For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો 5 મિનિટ બાદ હુમલો થતો તો ભારતમાં મચી જતો હાહાકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જુલાઇ: જે સમયે મલેશિયાઇ એરલાઇન્સ મિસાઇલ હુમલાનો શિકાર બની, તે સમયે એર ઇન્ડિયાનું યાત્રી વિમાન પણ તે સમયે આ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યું હતું. જાણકારી અનુસાર એર ઇન્ડિયાનું વિમાન આ હુમલાનો શિકાર બનેલ મલેશિયાઇ વિમાનથી માત્ર 25 કિલોમીટરના અંતરે હતું.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-113 તે સમયે દિલ્હીથી બર્મિઘમ જઇ રહ્યું હતું. આ વિમાને બપોરે 2 વાગ્યાની આસપાસ દિલ્હીથી ઉડાન ભરી હતી. આ વિમાન સાંજે 6 વાગ્યાની આસપાસ યૂક્રેનની આસપાસથી પસાર થઇ રહ્યું હતું. જો મિસાઇલ પાંચ મિનિટ મોડા છોડવામાં આવી હોત તો લગભગ એર ઇન્ડિયાનું વિમાન તેનો નિશાનો બની જતું. જો એવું થાત તો આખા દેશમાં કોહરામ મચી જતો.

air india
જાણકારી અનુસાર સિંગાપુર એરલાઇન્સ SQ-351 પણ રશિયાના રૂટ પર ઉડાન ભરી રહ્યું હતું. આ વિમાન પર દુર્ઘટના સમયે મલેશિયાઇ વિમાનની નજીક જ હતું. આ ઉપરાંત આ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું પણ વિમાન મલેશિયાઇ વિમાનથી 40 મિનિટના અંતરે હતું.

આ પહેલા મલેશિયાઇ વિમાન દુર્ઘટનામાં મરનારાઓમાં 27 ઑસ્ટ્રેલિયાના લોકો છે. ઑસ્ટ્રેલિયાની સેનેટે મૃત્યુને ભેટેલા લોકો માટે મૌન રાખ્યું. જ્યારે નેધર્લેન્ડના લોકોએ મૃતકો માટે કેંડલ માર્ચ નીકાળી. આ ઉપરાંત રશિયા, અમેરિકા અને યુકે જેવા દેશોએ આ દુર્ઘટનાની નિંદા કરી છે અને દુ:ખ વ્યક્ત કર્યું છે.

English summary
Air India's Birmingham to Delhi flight 113 was 25km behind MH17.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X