For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા 40 રહસ્યો, ખોલી દેશે તમારી આંખો

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 16 જુલાઇ: સમાચારપત્રો, ટીવી કે ન્યૂઝ વેબસાઇટ પર મોટાભાગે તમે સેક્સ રેકેટના ખુલાસાના સમાચાર વાંચતા હશો જેની હેડલાઇન કંઇક આવી હોય છે- 'બ્યૂટી પાર્લરમાં ચાલી રહ્યો હતો દેહ વ્યાપાર', 'આઇએએસના ઘરે સેક્સ રેકેટ', 'મુંબઇની રેવ પાર્ટીમાં હાઇ પ્રોફાઇલ વેશ્યાઓની ધરપકડ...' આવા સમાચારો તમે વધુમાં વધુ એક અઠવાડિયા સુધી યાદ રાખત હશો. જો એ પ્રશ્ન કરવામાં આવે કે વેશ્યાવૃત્તિ પાછળ સૌથી મોટું કારણ કયું છે, તો મોટાભાગના લોકો જવાબ આપશે- યૌન ઇચ્છા.

જો તમારો પણ આ જવાબ છે, તો અમે તમારી સમક્ષ જે 40 તથ્ય પ્રસ્તૃત કરવા જઇ રહ્યાં છીએ, તેને વાંચ્યા બાદ તમારો જવાબ નિશ્વિતપણે બદલાઇ જશે. આ પછી તમે જો કોઇ રેડ-લાઇટ વિસ્તારથી નીકળશો, તો આ તથ્યો તમને જરૂર યાદ આવશે. આ પછી તમે કોઇ સેક્સ રેકેટ, દેહ વ્યાપાર કે વેશ્યાવૃત્તિના સમાચાર વાંચશો, તો તમને આ 40 તથ્યો જરૂર યાદ આવશે. આ સાથે જ તમારા મનમાં છોકરી તથા મહિલાઓ પ્રત્યે દયા આવશે, જે ચંગુલમાં ફસાયેલી છે.

અમે આ તથ્યો અલગ-અલગ એનજીઓ તથા વુમેન્સ સ્ટડીઝ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવેલા અધ્યનોના રિપોર્ટ આધારે કર્યા છે. અમે તમને આ તથ્યો વિશે જરૂર જણાવીશું કે અમે આ રિપોર્ટ ક્યાંથી મેળવ્યો. સ્લાઇડરમાં જુઓ વેશ્યાવૃતિના 40 કડવા સત્યોને.

સૌથી મોટી સેક્સ ઇન્ડસ્ટ્રી મુંબઇ

સૌથી મોટી સેક્સ ઇન્ડસ્ટ્રી મુંબઇ

રાષ્ટ્રીય એડ્સ કંટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર મુંબઇ દેશની સૌથી મોટી સેક્સ ઇન્ડસ્ટ્રી છે. અહીં 2 લાખથી વધુ વેશ્યાઓ છે. સૌથી ખતરનાક વાત એ છે કે અહી 50 ટકાથી વધુ વેશ્યાઓ એચઆઇવી પીડિત છે. વર્ષ 2000માં મુંબઇમાં વેશ્યાઓની સંખ્યા 1 લાખ હતી.

દરે વર્ષે 10 ટકાનો વધારો

દરે વર્ષે 10 ટકાનો વધારો

આ સંખ્યા દર વર્ષે 10 ટકાના દરે વધી રહી છે. દેહ વ્યાપારના મુદ્દે કલકત્તા બીજા નંબરે છે. હ્યૂમન રાઇટ્સ વોચના અનુસાર મુંબઇ એશિયાની સૌથી મોટી સેક્સ ઇન્ડસ્ટ્રી છે.

વેશ્યાવૃતિનો કડવો ઇતિહાસ

વેશ્યાવૃતિનો કડવો ઇતિહાસ

ભારતમાં વેશ્યાવૃત્તિનું ચલણ આજકાલથી નહી પરંતુ સદીઓથી ચાલતું આવ્યું છે. પ્રાચીન ભારતમાં 'નગરવધુ' રહેતી હતી. બીજી સદીમાં ઇસાપૂર્વમાં લખવામાં આવેલી સંસ્કૃતની વાર્તા મૃચાકાટિકામાં વૈશાલીની નગરવધુ આ કામ માટે જાણીતી હતી.

