ શરીફ પણ મોદીને શુભેચ્છા પાઠવા માટે અહીં આવ્યા. બધાની સાથે દ્રિપક્ષીય વાતચીત થઇ. નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું કે આ યોગ્ય સમયે લેવામાં આવેલો યોગ્ય નિર્ણય હતો.

2

2

વડાપ્રધાન પદની શપથ લેતાં નરેન્દ્ર મોદીએ જનતા માટે પોતાના દ્વાર ખોલી દિધા. પીએમઓની વેબસાઇટ પર એક લિંક ચમકવા લાગી. વડાપ્રધાનની સાથે કરો વાતચીત. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે પોતાની વેબસાઇટના માધ્યમથી સરકારની દરેક જાણકારી, નવા પગલાં દેશને જણાવતાં રહેશે અને એમ જ થયું.

3

3

6 મેના રોજા મોડી રાત્રે નરેન્દ્ર મોદી સરકારે મંત્રલાયોના પુનર્ગઠન પર મોહર લગાવી દિધી. નરેન્દ્ર મોદીએ 17 મોટા મંત્રાલયોને મળીને 7 ટુકડામાં વહેંચી દિધું. ઓવરસીઝ મંત્રાલય વિદેશ મંત્રાલયના આધીન થઇ ગયું તો કોર્પોરેટ અફેયર્સ નાણામંત્રાલયના આધીન. હેતું એ હતો કે નિર્ણયો માટે ફાઇલો એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં ચક્કર કાપવા નહી પડે.

4

4

27 મેના રોજ નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની પહેલી કેબિનેટ બેઠક બોલાવી. બેઠકમાં સરકારે પ્રથ મોટો ફેંસલો કર્યો કે કાળાનાણાની તપાસ માટે એસઆઇટી બનાવવામાં આવશે. એસઆઇટી ભલે સુપ્રીમ કોર્ટના આદેશ બ આદ બની પરંતુ એ પણ ધ્યાન આપવા જેવી વાત છે કે ગત યૂપીએ સરકાર સતત આ નિર્ણયને ટાળતી જતી હતી.

5

5

28 મેના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન કાર્યાલયના ઓફિસરોને મળ્યા. તેમણે સ્પષ્ટ ચેતાવણી આપી દિધી કે મોદી સરકારનો એજંડા જનતાની સમસ્યાઓ દૂર કરવાનો છે. ઓફિસરોને દરેક નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું જેથી લોકોની સમસ્યા દૂર થાય, તેમની પરેશાની ઓછી થાય, હવે નિર્ણયોમાં મોડું થવાના કોઇ ચાંસીસ નથી.

6

6

30 મેના રોજ સ્કુલના પુસ્તકોમાં પોતાની જીવની ભણાવવા પર નરેન્દ્ર મોદીએ રોક લગાવી દિધી. જો કે પીએમ બન્યા બાદ ઘણા સમાચારપત્રોમાં છપાયું કે એક ચાવાળાથી માંડીને વડાપ્રધાન સુધીની સફર હવે બાળકોને પુસ્તકમાં ભણાવવામાં આવશે. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતે ટ્વિટ કરીને કહ્યું કે જીવીત વ્યક્તિની જીવને બાળકોને ક્યારેય ભણાવવામાં ન આવે.

7

7

31મેના રોજ વડાપ્રધાને એક ઝટકામાં બધા મંત્રી સમૂહો GOMને ખતમ કરી દિધું. મંત્રાલયો અને વિભાગોને મજબૂત બનાવવા માટે આ એક મોટું પગલું હતું. સરકારનો તર્ક હતો કે હવે તમામ મુદ્દાઓ પર મંત્રાલય સીધો નિર્ણય લેશે અને જો કોઇ સમસ્યા આવી તો PMO દ્વારા મદદ કરવામાં આવશે.

