For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લીબિયામાં 500 ભારતીય નર્સો મુશ્કેલીમાં, સરકાર લાગી ધંધે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જુલાઇ: હિંસા અને સંઘર્ષથી ગ્રસ્ત લીબિયામાં હાલ 500 ભારતીય નર્સો મુશ્કેલીમાં ફસાયેલ છે. લીબિયામાં હાલ છેડાયેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિક ફસાઇ ગયા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે સરકાર નર્સોને ભારત લાવવાનો પ્રયત્ન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ત્યાં ફસાયેલી ભારતી નર્સો પોતાના દેશ પરત ફરવા માંગે છે. ત્રિપોલીના હોસ્પિટલમાં જ લગભગ 350 નર્સો કાર્ય કરી રહી છે. તો બીજી તરફ, ભારતીય દૂતાવાસે નાગરિકો પાસે લીબિયાની યાત્રા ન કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જ્યારે કેરલે કેન્દ્ર સરકાર પાસે સંઘર્ષ પ્રભાવિત લીબિયાના હોસ્પિટલોમાં કામ કરી રહેલી ભારતીય નર્સોને પરત લાવવા માટે એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરવાનો આગ્રહ કર્યો છે.

મુખ્યમંત્રી કાર્યાલયના એક પ્રવક્તાના અનુસાર વિદેશ મંત્રાલયે મુખ્યમંત્રી ઓમન ચાંડીને સૂચિત કર્યા છે કે લીબિયાથી નર્સોને રોડ માર્ગે ટ્યૂનીશિયા લાવવા અને ત્યાંથી તેમને વિમાન દ્વારા ભારત પરત લાવવાની યોજના પર કામ કરી રહ્યાં છે. તેમાં મોટાભાગની નર્સો ત્રિપોલી અને બેનગાજીમાં કામ કરી રહી છે અને તેમને આગમન પર વિઝા સુવિધાની મદદથી ટ્યૂનીશિયા લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એકવાર મુદ્દાની સમસ્યા નિકળ્યા બાદ નર્સોને પરત લાવી શકાય.

nurse

જો વિશે વિમાનની વ્યવસ્થા કરવામાં આવે છે તો ઓછામાં ઓછા 100 લોકો પરત લાવવામાં આવશે. રાજ્ય સરકાર તે લોકોની યાદી તૈયાર કરી રહી છે જેમને પહેલાં જત્થામાં સામેલ કરવામાં આવશે. આ નર્સોના વાલીઓમાંથી મોટાભાગના કોટ્ટાયમ અને આસપાસના જિલ્લાના છે. આલોકો નર્સોની હિંસાગ્રસ્ત વિસ્તારોથી સુરક્ષિત વાપસીમાં વિલંબને લઇને ચિતિંત છે.

મોટાભાગની નર્સો ત્રિપોલી અને લીબિયાના અન્ય મોટા શહેરોના હોસ્પિટલોમાં કામ કરવા માટે ગઇ છે. પ્રવક્તા અનુસાર વાલીઓનું કહેવું છે કે ગત કેટલાક સપ્તાહથી તે તેમની (નર્સોની) સુરક્ષાને લઇને ચિતિંત છે. આ ઉપરાંત કેટલાક નર્સોના વિઝા પણ સમાપ્ત થવાના છે અને તેમને ઘણા મહિનાથી વેતન પણ મળ્યું નથી. આ મુદ્દાની ગંભીરતા જોતાં ચાંડીએ ગત અઠવાડિયે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના સમક્ષ આને ઉઠાવ્યો હતો. ત્રિપોલીમાં ભારતના મિશનને ગઇકાલે પોતાના નાગરિકોને હિંસાગ્રસ્ત દેશમાંથી કોઇપણ રીતે નિકાળવાની અને ત્યાંથી પરત લાવવાની સલાહ આપી છે.

English summary
External Affairs Minister Sushma Swaraj has promised to take immediate steps to bring back hundreds of nurses from Kerala trapped in the strife-torn Libya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X