વેશ્યાવૃત્તિનો ઇતિહાસ 17મી સદીમાં

વેશ્યાવૃત્તિનો ઇતિહાસ 17મી સદીમાં

17મી સદીમાં અને 16 સદીમાં ગોવામાં પોર્ટુગલ કોલોની હતી. અહીયા જાપાની દાસીઓ રહેતી હતી, જેમાંથી મોટાભાગની મહિલાઓ જાપાનની તથા નાની ઉંમરની છોકરીઓ હતી, જેને દાસી બનાવીને તેમની સાથે સેક્સ માણવામાં આવતું હતું. પોર્ટુગલ વ્યાપારી આ છોકરીઓને જાપાનથી જહાજમાં ભારત લાવતા હતા. આ કારણે જ સદીઓથી ગોવા દેહ વ્યાપારનો ગઢ માનવામાં આવે છે.

અંગ્રેજ શાસનમાં વેશ્યાવૃત્તિ

અંગ્રેજ શાસનમાં વેશ્યાવૃત્તિ

20મી સદી આવતાં-આવતાં ક્રુર અંગ્રેજોએ ભારતીય છોકરીઓને પોતાનો નિશાન બનાવવાનું શરૂ કરી દિધુ. યૂરોપથી આવેલી વેશ્યાઓ જ્યારે પોતાની સેવાઓ આપવામાં અક્ષમ થઇ જતી તો તેમનએ છાવણીમાં સૈનિકોની સેવા કરવા તથા તેમનું જમવાનું બનાવવા માટે રોકવામાં આવતી હતી.

18ની થતાં પહેલાં બની વેશ્યા

18ની થતાં પહેલાં બની વેશ્યા

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના 2007ના રિપોર્ટ અનુસાર દેશમાં 30 લાખથી વધુ ફીમેલ સેક્સ વર્કર છે, જેમા6 35.47 સેક્સ વર્કર 18 વર્ષની નાની ઉંમરે વેશ્યા બની ગઇ. તો બીજી તરફ હ્યૂમન રાઇટ્સ વોચના રિપોર્ટે વધુ ખતરનાક આંકડા પ્રસ્તૃત કર્યા છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 2 કરોડ સેક્સ વર્કર છે. જેમાંથી મુંબઇમાં જ ફક્ત 2 લાખ મહિલાઓ છે. 1997 થી 2004 દરમિયાન વેશ્યાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો.

એચઆઇવીના ભરડામાં સપડાઇ રહ્યું છે સુરત

એચઆઇવીના ભરડામાં સપડાઇ રહ્યું છે સુરત

એડ્સ કંટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર ગુજરાતનું સુરત શહેર ઝડપથી એચઆઇવીની ચપેટ આવી રહ્યું છે. 1992માં અહી કુલ વેશ્યાઓમાંથી 17 ટકા એચઆઇવીથી પીડિત હતી, જ્યારે વર્ષ 2000માં વધીને 43 ટકા થઇ ગઇ. 2008ના રિપોર્ટ અનુસાર જુલાઇ 2008માં અહી કુલ વેશ્યાઓમાં 58 ટકા એચઆઇવી પીડિત જોવા મળી. એટલે કે સુરતમાં વેશ્યાવૃત્તિની જાળમાં ફસાવવાનો મતલબ છે કે એડ્સને આમંત્રણ આપવું.

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં દેવદાસી બેલ્ટ

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં દેવદાસી બેલ્ટ

તમને એ જાણીને આશ્વર્ય થશે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર એક પછી એક ગામડા અને કસ્બા છે, જ્યાં વેશ્યાવૃત્તિનો વેપાર ફૂલ્યોફાલ્યો છે. આ વિસ્તારોને 'દેવદાસી બેલ્ટ' પણ કહેવામાં આવે છે.