8

8

4 જૂના રોજ રોજ સંસદનો પ્રથમ દિવસ. સોળમી લોકસભાનો આગાઝ થયો અને નરેન્દ્ર મોદી પ્રથમવાર લોકસભાની કાર્યવાહીનો ભાગ બન્યા. લોકસભામાં પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વાસ અપાવ્યો કે આમ આદમીની આશાઓ અને સપનાઓ પૂર કરવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવશે.

9

9

4 જૂનના રોજ વડાપ્રધાને કેન્દ્ર સરકારના બધા મંત્રાલયોના સચિવો સાથે બેઠક કરી. આવી બેઠક આઠ વર્ષો બાદ થઇ. અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં નરેન્દ્ર મોદીએ જાણવાનો પ્રયત્ન કર્યો કે ઓફિસરો પૂરી તાકાત સાથે કેમ કામ કરી શકતા નથી. બેઠક બાદ નરેન્દ્ર મોદીએ ઓફિસરોને કહ્યું કે તમે કામ કરો. હું 24 કલાક તમારી સાથે છું.

10

10

6 જૂનના રોજ વડાપ્રધાને ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં વધુ એક સખ્ત ફરમાન કર્યું. આ ફરમાન હતું ભાજપના બધા સાંસદો માટે. જેટલા દિવસ સંસદની કાર્યવાહી ચાલે, રોજ આવો, પૂરી તૈયારી સાથે આવો, પૂરી તૈયારી સાથે સદનમાં પ્રશ્ન કરો અને પૂરી તૈયારી સાથે ચર્ચામાં ભાગ લો. સ્પષ્ટ હતું કે મોદીને કોઇપણ સ્તર પર બેદરકારી પસંદ નથી.

11

11

7 જૂનના રોજ મોદી સરકારે નૌકશાહો માટે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા. કેબિનેટ સચિવે ઓફિસરોને 11 નિર્દેશ મોકલ્યા જેથી કામ કરવાની રીત સુધરે. નિર્ણય લેવામાં મોડું ના થાય અને ઓફિસમાં સાફ-સફાઇ હોઇ. નરેન્દ્ર મોદીના આ આદેશ બાદ ઓફિસરોના ટેબલ પર લાગેલા ફાઇલોના ઢગલા ઓછા થવા લાગશે.

12

12

8 જૂનના રોજ વડાપ્રધાને પોતાના ઘરે ગેટિંગ ઇંડિયા બેક ઑન ટ્રેક, એન એક્શન એજંડા ફૉર રિકોર્મ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકના માધ્યમથી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દિધું કે દેશના વિકાસને પાટા પર લાવવા માટે તેમની સરકારની બ્લૂપ્રિંટ શું છે. નરેન્દ્ર મોદીએ નીતિ નિર્માણથી માંડીલે સ્કિલ ડેવલોપમેંટ પર ભાર મૂક્યો.

13

13

10 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ કેબિનેટની 4 સ્ટેડિંગ કમિટીઓને પણ બરખાસ્ત કરી દિધી. યૂપીએ સરકાર દરમિયાન બનાવવામાં આવેલી સુરક્ષા, રાજકીય મુદ્દાઓ, આર્થિક મુદ્દાઓ અને સંસદીય કાર્ય સાથે જોડાયેલી કેબિનેટ કમિટીઓનું પુનર્ગઠન કરી દિધું. ત્યારબાદ દરેક વિભાગના મંત્રીને નિર્ણયોની વધુ જવાબદારી સોપવામાં આવવા લાગી.

14

14

12 જૂનના રોજ મોદી સરકારે સરદાર સરોવર બંધની ઉંચાઇ વધારવાનો નિર્ણય છે. નર્મદા નદી પર સરદાર સરોવર બંધની ઉંચાઇ 17 મીટર વધુ વધારવામાં આવે, પરંતુ મનમોહન સિંહ સરકાર તેના માટે તૈયાર ન હતી. સરકારમાં આવતાં જ ત્રણ અઠવાડિયામાં મોદીએ ફેંસલો લીધો.

