For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇબોલા બિમારીથી બચવા માટે અપનાવો આ 8 ટિપ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇબોલા એક ખતરનાક વાયરસ છે તથા આપણી થોડી બેદરકારી આપણને આ ઇબોલા વાયરસ (ઇવીડી)નો શિકાર બનાવી શકે છે. એકવાર આ બિમારીની ચેપટ આવ્યા પછી તમે ફક્ત પ્રભાવશાળી નિવારણો તથા તકેદારીના ઉપાયોથી જ આ સંક્રમણ રોગને વધતાં અટકાવી શકો છો. અહીં આ રોગને ફેલતાં રોકવામાં મદદગાર સાબિત થનાર કેટલાક વિશેષજ્ઞ સલાહ આપવામાં આવી છે.

ઇબોલા બિમારી વિશે જાણો

ઇબોલા બિમારી વિશે જાણો

આ રોગને ફેલાતાં રોકવા માટે તેના લક્ષણો, સંક્રમણની રીત તથા નિવારક ઉપાયો વિશે જાણો. આ જાણકારી ખાસ કરીને તે લોકો માટે મહત્વપૂર્ણ છે કે આ બિમારીથી પ્રભાવિત પશ્વિમ આફ્રીકાના વિસ્તારોથી અહીં આવી રહ્યાં છે અથવા જઇ રહ્યાં છે.

સ્વચ્છતા જાળવો

સ્વચ્છતા જાળવો

કહેવામાં આવે છે કે આ વાયરસ આપણા શરીરમાં ચામડી તથા આંખોના માધ્યમથી પ્રવેશ કરે છે. અત: આ બિમારી ભોજન તથા પાણી દ્વારા પણ આપણા શરીરમાં પ્રવેશ થઇ શકે છે. જમતાં પહેલાં હાથ ધોવો અથવા મોઢું બંધ રાખવાથી પણ આ વાયરસને ફેલાતાં અટકાવી શકાય છે. સાથે જ પોતાની આસપાસના વિસ્તારને પણ સાફ રાખો.

લોહી તથા શરીરી દ્વવથી બચો

લોહી તથા શરીરી દ્વવથી બચો

ઇબોલા વાયરસ સંક્રમિત વ્યક્તિના લોહી, વીર્ય, લાળ, પરસેવો, મૂત્ર, મળ પદાર્થ તથા ઉલટીથી પણ ફેલાઇ છે. સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ તથા મેડિકલ સ્ટાફને ખાસ સાવચેતી વર્તવાની જરૂરિયાત છે. તેમને સંક્રમિત સોંઇને તથા ફર્સ્ટ-એઇડ કિટનો ખૂબ જ સંભાળીને ઉપયોગ કરવો જોઇએ.

ઘા

ઘા

ઇજા તથા ખુલ્લો ઘા વાયરસને શરીરમાં પ્રવેશ કરવાની તક પુરી પાડે છે. એટલા માટે ઘાની જલદી મલમપટ્ટી કરાવી દેવી જોઇએ તથા તેમને હવાના સંપર્કમાં ન આવવા દેવા જોઇએ.

ભીડ-ભાડવાળી જગ્યાઓથી દૂર રહો

ભીડ-ભાડવાળી જગ્યાઓથી દૂર રહો

ભીડભાડવાળી જગ્યાઓમાં તમે સીધા તથા એકદમ સરળતાથી આ વાયરસના સંપર્કમાં આવી શકો છો. એટલા માટે રોગીઓએ ઘરમાં આરામ કરવો જોઇએ તથા તમે આવી રીતે આ બિમારીને ફેલાતાં અટકાવી શકો છો.

સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરો

સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરો

ઇબોલા વાયરસથી બચવા માટે સ્વાસ્થ્ય કાર્યકર્તા તથા મેડિકલ સ્ટાફને મોજા, માસ્ક તથા બોડી સૂટ જેવા સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઇએ. આ બિમારીને ફેલાતા રોકવા માટે પ્રભાવિત વિસ્તારોમાં રહેત સ્વસ્થ વ્યક્તિઓએ પણ મોજા, માસ્ક જરૂર પહેરવા જોઇએ.

કાચું માંસ ન ખાવ

કાચું માંસ ન ખાવ

જાણવા મળ્યું છે કે આ વાયરસ જાનવરોના માધ્યમથી માણસના શરીરમાં પ્રવેશ થયો છે. જો કે, ચામાચિડીયાને આ વાયરસનું મૂળ જળાશય ગણવામાં આવે છે, પરંતુ હવે આ વાયરસ અન્ય જાનવરોમાં પણ ફેલાઇ ચૂક્યો છે. અત: માંસાહરી ભોજન ન ખાવામાં જ સમજદારી છે.

ઓછી મુસાફરી કરો

ઓછી મુસાફરી કરો

દિલ્હી-એનસીઆઇના રોકલેંડ ગ્રુપ ઓફ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ડૉ. રતન કુમાર વૈશ્યના અનુસાર, પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ન કરવી જ આ બિમારીથી બચવા માટેનો સૌથી સારો રસ્તો છે.

English summary
8 tips to prevent Ebola infection Once an outbreak has been declared, only effective preventive and precautionary measures will help prevent further spread of infection. Here are some expert tips that can help you prevent the disease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X