દેશનો સૌથી મોટો રેડલાઇટ વિસ્તાર કલકત્તામાં

દેશનો સૌથી મોટો રેડલાઇટ વિસ્તાર કલકત્તામાં

દેશના સૌથી મોટો રેડલાઇટ વિસ્તાર કલકત્તાનો સોનાગાચી વિસ્તાર છે. બીજા નંબર પર મુંબઇનો કામતિપુરા, પછી દિલ્હીનો જીબી રોડ, આગરાનું કાશ્મીર માર્કેટ, ગ્વાલિયરનો રેશમપુરા, પુણેનો બુધવર પેટ છે. આ સ્થળો પર લાખો છોકરી દરરોજ બિસ્તર ગરમ કરે છે.

નાના શહેરોમાં રેડલાઇટ વિસ્તાર

નાના શહેરોમાં રેડલાઇટ વિસ્તાર

એમ કહેવું ખોટું નહી હોય કે સેક્સ ટૂરિઝમના મોટા સ્પોટ માનવામાં આવે છે. આ ઉપરાંત જો 2-ટિયર તથા 3-ટિયર શહેરોની વાત કરીએ તો વારાણસીનો મડુઆડિયા, સહારનપુરનું નક્કાસા બજાર, મુફ્ફજરપુરનું ચતુર્ભુજ સ્થાન (આંધ્ર પ્રદેશના પેડ્ડાપુરમ તથા ગુડિવડા, અલ્હાબાદનો મીરાંગંજ, નાગપુરનો ગંગા જમુના અને મેરઠનું કબાડી બજાર આ કામ માટે ફેમસ છે.

12 લાખથી વધુ બાળકીઓ છે વેશ્યા

12 લાખથી વધુ બાળકીઓ છે વેશ્યા

તમને જાણીને નવાઇ લાગશે કે દેશમાં 12 લાખથી વધુ બાળકીઓ વેશ્યાવૃત્તિના કાર્યમાં લુપ્ત છે. આ ખુલાસો દેશની સૌથી મોટી તપાસ એજન્સી કેન્દ્રિય તપાસ બ્યૂરોના રિપોર્ટમાં થયો છે, જે મે 2009માં પ્રકાશિત થયો હતો.

10 કરોડ મહિલાઓ વેશ્યાવૃત્તિમાં

10 કરોડ મહિલાઓ વેશ્યાવૃત્તિમાં

સીબીઆઇના રિપોર્ટમાં જેને ગૃહ સચિવ મધુકર ગુપ્તાએ જાહેર કર્યો હતો તે મુજબ દેશમાં 10 કરોડ મહિલાઓ વેશ્યાવૃત્તિમાં ફસાયેલી છે. તેમાં 40 ટકા બાળકીઓનો સમાવેશ થાય છે.

90 ટકા છોકરીઓ દેશમાં વેચવામાં આવે છે

90 ટકા છોકરીઓ દેશમાં વેચવામાં આવે છે

સીબીઆઇના રિપોર્ટ 2009ના અનુસાર દેશમાં દેહ વ્યાપારમાં લુપ્ત છોકરીઓમાંથી 90 ટકા તો દેશની અંદરજ એક ખૂણે થી બીજા ખૂણે લઇ જઇને વેચવામાં આવે છે.

દેવસ્થાનો પર વધી રહી છે વેશ્યાવૃત્તિ

દેવસ્થાનો પર વધી રહી છે વેશ્યાવૃત્તિ

સીબીઆઇના રિપોર્ટ 2009ના અનુસાર દેશના તમામ દેવસ્થાનો પર જ્યાં લાખોની સંખ્યામાં તીર્થયાત્રી ભગવાનના વિભિન્ન રૂપોના દર્શન કરવા આવે છે, ત્યાં વેશ્યાવૃત્તિ ઝડપથી વધી રહી છે. આ ચલણ વર્ષ 2000 પછી ઝડપથી વધી રહ્યું છે. તત્કાલીન ગૃહ સચિવ મધુકર ગુપ્તાના અનુસાર સીબીઆઇ હજુ સુધી આંકડા એકઠા કરી શકી નથી કે કેટલી છોકરીઓ દેવસ્થાનોની આસપાસ બનેલી હોટલો, ધર્મશાળાઓ તથા ગેસ્ટ હાઉસમાં પોતાની યૌન સેવાઓ આપી રહી છે.