15

15

14 જૂનના રોજ નરેન્દ્ર મોદી ગોવા ગયા. દેશના સૌથી મોટા જંગી જહાજ આઇએનએસ વિક્રમાદિત્યને દેશને સમર્પિત કર્યું. વડાપ્રધાને એ વાત પર ભાર મૂક્યો કે સેના સાથે જોડાયેલા ઉપકરણો અને હથિયારોના નિર્માણમાં ભારતને આત્મનિર્ભર બનાવવો પડશે.

16

16

15 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર ભૂટાન ગયા. નરેન્દ્ર મોદીએ ભૂટાન નરેન્દ્ર અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી અને ત્યાંની સંસદને સંબોધિત કરી. નરેન્દ્ર મોદીએ 600 મેગાવોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું.

17

17

19 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ ઓફિસરો નિમણૂંક પર મંત્રીઓની દરમિયાનગિરી પર રોક લગાવી. મંત્રીઓને આદેશ આપ્યા કે તે યૂપીએ સરકાર દરમિયાનના મંત્રીઓના ઓફિસરોને પોતાના સ્ટાફમાં સામેલ ન કરે.

18

18

20 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ દેશની કથળતી અર્થવ્યવસ્થાને સુધારવા માટે રેલભાડામાં 14 ટકાનો વધારો કર્યો. ઘણા લોકોએ તેની ટીકા કરી.

19

19

22 જૂનના રોજ સરકારે નિર્ણય કર્યો કે મંત્રાલયોના સચિવો અને વધુ જવાબદેહ બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું કે એવા સચિવોને વધુ જવાબદાર બનાવવામાં આવશે જે અલગ-અલગ મંત્રાલયોમાં અટકાયેલી ફાઇલો કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

20

20

23 જૂનના રોજ સરકારે ખાંડ આયાત પર 15 ટકાથી વધારીને 40 ટકા કરી દિધી. સરકારનો તર્ક હતો કે આ નિર્ણયથી ઘરેલૂ ખાંડ ઉદ્યોગ મજબૂત બનશે.

21

21

23 જૂનના રોજ નરેન્દ્ર મોદી સરકારે આંતરાષ્ટ્રીય પરમાણું ઉર્જા કમિશનને દેશના તમામ ન્યૂક્લિયર સેંટરની તપાસ અને નજર રાખવાની પરવાનગી આપી દિધી.

22

22

24 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ પીએમઓને ત્રણ મંત્ર આપ્યા. પ્રથમ લોકોની ફરિયાદો પર જલદી કાર્યાવાહી થાય. બીજો રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સંબંધ વધુ મજબૂત કરવા માટે કામ થાય અને ત્રીજો સેનાની બધી જરૂરિયાતો જલદીથી જલદી પુરી કરવામાં આવે.

23

23

25 જૂનના રોજ મોદી સરકારે પોતાના ગુજરાતમાં સફળતાપૂર્વક ચાલે રોજગાર કાર્યક્રમ NEPAMને કેન્દ્રની તરફથી લાગૂ કરવાની મંજૂરી આપી.

24

24

26 જૂનના રોજ નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં એક મહિનો પુરો થઇ ગયો. આ દિવસે તે જનતા સાથે સીધા જોડાયા અને ઘણા આદેશ પણ આપ્યા.

25

25

26 જૂનના રોજ મોદી સરકારે પોતાના બધા મંત્રીઓ અને ઓફિસરોને નવી કાર ખરીદવા પર રોક લગાવી દિધી. મંત્રીઓને એમપણ કહેવામાં આવ્યું કે એક લાખથી વધુ ખર્ચ માટે તેમને પીએમઓમાંથી પરવાનગી લેવી પડશે.

26

26

26 જૂનના રોજ સરકારને એક મહિનો પુરો થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગ લખીને દેશવાસીઓ દ્વારા મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

27

27

કાશ્મીરી પંડિતોને વિશ્વાસ અપાવ્યો કે ના ફક્ત તેમની જમીન પરત કરવામાં આવશે પરંતુ તેમના ફરીથી વસવાટ માટે વ્યવસ્થા કરવામાં આવશે.

