સોગંદનામાની સોગંદ : મોદી છે ગરીબ, કેજરીવાલ છે અમીર

Google Oneindia Gujarati News

વારાણસી, 24 એપ્રિલ : 'આપ'ના અરવિંદ કેજરીવાલ વારાણસીમાં તેમના હરીફ અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કરતા અમીર છે. કેજરીવાલ અને તેમના પત્નીની સંયુક્ત સંપત્તિ નરેન્દ્ર મોદી કરતા 64 લાખ રૂપિયા જેટલી વધારે છે. વારાણસી બેઠક પરથી કેજરીવાલે 23 એપ્રિલ બુધવારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીએ આજે 24 એપ્રિલ ગુરુવારે બપોરે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.

અરવિંદ કેજરીવાલ અને તેમનાં પત્‍નીની સંયુક્ત સંપત્તિ કુલ 2.14 કરોડ રૂપિયાની હોવાનું જાહેર થયું છે. સોગંદનામા અનુસાર 158 દિવસોની અંદર કેજરીવાલની સંપત્તિમાં ત્રણ લાખ રૂપિયાનો વધારો થયો છે.

વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલ સોગંદનામા અનુસાર અત્‍યારે કેજરીવાલની મિલકતમાં ત્રણ લાખ રૂપિયાનો ઉમેરો થયો છે. કેજરીવાલ પાસે કુલ 4 લાખ 25 હજાર રૂપિયાની અસ્‍થાયી અને 92 લાખ રૂપિયાની સ્‍થાયી સંપત્તિ છે.

narendramodi-kejriwal

કેજરીવાલના પત્‍ની પાસે કુલ 17 લાખ 41 હજાર રૂપિયાની અસ્‍થાયી અને 1 કરોડ રૂપિયાની સ્‍થાવર મિલકત છે. કેજરીવાલ અને તેમનાં પત્‍નીનાં બેંક અકાઉન્‍ટમાં અનુક્રમે 4 લાખ 10 હજાર રૂપિયા અને 1 લાખ 4 હજાર રૂપિયા જમા છે. કેજરીવાલનાં ધર્મપત્‍ની સુનીતા કેજરીવાલનાં પીએફ અકાઉન્‍ટમાં 6 લાખ 66 હજાર રૂપિયા અને એસબીઆઇ મ્‍યુચ્‍યુઅલ ફંડમાં 36 હજાર રૂપિયા જમા છે.

સુનીતા કેજરીવાલ પાસે 300 ગ્રામ સોનું (કિંમત 9 લાખ રૂપિયા) અને 500 ગ્રામ ચાંદી (કિંમત 24 હજાર રૂપિયા) છે. ગાઝિયાબાદમાં કેજરીવાલ 55 લાખ રૂપિયાની જમીન અને હરિયાણામાં 37 લાખની પૈતૃક પ્રોપર્ટી ધરાવે છે જયારે પત્‍ની સુનીતા ગુડગાંવમાં એક કરોડની કિંમતનો ફલેટ ધરાવે છે. કેજરીવાલ દંપતિ પાસે કાર નથી.

કેજરીવાલની સરખામણીએ મોદીએ કુલ 1.51 કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે. મોદી પાસે કુલ 1.35 લાખ રૂપિયાની ચાર વીંટીઓ અને 29,700 રૂપિયાની રોકડ છે. વધુમાં મોદી ગાંધીનગરમાં 1 કરોડ રૂપિયાની કિંમતનો બંગલો ધરાવે છે.

નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી સંપત્તિની વિગતો અનુસાર તેમની પાસે પોતાની માલિકીનું કોઇ વાહન નથી. એટલું જ નહિ પણ સાયકલ પણ નથી.

નરેન્દ્ર મોદીની સંપત્તિ
રોકડ - 29,700
રૂપિયા બેંક બેલેન્‍સ - 11,74,394 રૂપિયા
બેંક ડિપોઝિટ - 32,48,989 રૂપિયા
NSC - 4,34,031 રૂપિયા
સોનું- 1,35,000 રૂપિયા
ઇન્‍કમટેક્‍સ રિફંડ - 1,15,468 રૂપિયા
ગાંધીનગરમાં રહેણાંકનો પ્‍લોટ - 1 કરોડ રૂપિયા
કુલ સંપત્તિ 1,50,42,114 રૂપિયા

નોંધનીય છે કે વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણી વખતે તેમની સંપતિ 1,33,42,842 રૂપિયા હતી. આમ 2012 થી 2014 દરમિયાન તેમની સંપત્તિમાં 16.99 લાખ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લે 2012-13નું આઇટી રિટર્ન ભર્યું હતું તેમાં દર્શાવેલી આવક 4,54,095 રૂપિયા હતી. નરેન્‍દ્ર મોદીએ તેમના લગ્નસાથી તરીકે જશોદાબેનનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતમાં કોઇ કેસ તેમની સામે નથી. તેમણે ટપાલનું સરનામું સી-1, સોમેશ્વર ટેનામેન્‍ટ, રાણીપ, અમદાવાદ દર્શાવ્‍યું છે.

English summary
Arvind Kejriwal is richer than his opponent in Varanasi, BJP's PM nominee Narendra Modi. Kejriwal and his wife together have close to Rs 64 lakh worth more assets than Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X