બંગાળની ચુકરી પ્રથા

બંગાળની ચુકરી પ્રથા

સૌથી શરમજનક વાત એ છે કે આપણા દેશના કેટલાક ભાગોમાં વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપનાર પ્રથાઓ ચાલી રહી છે. ઉદાહરણ તરીકે બંગાળની ચુકરી પ્રથાને લઇ લો, જેના અંતગર્ત જો કોઇ વ્યક્તિ દેવું ચૂકવવામાં નિષ્ફળ રહે છે, તો તેના પરિવારની મહિલાઓને પોતાનું શરીર આપીને કિંમત ચૂકવવી પડે છે. આ અંતગર્ત એક વર્ષ સુધી છોકરીને વેશ્યાના રૂપમાં મફત કામ કરવું પડે છે. જેથી 1976માં સરકારી કાયદો આવ્યો, જેના અંતગર્ત ત્યારથી અત્યાર સુધી લગભગ 2,850,000 મહિલાઓને દેવું ચૂકવીને છોડાવવામાં આવી છે.

પરિવારના પાલનપોષણ માટે બની વેશ્યા

પરિવારના પાલનપોષણ માટે બની વેશ્યા

વેશ્યાવૃત્તિનું વધુ એક કડવું સત્ય છે કે તે જ્યારે પરિવારમાં આવકનું સાધન બંધ થઇ જાય છે, ત્યારે પરિવારની સૌથી મોટી છોકરી આ માર્ગ અપનાવે છે. એક રિપોર્ટ અનુસાર વેશ્યાવૃત્તિમાં આવેલી મહિલાઓમાંથી 22 ટકા મહિલાઓ ફક્ત આ કારણથી આવી છે.

2 લાખ નેપાળી છોકરીઓ વેશ્યાવૃત્તિમાં

2 લાખ નેપાળી છોકરીઓ વેશ્યાવૃત્તિમાં

નેપાળની એનજીઓ મૈતીના રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 2 લાખ નેપાળી છોકરીઓ દેહ વ્યાપારમાં લુપ્ત છે. તેમાંથી મોટાભાગની 14 વર્ષથી નાની ઉંમરની છે.

વર્જિન નેપાળી છોકરીની માંગણી

વર્જિન નેપાળી છોકરીની માંગણી

એનજીઓ મૈતીના રિપોર્ટ અનુસાર ભારતના લોકોમાં નેપાળથી લાવવામાં આવેલી વર્જિન છોકરીઓની વધુ માંગ કરવામાં આવે છે. તેમના ભાવ ઘણા ઉંચા હોય છે. આ કારણે નેપાળથી છોકરીઓને ફોસલાવીને અથવા અપહરણ કરીને ભારત લાવવાનું ચલણ વધી રહ્યું છે.

5.1% માતા-પિતાના કહેવાથી બની વેશ્યા

5.1% માતા-પિતાના કહેવાથી બની વેશ્યા

1998માં ઑલ બંગાળ વુમેન્સ યૂનિયન દ્વારા કરાવવામાં આવેલા સર્વેક્ષણમાં છોકરીઓને વેશ્યાવૃત્તિમાં આવવાના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર 5.1% મહિલાઓ માતા-પિતાના કહેવાથી આ ધંધામાં આવી છે.

13% મિત્રોના ચક્કરમાં બની વેશ્યા

13% મિત્રોના ચક્કરમાં બની વેશ્યા

સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર 13.8% છોકરીઓ મિત્રોના ચક્કરમાં પડીને વેશ્યાવૃત્તિમાં આવી. તેનું મુખ્ય આકર્ષણ પૈસા કમાવવાનું હતું.

22% મહિલાઓ પોતાના વિસ્તારોમાં

22% મહિલાઓ પોતાના વિસ્તારોમાં

22.6% મહિલાઓ પોત-પોતાના વિસ્તારોમાં દેહનો વેપાર કરે છે. એટલે કે મોટાભાગના લોકોને તેમના વિશે ખબર હોય છે.

દલાલના ચક્કરમાં

દલાલના ચક્કરમાં

23 ટકા મહિલાઓ અજાણ્યા વ્યક્તિ અથવા દલાલના ચક્કરમાં ફસાઇને વેશ્યાવૃત્તિમાં આવી.