28

28

ચીની વિદેશ મંત્રીની ભારત યાત્રા દરમિયાન ઇંડસ્ટ્રિયલ પાર્ક પર સહમતિ બની. એ પણ નક્કી થયું કે ચીની રોકાણકારો પાસેથી ઓછો ટેક્સ વસૂલવાની રીત શોધવામાં આવે. સરકારના આ નિર્ણયથી ભારત અને ચીન બંનેને આર્થિક ફાયદા થવાની સંભાવના છે.

29

29

રૂસના ઉપ વડાપ્રધાન સાથે મુલાકાત કરી. કુડનકુલમમાં રૂસની સાથે મળીને વધુ બે ન્યૂક્લિયર રિએક્ટર બનવવા પર કરાર કર્યો. બંને દેશો વચ્ચે ઉર્જા સુરક્ષાને લઇને પણ કરાર પર સહી કરવામાં આવી.

30

30

ઓછો વરસાદની આશંકાની અસર મોંઘવારી પર જોવા મળી, પરંતુ મોદી સરકારે બટાકા અને ડુંગળીને જરૂરિયાતની વસ્તુના અધિનિયમના દાયરામાં કરી દિધી. રાજ્યો સરકારોને સખત તાકીદ આપવામાં આવી કે તે કાળાબજારી પર લગામ કસે. રેડ પાડે.

31

31

પ્રથમવાર ભાજપની ટિકીટ પર સાંસદ બનેલા નેતાઓને કામ કરવાની રીત શિખવાડવામાં આવી.

32

32

મોદીએ પોતાના મંત્રીઓ અંવે ઓફિસરોને શિખામણ આપી છે કે આપણે જે કામ કરીએ છીએ તેને લોકો સુધી પહોંચાડવામાં આવે. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો.

33

33

30 જૂનના રોજ વડાપ્રધાન ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે શ્રીહરિકોટા તરફ વલણ કર્યું. તેમણે PSLV C-23 રોકેટ લોંચરથી 5 ઉપગ્રહોનું લોચિંગ જોયું. મોદીએ કહ્યું કે સાર્ક દેશો માટે પણ એક સેટેલાઇટ બનાવવામાં આવે જેથી બધા દેશોના વિકાસમાં મદદ કરે.

34

34

નાના અને સસ્તા ઘરોના સપના પુરા કરવા માટે સિંગાપુરની મદદ માંગી. 2022 સુધી મોદી સરકારનું સપનું દરેક ભારતીયને એક ઘર આપવાનું છે.

35

35

2 જૂલાઇના રોજ નક્કી કર્યું કે દેશના અઢી લાખ ગામડાંઓમાં બ્રોડબેંડ સર્વિસ પુરી પાડવામાં આવે, બધા ગામોને એકબીજા સાથે જોડવામાં આવે. સરકારની યોજના દોઢ લાખ ગામડાઓમાં ઇન્ટરનેટ સ્થાપિત કરવાની છે.

36

36

3 જૂલાઇના રોજ મોદી સરકારે નિર્ણય કર્યો કે ભારતના બાળકોને રોટા વાઇરસની વેક્સિન સહિત ત્રણ નવી વેક્સિન આપવમાં આવે. મોદી સરકારનું લક્ષ્ય વર્ષ 2015 સુધી શિશુ મૃત્યું દર બે-તૃતિયાંશ સુધી ઘટાડવાનો છે.

37

37

વડાપ્રધાન બન્યા બાદ 4 જૂલાઇના રોજ પ્રથમ વાર નરેન્દ્ર મોદી જમ્મૂ અને કાશ્મીર ગયા. તેમણે 240 મેગાવોટવાળી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો.

38

38

4 જૂલાઇના રોજ નરેન્દ્ર મોદીએ વૈષ્ણોદેવી ભક્તોને ભેટ આપી. કટરા ઉધમપુર ટ્રેનને લીલીઝંડી આપી.

39

39

ઇરાકમાં ફસાયેલા ભારતીયોને પરત લાવ્યા. તિકરિકમાં ફસાયેલી કેરલની 46 નર્સો 5 જૂલાઇના રોજ સુરક્ષિત પરત ફરી.

