For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં અટલ-અડવાણી જોશી યુગનો અંત, સંસદીય બોર્ડમાંથી આઉટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓગષ્ટ: વડિલ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સાઇડલાઇન કરવા માટે ભાજપે એક નવું અજીબો ગરીબ મંડળ બનાવી દિધું છે. જેમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રાખવામાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ જ નરેન્દ્ર મોદીએ એ સંકેત આપી દિધા હતા કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને છૂટા કરી દેવામાં આવશે. જો કે જાણકારોનું માનવું છે કે નરેન્દ્ર મોદી ઇચ્છતા નથી કે તેમના આંતરિક નિર્ણયોમાં કોઇપણ વરિષ્ઠ નેતા હસ્તક્ષેપ કરે.

સંસદીય બોર્ડમાંથી બહારનો રસ્તો

સંસદીય બોર્ડમાંથી બહારનો રસ્તો

ભાજપના સંસદીય બોર્ડનું પુર્નગઠન કરવામાં આવ્યું છે અને તેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સામેલ કરવામાં આવ્યા નથી. ભાજપના અધ્યક્ષ અમિત શાહને સંસદીય બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ છે સંસદીય બોર્ડમાં સામેલ

આ છે સંસદીય બોર્ડમાં સામેલ

આ સંસદીય બોર્ડમાં અમિત શાહ (અધ્યક્ષ), નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અનંત કુમાર, નિતિન ગડકરી, અરૂણ જેટલી, વેંકૈયા નાયડૂ, થાવરચંદ ગેહલોત, જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ અને રામલાલને સામેલ કરવામાં આવ્યા છે.

કોણ છે નવા ચહેરા

કોણ છે નવા ચહેરા

આ નવી યાદીને જો સંસદીય બોર્ડની જુની યાદી સાથે તુલના કરવામાં આવે તો ત્રણ નામ કાઢવામાં આવ્યા છે તો ત્રણ નવા નામ ઉમેરવામાં આવ્યા છે, બાકી બધા સભ્યોને યથાવત રાખવામાં આવ્યા છે. નવા સંસદીય બોર્ડમાં જે ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ છે.

કેમ મહત્વપૂર્ણ છે અટલ, અડવાણી અને જોશી?

કેમ મહત્વપૂર્ણ છે અટલ, અડવાણી અને જોશી?

અટલ બિહારી વાજપાઇ, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ભાજપના સંસ્થાપક સભ્ય છે અને આ નેતા પાર્ટીને શિખર લઇ ગયા. આ નેતાઓ વિના ભાજપની કલ્પના ન કરી શકાય.

શું છે સંસદીય બોર્ડ?

શું છે સંસદીય બોર્ડ?

ટિકીટ વહેંચણી અને ઉમેદવારોની પસંદગી પર અંતિમ મોહર પણ સંસદીય બોર્ડ લગાવે છે.

શું છે સંસદીય બોર્ડ?

શું છે સંસદીય બોર્ડ?

પાર્ટીની રૂપરેખા પણ બોર્ડ તૈયાર કરે છે.

શું છે સંસદીય બોર્ડ?

શું છે સંસદીય બોર્ડ?

કોઇપણ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો અધિકાર પણ ફક્ત સંસદીય બોર્ડ પાસે હોય છે. પાર્ટી અધ્યક્ષ જ બોર્ડના અધ્યક્ષ હોય છે.

English summary
Advani and Murli Manohar Joshi are not included in new BJP parliament board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X