13 ટકા મહિલાઓ સંબંધીઓના ચક્કરમાં

13 ટકા મહિલાઓ સંબંધીઓના ચક્કરમાં

રિપોર્ટ અનુસાર 13 મહિલાઓ એવી હતી, જે પોતાની બહેન અથવા અન્ય મહિલાઓ સંબંધી આ ધંધામાં હોવાથી તે દાખલ થઇ. તેમનાથી પ્રેરિત થઇને.

10 ટકાને પ્રેમમાં દગો મળ્યો

10 ટકાને પ્રેમમાં દગો મળ્યો

રિપોર્ટ અનુસાર 10 ટકા મહિલાઓને પ્રેમમાં દગો મળ્યો હોવાથી આ ધંધામાં આવી છે અથવા તેમને લગ્નની લાલચ આપી તેમને આ ધંધામાં ધકેલી દેવામાં આવી.

2.5% મહિલાઓ પોતાના પતિની સહમતિથી

2.5% મહિલાઓ પોતાના પતિની સહમતિથી

રિપોર્ટ અનુસાર 1.5 ટકા મહિલાઓ પોતાના પતિની સહમતિથી આ વેપારમાં આવી છે. આ રિપોર્ટ પશ્વિમ બંગાળ પર આધારિત છે. તેને ભારતના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આંકડો થોડો ઉપર નીચે હોય શકે છે.

જિગોલો સેવાઓ

જિગોલો સેવાઓ

ભારતમાં મહિલાઓ વચ્ચે વેશ્યાવૃત્તિ તો સદીઓ ચાલતી આવી છે, પરંતુ હવે પુરૂષ પણ આ ધંધામાં જોડાવવા લાગ્યા છે. આવા પુરૂષોને જિગોલો કહેવાય છે.

3 હજાર સુધીની ફી

3 હજાર સુધીની ફી

ભારતમાં જિગોલોની સેવાઓ દિલ્હીમાં ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં જિગોલો એક રાતના 1 થી 3 હજાર રૂપિયા સુધી વસૂલે છે. જો કે આ બધા કોન્ડોમનો ઉપયોગ કરે છે.

હેંડસમ છોકરાઓ બની રહ્યાં છે જિગોલો

હેંડસમ છોકરાઓ બની રહ્યાં છે જિગોલો

પૈસા કમાવવાની હોડમાં ડિગ્રી કોલેજોના છોકરા આ વેપારમાં લુપ્ત થઇ રહ્યાં છે. આ છોકરાઓ પાસેથી સેવાઓ લેનાર મહિલાઓ મોટા ઘરોની હોય છે, જે એક વખતના 3 હજાર રૂપિયા સુધી ચૂકવે છે. દિલ્હીમાં લગભગ 20 એજન્સીઓ છે, જે જિગોલો સપ્લાઇ કરે છે.

મિડલ ક્લાસ ક્લબમાં વધુ

મિડલ ક્લાસ ક્લબમાં વધુ

જિગોલોનો ટ્રેન્ડ દિલ્હી, મુંબઇ, ચંદીગઢ વેગેરેમાં સ્થિતિ મિડલ ક્લાસ નાઇટ ક્લબોમાં તેજીથી વધારો થઇ રહ્યો છે. તેમની સેવાઓ સમલૈગિંક પણ લે છે.

કોન્ડોમનો ઉપયોગ કરે છે

કોન્ડોમનો ઉપયોગ કરે છે

1992માં એક સર્વેમાં જોવા મળ્યું હતું કે માત્ર 27 ટકા સેક્સ વર્કર જ કોન્ડોમનો ઉપયોગ કરે છે, જ્યારે 1995માં આ સંખ્યા 82 ટકા સુધી પહોંચી ગઇ અને 2011ના રિપોર્ટ અનુસાર 86 ટકા સેક્સ વર્કર કોન્ડોમનો ઉપયોગ કરે છે. એટલે કે જેટલી ઝડપથી દેહ વ્યાપાર વધી રહ્યો છે એટલી જ ઝડપથી એડ્સ સંબંધી જાણકારીઓ વધી રહી છે.