40

40

મનમોહન સરકારના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાંથી એક આધાર પ્રોજેક્ટને મોદી સરકારે 5 જૂલાઇના રોજ જીવનદાન આપ્યું.

41

41

કેન્દ્રની ત્રણ યોજનાઓ, ઓલ્ડ એજ પેંશન સ્કીમ, આદ આદમી બિમાર યોજના અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાને એક કરી દિધી.

42

42

રેલ બજેટના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે રેલ મંત્રાલયને આદેશ આપ્યો કે દેશમાં ચાલનારી લાંબા અંતરની બધી ટ્રેનોમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા પુરી પાડવામાં આવે.

43

43

7 જૂલાઇના રોજ નરેન્દ્ર મોદી સરકારે કર્મચારી પેંશન સ્કીમાં ફેરફાર કર્યા. તેનો સીધો ફાયદો દેશના 28 લાખ લોકોને થયો.

44

44

મોદી સરકારનું પ્રથમ રેલ બજેટ આવ્યું 8 જૂલાઇના રોજ. બજેટમાં સૌથી મહત્વપૂર્ણ હતું મુંબઇ-અમદાવાદ વચ્ચે 300 કિલોમીટરની ઝડપે દોડનારી બુલેટ ટ્રેનના સર્વેનો પ્રસ્તાવ.

45

45

મોદી સરકારે જાહેરાત કરી કે હવે ઇંટરનેટના માધ્યમથી પ્રતિ મિનિટ 7200 ટિકીટ બુક થઇ શકશે.

46

46

મોદી સરકારે નક્કી કર્યું કે પાર્કિંગ અને પ્લેટફોર્મ ટિકિટ ઓનલાઇન બુક થઇ શકશે.

47

47

લાંબા અંતરની ટ્રેનોને વાઇ-ફાઇ કરવા ઉપરાંત મોદી સરકારે એ પણ નક્કી કર્યું કે મુખ્ય ટ્રેનોમાં કોમ્યુટર વર્ક સ્ટેશન પણ આપવામાં આવશે.

48

48

મોબાઇલ પર સ્ટેશન આવતાં પહેલાં સૂચના આપવામાં આવશે અને જે સ્ટેશન પસાર થશે તેની જાણકારી પણ આપવામાં આવશે.

49

49

દરેક ટ્રેનમાં પહેલાંથી જ તૈયાર ભોજન આપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો. હવે ભોજન પર યાત્રીઓનો ફિડબેક લેવામાં આવશે અને જો લોકો સંતુષ્ટ ન થયા તો લાયસન્સ રદ થશે.

50

50

રેલ બજેટમાં સફાઇ ખર્ચ પર આ વખતે 40 ટકા વધારો કરવામાં આવ્યો. બધા સ્ટેશનો પર ટોયલેટની સુવિધા હશે.

51

51

10 જૂલાઇના રોજ મોદી સરકારનું પ્રથમ બજેટ.

52

52

મોદી સરકારે દેશભરમાં 100 સ્માર્ટ સિટી બનાવવામાં આવશે.

53

53

ગંગા માટે પોતાનો વાયદો પૂરો કરતાં મોદી સરકારે 2 હજાર કરોડ રૂપિયાની સાથે નમાનિ ગંગા પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી.

54

54

ગંગાને સાફ કરવાની સાથે જ પર્યટનના મોટા કેન્દ્ર તરીકે પણ વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી.

55

55

સરકારે દેશના મોટા હવાઇ મથકો પર 6 મહિનાની અંદર ઇ વિઝાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી.

56

56

દેશના બધા રાજ્યોમાં દિલ્હીના એમ્સ જેવી હોસ્પિટલો ખોલવામાં આવશે. દેશમાં 12 નવી મેડિકલ ખોલવામાં આવશે.

57

57

સરકારે બેટી-ભણાવો યોજનાની શરૂઆત કરી.