ઘરેલું હિંસા

ઘરેલું હિંસા

બીબીસી વર્લ્ડ ટ્રસ્ટ દ્વારા કરવવામાં આવેલા એક સર્વે અનુસાર ઘરેલું હિંસા પણ વેશ્યાવૃત્તિમાં જવા માટે પ્રેરિત કરે છે. શરૂઆતમાં જ્યારે ઘરમાંથી ગાળાગાળી મળે છે અને માતા-પિતા, ભાઇ બહેન સાથ આપતા નથી આવી પરિસ્થિતીમાં છોકરીઓ આ રસ્તો અપનાવે છે.

શુ કહે છે નિયમ

શુ કહે છે નિયમ

ઑલ ઇન્ડિયા સપ્રેશન ઑફ ઇમ્મોરલ ટ્રેફિક એક્ટ અનુસાર ભારતમાં વેશ્યાવૃત્તિને ધીરે-ધીરે ગુનાના દાયરામાં લાવવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે.

કોલગર્લના નંબર

કોલગર્લના નંબર

એઆઇએસઆઇટીએ અંતગર્ત કોઇપણ વેશ્યા પોતાનો ફોન નંબર સાર્વજનિક સ્થળ પર જાહેર કરી ન શકે. આમ કરવા બદલ તેને દસ મહિનાની જેલ અથવા દંડ થઇ શકે છે.

સેક્સ માણતાં પકડાઇ તો

સેક્સ માણતાં પકડાઇ તો

જો કોઇ વ્યક્તિ 18 વર્ષની નાની ઉંમરની છોકરી સાથે સેક્સ માણતાં પકડાઇ જાય છે તો તેને 7 થી 10 વર્ષની જેલ થઇ શકે છે.

30 રૂપિયાથી શરૂ થાય છે કિંમત

30 રૂપિયાથી શરૂ થાય છે કિંમત

ભારતમાં કેટલાક વિસ્તાર એવા છે, જ્યાં વેશ્યાવૃત્તિનું સ્તર એકદમ ખરાબ છે. એવા સ્થળોએ 30 રૂપિયાથી વેશ્યાઓનો ભાવ શરૂ થાય છે. એવા ઘણા ગામડા અને નાના કસ્બા છે જ્યાં અસુરક્ષિત યૌન સંબંધ માણવામાં આવે છે.

ચાઇલ્ડ પ્રૉસ્ટિટ્યૂટ્સ

ચાઇલ્ડ પ્રૉસ્ટિટ્યૂટ્સ

એક રિપોર્ટ અનુસાર 25 ટકા ચાઇલ્ડ પ્રૉસ્ટિટ્યૂટ્સ કાં તો અપહરણ કરી લાવવામાં આવી હોય છે અથવા તો તેમને ખરીદીને લાવવામાં આવી હોય છે. બીજી તરફ 18 ટકા વેશ્યાઓનું તો 13 થી 18 વર્ષમાં કૌમાર્ય ભંગ થઇ જાય છે.

બળાત્કાર બાદ વેચી દેવામાં આવે છે

બળાત્કાર બાદ વેચી દેવામાં આવે છે

નેશનલ ક્રાઇમ બ્યૂરોના રિપોર્ટ અનુસાર 6 ટકા છોકરીઓ બળાત્કાર બાદ વેચી દેવામાં આવે છે, ત્યારબાદ દેહ વ્યાપારના ધંધામાં આવી જાય છે.

વેચી દિધી

વેચી દિધી

8 ટકા વેશ્યાઓએ જણાવ્યું હતું કે તેમને તેમના પિતાએ મોટા વેપારીને વેચી દિધી હતી, જેથી તે આગળ જઇને આ ધંધામાં આવી.

50 મિલિયન તો ફક્ત ભારતથી

50 મિલિયન તો ફક્ત ભારતથી

દુનિયાભરમાં લગભગ 200 મિલિયન વેશ્યાઓ યૌન સંક્રમિત બીમારીઓથી પીડાય છે, જેમાં 50 મિલિયન તો ફક્ત ભારતથી આવે છે.

English summary
Mumbai and Kolkata have the India's largest prostitution industry, with over 150,000 sex workers in Mumbai. It is estimated that more than 50 per cent of the sex workers in Mumbai have HIV. There are lots of findings regarding flesh trade in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X