58

58

બધા પ્રકારના રોકાણ માટે હશે એક જ KYC એટલે કે KNOW YOUR CUSTOMER ફોર્મ. મોદી સરકારના આદેશ બાદ રિજર્વ બેંકે નક્કી કર્યું કે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ફક્ત એક જ પુરાવો પુરતો રહેશે.

59

59

ખેડૂતો માટે વર્ષના અંત સુધી કિસાન ટીવી ચેનલ શરૂ થશે.

60

60

પૂર્વોત્તરમાં રેલ સંપર્ક વધારવા માટે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચની જાહેરાત કરી. આ ઉપરાંત અરૂણ પ્રભા નામથી 24 કલાકની એક ટીવી ચેનલ શરૂ કરવાની તૈયારી છે.

61

61

બનારસના વણકરો માટે 50 કરોડનો ફંડ બનાવવામાં આવ્યો. બનારસમાં હસ્તકળા વેપાર સુવિધા કેન્દ્ર અને શિલ્પ સંગ્રહાલય પણ બનશે.

62

62

ઓફિસરોના વિદેશ પ્રવાસ પર મોદીની નજર. તેમની વિદેશ યાત્રાથી વહિવટીતંત્ર અને લોકોને શું ફાયદો થશે તેની માહિતી આપવી પડશે.

63

63

મોદી સરકાર જમીન અધિગ્રહણ કાયદામાં ફેરફાર કરશે. આ નિર્ણય ખેડૂતોની સાથે ઉદ્યોગોના વિકાસમાં પણ મદદગાર સાબિત થશે

64

64

હિન્દી ભાષાનો ઉપયોગ વધારવા માટે મોદી સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું. હિન્દી ભાષી ઓફિસોને આદેશ આપવામાં આવ્યો કે તે સરકારી કામ હિન્દીમાં જ કરે.

65

65

બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાજીલ ગયેલા નરેન્દ્ર મોદીએ મંચ પર બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. મોદીએ કહ્યું કે બ્રિક્સ દેશોને સ્થિરતા, શાંતિ અને વિકાસ માટે કામ કરવું જોઇએ.

66

66

બ્રિક્સ બેંકનું અધ્યક્ષ બન્યું ભારત. બે વર્ષની માથાકૂટ બાદ અંતે બ્રિક્સ દેશ એક આંતરરાષ્ટ્રીય બેંક બનાવવા માટે રાજી થયું.

67

67

બ્રાજીલમાં ચીનના રાષ્ટ્રપતિની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ રસપ્રદ રહી. બંને દેશના નેતાઓએ સીમા વિવાદ, આર્થિક સંબંધ અને કૈલાશ માનસરોવર યાત્રાના બીજા રૂટને લઇને વાતચીત કરી.

68

68

16 જૂલાઇના રોજ મોદી સરકારે આદેશ કર્યો કે જમીન સાફ કરતી વખતે ઝાડ કાપવામાં નહી આવે. જો કાપવાની જરૂરિયાત જણાય તો તેને કાઢીને બીજી જગ્યાએ લગાવવામાં આવે.

69

69

18 જુલાઇના રોજ મોદી સરકારે દિલ્હીનું બજેટ રજૂ કર્યું. બજેટમાં લોકો પર કોઇ નવો ટેક્સ લગાવ્યો નહી. રાજધાનીના લોકો 260 કરોડની સબસિડી આપવામાં આવી.

70

70

CBSEએ પોતાની બધી સ્કુલોને આદેશ આપ્યો કે તે ભારતની સૌથી જૂની ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃત સપ્તાહ ઉજવે.

71

71

મોદી સરકારનું લક્ષ્ય છે કે આગામી 3 થી 4 વર્ષની અંદર દેશના દરેક ગામમાં ટેલિફોન કનેકશન હશે. દરેક ગામમાં ઇન્ટરનેટ પહોંચાડવાની ચળવળને સફળ બનાવવા માટે આ ખૂબ જ જરૂરી છે.

72

72

મોદી સરકારે જાહેરાત કરી કે તે રસોઇ ગેસ અને કેરોસીન ઓઇલના ભાવમાં વધારો કરશે નહી. એક મહિનામાં સબસિડીવાળા સિલેંડર ફક્ત એકવાર મળવાની બાધા દૂર કરી દિધી.

73

73

મોદી સરકારે નક્કી કર્યું કે તે ભ્રષ્ટાચારનો ખુલાસો કરનારાઓની સુરક્ષા કરશે. તમામ મંત્રાલયો અને વિભાગોના ચીફ ઓફિસર્સને આદેશ આપવામાં આવ્યો કે તે ભ્રષ્ટાચારનો આરોપ લગાવનારને સુરક્ષા આપવા માટે ગૃહ મંત્રાલયનો સંપર્ક કરી શકે છે.

74

74

24 જૂલાઇના રોજ સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક આકરો સંદેશ આપ્યો. અમેરિકાના દબાણ છતાં મોદી સરકારે WTO પ્રોટોકોલ રૂલના સમર્થનની મનાઇ કરી દિધી.

75

75

વીમા સેક્ટરમાં મોટું પગલું ભરતાં મોદી સરકારે વિદેશી રોકાણની સીમા 26 ટકાથી વધારીને 49 ટકા કરી દિધી.

76

76

નરેન્દ્ર મોદીએ બધા મંત્રાલયોને આદેશ આપ્યો કે તે સાંસદો પર ચાલી રહેલા આપરાધિક કેસોની તપાસ એક વર્ષની અંદર પુરી કરે.

77

77

નરેન્દ્ર મોદીએ એક સાથે 6 નવા એરલાઇન્સના નવા લાયસન્સને લીલીઝંડી આપી દિધી.

78

78

28 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MYGOV નામથી વેબસાઇટ લોંચ કરી. આ વેબસાઇટના માધ્યમથી મોદી સરકારે ગંગા સફાઇ, ડિજીટલ ક્રાંતિ જેવા મુદ્દાઓ પર દેશના લોકોની સલાહ માંગી.

79

79

સેનામાં મહિલાઓને વધુ અધિકાર આપતાં મોદી સરકારે નિર્ણય કર્યો કે હવે મહિલા ઓફિસરોને આખી બટાલિયનની કમાંડ પણ સોંપી દિધી.

80

80

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન વિદેશ મંત્રી જૉન કેરી સાથે મુલાકાત કરી. જૉન કેરીએ હિન્દીમાં સબકા સાથ સબકા વિકાસ બોલીને બધાનું ધ્યાન ખેંચ્યું.

81

81

દસ્તાવેજોને Attested કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવતાં મોદી સરકરે બધા મંત્રાલયોને નિર્દેશ કર્યા કે તે સેલ્ફ સર્ટિફિકેશન પર ભાર મૂકે.

82

82

4 ઓગષ્ટના રોજ નરેન્દ્ર મોદી નેપાળ યાત્રા પર ગયા. 17 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન દ્રિપક્ષીય વાર્તા માટે નેપાળ પહોંચ્યા.

83

83

CSAT પરીક્ષામાં હવે મેરિટ લિસ્ટમાં અંગ્રેજી પેપરના ગુણ જોડવામાં આવશે નહી.

84

84

મિઝોરમની રાજ્યપાલ કમલા બેનીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ મોદી સરકારે તેમણે સસ્પેંડ કરી દિધા.

85

85

જુવૈનાઇલ જસ્ટિસ એક્ટમાં ફેરફારની મંજૂરી આપતાં મોદી સરકારે નક્કી કર્યું કે હવે ગંભીર અપરાધોના મુદ્દે 16 વર્ષથી મોટા કિશોરને પણ વયસ્કની માફક સજા આપવામાં આવશે.

86

86

પીએમ બન્યા બાદ 12 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વાર જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લીધી. લદ્દાખમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કરતાં મોદીએ પ્રકાશ, પર્યાવરણ અને પર્યટનનો નારો આપ્યો.

87

87

જજોની નિમણૂક માટે રાજ્યસભામાં ન્યાયિક નિમણૂંક કમિશન બિલ પાસ કરતાં જૂના કોલેજિયન સિસ્ટમને ખત કરી દિધી.

88

88

સરકારે નક્કી કર્યું કે નક્સલ પ્રભાવિત 10 રાજ્યોમાં મોબાઇલની સુવિધા પુરી પાડવામાં આવશે. તેના માટે લગભગ બે હજાર નવા ટાવર પણ લગાવવામાં આવશે.

89

89

નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટના રોજ દેશને વાયદો કર્યો કે આગામી વર્ષે 15 ઓગષ્ટ સુધી કોઇપણ સ્કુલ એવી નહી હોય કે જેમાં બાળકો માટે ટોયલેટ ન હોય.

90

90

ડિજિટલ ઇન્ડિયા ક્રાર્યક્રમ હેઠળ મોદી સરકારનો ટાર્ગેટ 2019 સુધી દરેક ભારતીયના હાથમાં સ્માર્ટફોન આપવાનો છે. સરકારની તૈયારી અઢી લાખ પંચાયતો અને સ્કુલો ફાઇબર નેટવર્કથી જોડવાની છે.

91

91

મોદી સરકારે જાહેરાત કરી કે આ વર્ષે 2 ઓક્ટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવશે.

92

92

નરેન્દ્ર મોદી સાંસદ આદર્શ ગ્રામ યોજના શરૂ કરી. આ યોજના હેઠળ 2016 સુધી દરેક સાંસદને પોતાના વિસ્તારમાં એક આદર્શ ગામ બનાવવાનું રહેશે.

93

93

મોદી સરકારે નક્કી કર્યું કે તે રામસેતૂની સાથે કોઇ છેડછાડ કરશે નહી. રામસેતૂના વચ્ચેથી જહાજો માટે રસ્તો બનાવવાનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટમાં પેંડિગ છે.

94

94

ના પાડવા છતાં કાશ્મીરના અલગાવાદીઓ સાથે વાતચીત બાદ મોદી સરકારે પાકિસ્તાન સાથે વિદેશ સચિવ સ્તરની બેઠક રદ કરી દિધી.

95

95

બદલી દરમિયાન એવી મહિલાઓને પ્રાથમિકતા મળે જે પોતાના પરિવારથી અલગ, બીજા શહેરમાં રહે છે.

96

96

યોજના કમિશનના બંધ કરવાના દિવસે નરેન્દ્ર મોદી એ દેશના લોકો પાસે નવી સંસ્થા વિશે સલાહ માંગી.

97

97

મોદી સરકારે નક્કી કર્યું કે ઉત્તર પૂર્વી રાજ્યોમાં જમીન પરથી આકાશમાં છોડવામાં આવતી આકાશ મિસાઇલની 6 સ્ક્વૈડ્રન ગોઠવવામાં આવશે. સરકાર પહેલાં તેજપુર અને છાબુઆમાં સુખોઇ-30 વિમાનની તૈનાતી કરી ચૂકી છે.

98

98

દેશના વણાટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે દેશની સૌથી મોટી ઓનલાઇન રિલેટ વેબસાઇટ ફ્લિપકાર્ટ સાથે મહત્વપૂર્ણ કરાર કર્યો. હવે કેન્દ્ર સરકારની મદદથી વણાટ ઉદ્યોગનો સામાન ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે.

99

99

15 ઓગષ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 'જન-ધન યોજના'ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દેશના દરેક નાગરિક પાસે બેંક એકાઉન્ટ હોવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. બે અઠવાડિયામાં તોજના આખા દેશમાં શરૂ કરવામાં આવી. 28 ઓગષ્ટના રોજ યોજનાના પ્રથમ દિવસે જ એક કરોડથી વધુ નવા લોકોએ બેંક એકાઉન્ટ ખોલાવ્યા.

English summary
As the Narendra Modi government completed over 100 days in power, there has been a stark difference in the functioning of the NDA and UPA governments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X